Book Title: Bharti Stava
Author(s): Amrut Patel
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ૧૫૬ અમૃત પટેલ स्तोत्रं श्रोत्ररसायनं सुमनसां वाग्देवता दैवतं चक्रे गूर्जरचक्रवर्त्तिसचिवः श्रीवस्तुपालः कविः ॥ प्रातप्रतरधीयमानमनघां यच्चित्तवृत्तिं सतामाधत्ते विभुतां च ताण्डवयति श्रेयः श्रियं पुष्यति ॥९॥ ભાવાનુવાદ આ ભક્તિભાવભર્યા ભારતીસ્તોત્રના રસનાં સ્થાનો તેના અનુવાદરૂપમાં હવે વિગતવાર જોઈએ : ૧. સુધારસના નિધાન સમાન જે તત્ત્વની ચિંતામાં (મગ્ન થઈને) બુધ પુરુષો ધ્યાન કરે છે કે આ આકાશ જાણે ચાંદનીથી દૂર દૂર સુધી લીંપાઈ ગયું છે. દિશાઓ જાણે ચંદનરસમાં સ્નાન કરી રહી છે અને ધરતી જાણે ખીલેલાં શ્વેતકમલોથી ઊભરાઈ ગઈ છે. [આમ સમગ્ર બ્રહ્માંડ શુભ શુભ્ર ભાસે છે] એવું સારસ્વતતેજ જગતને નિર્મલપદનું દર્શન કરાવના૨ થાઓ. Nirgrantha ૨. હે વાગીશ્વરી ભારતી ! સ્વર્ગગાનાં જલમાં આકંઠ પ્રવેશ કરીને જેઓ મહામોહને રુંધનાર તારા તેજનું ચિંતન કરે છે તેઓ મહર્ષિ પાણિનિની જેમ શબ્દબ્રહ્મ(વ્યાકરણ)માં પ્રગલ્ભ બને છે; અને તેનો વચનવિન્યાસ—નૂતન શબ્દ—નૂતન અર્થથી અનુસ્યૂત થઈ જાય છે. ૩. હે માતા ! ઉત્તુંગ ગિરિશૃંગો પર [બેસીને] જે પવિત્ર પુરુષો, ગંગામાં સ્વચ્છ થયેલ ચંદ્રકિરણ સમાન તારા તેજનું પરિશીલન કરે છે, તેઓનાં નિર્મલ નવીન કાવ્યોની કલાથી સકલ લોક આનંદપૂર્વક મસ્તક ડોલાવે છે. ૪. હે બ્રહ્માણી ! નમ્ર સુરો-અસુરોના ઇન્દ્રના મસ્તક ઉપરના મુકુટની તિરછી પ્રભાથી તેજસ્વી બનેલાં તારાં ચરણયુગલને જેઓ સ્તવે છે. તેઓ મેઘ-પ્રસન્ન કલાપીઓના કેકારવ સમાન વાણીથી પશુઓ[જેવા જડ લોકો]ને પણ નીતિમય બનાવે છે, પ્રીતિપાત્ર બનાવે છે. ૫. હે બ્રહ્મપુત્રી ભગવતી દેવી ! જે તારા નામનું સંકીર્તન કરે છે તેને વ્યુત્પન્ન વિદ્યારૂપ ફળ મળે છે અને તેની કવિ-કીર્તિ ફ્લાય છે. તેને રાજાઓ ધનસંપત્તિનું દાન આપે છે, ને તે કવિઓ સાથે વિદ્યાલયોમાં કાવ્યકેલિ કરે છે. ૬. હે વિશ્વમાતા ! પુત્રની જેમ જે પુરુષ આપને જેમ સેવે છે તે સમગ્ર જગતનું કરસ્થિત નિર્મલ જલની જેમ દર્શન કરે છે [પરંતુ ખૂબી એ છે કે] ગુણવાન્ કાવ્યોથી સંપત્તિઓ એના ઘેર આવે છે અને કીર્ત્તિ દૂર દિશાઓમાં જતી રહે છે. ૭. ભલે આકૃતિ જેવી તેવી હોય, ભલે ઘરમાં લક્ષ્મી હોય કે ન હોય, ભલે ધનવાનો સાથે પરિચય હોય કે ન હોય, પરંતુ હે હંસવાહિની માતા ! તું પ્રસન્ન થાય તો તે પુરુષો રૂપ-વૈભવ-સત્તાથી સંપન્ન બને છે. ૮. હે દેવી ! મા ! એવો કોઈ જંતુ (પ્રાણી) નથી કે જેની અંદર તું ચેતનારૂપે બિરાજમાન નથી; જગતમાં કોઈ શાસન નથી કે જે ‘તુજ-મય’ [વાણીમય] ન હોય; એવી કોઈ ક્લા ક્યાંય ક્યારેય થઈ નથી કે જે તારા વિના સિદ્ધ થાય, અને એવી કોઈ [મિષ્ટ=મીઠડી] મનભાવન વસ્તુ નથી કે તારા ભક્તને તું પ્રસન્ન થઈને આપતી નથી. Jain Education International ૯. આવું વાન્દેવતાનું કર્ણરસાયન સમાન સ્તોત્ર ગૂર્જરચક્રવર્તિસચિવ શ્રી વસ્તુપાલ કવિએ રચ્યું છે. પ્રતિદિન પ્રભાતે આ સ્તોત્રનું પઠન સજ્જનોની ચિત્તવૃત્તિઓને નિષ્પાપ બનાવે છે, વિભુતા અર્પે છે, કલ્યાણ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4