Page #1
--------------------------------------------------------------------------
________________
મહામાત્ય વસ્તુપાલકૃત “ભારતીસ્તવ
અમૃત પટેલ
ગૂર્જર ચક્રવર્તી વિરધવલના મહામાત્ય શ્રી વસ્તુપાલ સુજ્ઞ, પ્રાજ્ઞ, વીર, ઉદારચરિત, અને શ્રદ્ધાવંત શ્રાવકરૂપે પ્રસિદ્ધ છે. તેમનાં ભક્તિભાવ, સાહસવૃત્તિ, ઉદારતા અને બુદ્ધિમત્તાને કારણે મધ્યકાલીન વિરલ વિભૂતિરૂપે તેમની ગણતરી થાય છે. તેઓ આમ મહાપુરુષ તો હતા જ, પણ સાથે સાથે વિદ્યાપુરુષ પણ હતા. એમણે માતૃપક્ષીય ગુરુ માલધારી (હર્ષપુરીય) ગચ્છીય નરચંદ્રસૂરિજી પાસે વિદ્યાભ્યાસ કર્યો હતો. વ્યાકરણ, કાવ્ય અને સાહિત્યનાં ઊંડાં અધ્યયન-મંથનના પરિપાકરૂપે એમણે નરનારાયણાનંદ નામક મહાકાવ્યનું સર્જન કરેલું. તો ભક્તિભાવના ઉદ્રકની, અભિવ્યક્તિની સાક્ષી દેતાં તેમણે કેટલાંક સ્તોત્રો પણ રચેલાં જેમાંથી અદ્યપિ ૪ ભાવવાહી સ્તોત્રો પ્રાપ્ત થયાં છે :
૧. ઇચ્છા મનુષનન્મથી આરંભાતું, શત્રુંજયાધીશને સંબોધતું મનોરથમય આદિજિન સ્તોત્ર (પદ્ય ૧૨) જે નરનારાયણાનંદ મહાકાવ્ય પ્રકાશનના પરિશિષ્ટરૂપે સંપાદકે સમાવિષ્ટ કર્યું છે.
૨. પુષ્ય શરીશિસિથી પ્રારંભ પામતું ઉજ્જયંતગિરિસ્થ ભગવતી અંબિકાને ઉદ્દબોધતું અંબિકાસ્તોત્ર (પદ્ય ૧૦), જે જૈનસ્તોત્રસમુચ્ચય ભાગર અંતર્ગત પ્રકાશિત થયું છે.
૩. નયી સમસંયમ થી શરૂઆત પામતું રેવતાદ્રિમંડનનેમિજિન સ્તવન (પદ્ય ૧૦) ૪. 3 કૃતં સુd fશત્ થી આરંભ થતી આરાધના (શ્લોક પદ્ય ૧૦)
અને અહીં પ્રસ્તુત વ્યોમવ્યાર્વિન મદિરાથી શરૂ થતું સ્તોત્ર તે ભારતીસ્તવ (પદ્ય ) તે એમનું પાંચમું સ્તુતિ-કાવ્ય છે.
પ્રસ્તુત ભારતીસ્તોત્રની એક પત્રની પ્રત શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય વિદ્યામંદિર અમદાવાદના હસ્તપ્રતસંગ્રહમાં ભેટ-સૂચિ ક્રમાંક ૪૭૮૯૭ ઉપર છે. તેનું પરિમાણ ૨૬.૨ x ૧૧.૨ સે. મી. છે. તેની લિપિ. ‘ભલે મીંડુનું ચિહ્ન તથા પોલાં અનુસ્વાર ચિહ્નો પ્રતની પ્રાયઃ ૧૫મા શતક જેટલી પ્રાચીનતા દર્શાવે છે. આ નવપ્રાપ્ત સ્તોત્ર પણ ઉપર કથિત ૪ સ્તુત્યાત્મક કૃતિઓની જેમ જ ભાવવાહી અને કાવ્યમય સંગુફનથી હૃદયમાં ભક્તિ-ઊર્મિઓને સહજ તરંગિત કરી દે છે. એક નોંધપાત્ર હકીકત એ છે કે ત્રણેય સ્તોત્રોમાં અંતિમ પદ્યમાં “ચ ર્નરવવવવ: શ્રીવાસ્તુતિઃ વિઃ" સરખી મુદ્રાંકિત પંક્તિ આવે છે, જેથી રચયિતા વસ્તુપાલ મંત્રી જ હોવા વિશે કોઈ જ શંકા રહેતી નથી.
અંબિકાસ્તોત્ર વસંતતિલકા વૃત્તમાં નિબદ્ધ છે, જયારે આદિનાથસ્તોત્ર તથા અહીં પ્રસ્તુત નવું સ્તોત્ર શાર્દૂલવિક્રીડિત વૃત્તમાં ઢાળેલાં છે.
છંદ તથા ભાવને અનુરૂપ “ોમવ્યાર્વિન કક્ષા ટૂર વિશa”- જેવી પંક્તિઓમાંથી સરસ છંદોલય પ્રગટ થાય છે. તથા “નર્તપુરીશ્વરિટીરોટીuT-જેવી પંક્તિઓમાંથી અનુપ્રાસનો ઘોષ રમણીય રીતે નિષ્પન્ન બને છે. છતાં પ્રાસનો ત્રાસ ક્યાંય કર્ણગોચર થતો નથી. બલકે મુખ્ય ! અખંતિલાતિતપુનીતેન્દ્રધાનોનં-જેવી પંક્તિઓથી પદ્યની પ્રાસાદિકતા વધી છે. અને હૃદયંગમ ભાવભંગીને તરલિત કરતા ઉપમા, ઉલ્ટેક્ષા વગેરે અલંકારો પ્રસ્તુત સ્તોત્રના ભૂષણ બન્યા છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
Vol. III - 1997-2002
૧૫૫
મહામાત્ય વસ્તુપાલ કૃત ‘ભારતીસ્તવ' श्रीवस्तुपालविरचितभारतीस्तवाष्टक:
[शार्दूलविक्रीडितवृत्तम्] व्योमव्याप्तमिवैन्दवेन महसा दूरं दिशश्चन्दन-- स्यन्देन स्नपिता इव स्मितसिताम्भोजै तेव क्षितिः । ध्यायन्तीति बुधाः सुधारसनिधौ यत्तत्त्वचिन्ताविधौ तज्ज्योतिर्जगतोऽस्तु निस्तुषपदाऽऽलोकाय सारस्वतम् ॥१॥ यः कण्ठद्वयसे प्रविश्य पयसि स्वर्गापगायाश्चिरं तत्ते चिन्तयति प्रबाधितमहामोहप्ररोहं महः । मात! नूतनवाच्यवाचकरसाऽनुस्यूतसूक्तक्रमः शब्दब्रह्मणि वाणि ! पाणिनिरिख प्रागल्भ्यमभ्येति सः ।।२।। अम्ब ! त्र्यम्बकमौलिलालितधुनीधौतेन्दुधामोज्ज्वलं तेजस्ते परिशीलयन्ति शुचयः शैलाग्रश्रृङ्गेषु ये । तेषां निस्तु [ष] नव्यकाव्यकलया लोकः खलोऽपि स्तवप्रहश्च प्रमदप्रदर्शितशिर:कम्पश्च सम्पद्यते ॥३॥ नम्राऽनैकसुरासुरेश्वरशिर:कोटीरकोटीप्रभासम्भिन्नं तव सर्वदा पदयुगं धातुःसुते ! यः स्तुते । वर्षाऽऽहर्षितषण्मुखाशनशिखिव्याहारसारैगिरामुद्गारैः कदयन्नयं जनयति प्रीतिं पशूनामपि ॥४॥ देवि! ब्रह्मसमुद्भवे ! भवति ! यस्त्वन्नामसड़कीर्तनक्रीतस्फीतकवित्वकीतिलतिकाव्युत्पन्नविद्याफलः । श्रीभोगानुपभु [ज्य ] भूमिवलये भूपालदत्तैर्धनैः सार्द्ध दिव्यकवीश्वरैः स रमते सारस्वते सद्मनि ॥५॥ शश्वद् विश्वसवित्रि ! पुत्र इव यस्त्वामत्र शुश्रूषते निःशेषं स नरः करामलकवत् त्रैलोक्यमालोकते । किञ्चैतस्य गृहाङ्गणे गुणवता सूक्तेन सम्पादिता सम्पत्तिः स्वयमेति याति सहसा कीर्तिश्च दिग्मण्डले ॥६॥ आकारोऽस्तु यथा-तथा भवतु वा लक्ष्मीहे माऽथवा श्रीमद्भिः पुरुषैः समं परिचयः सम्पद्यतां वा न वा । पुंसां हंसविमानवासिनि ! यदि त्वं सुप्रसन्नाऽसि तत्ते रम्याऽऽकृतयः प्रभूतविभवास्ते पूजनीयाश्च ते ॥७॥ जन्तुः कोऽपि स नास्ति चेतनतया यस्याऽसि नाऽन्तर्गता शास्त्रं तच्च न किंचिदस्ति भुवने यद्देवि ! न त्वन्मयम् । सा काचित् क्वचनापि नास्ति च कला या सिद्धयति त्वां विना मिष्टं वस्तु तदस्ति न, स्तुतिकृतां तुष्टा न दत्से न यत् ॥८॥
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૫૬
અમૃત પટેલ
स्तोत्रं श्रोत्ररसायनं सुमनसां वाग्देवता दैवतं चक्रे गूर्जरचक्रवर्त्तिसचिवः श्रीवस्तुपालः कविः ॥ प्रातप्रतरधीयमानमनघां यच्चित्तवृत्तिं सतामाधत्ते विभुतां च ताण्डवयति श्रेयः श्रियं पुष्यति ॥९॥
ભાવાનુવાદ
આ ભક્તિભાવભર્યા ભારતીસ્તોત્રના રસનાં સ્થાનો તેના અનુવાદરૂપમાં હવે વિગતવાર જોઈએ :
૧. સુધારસના નિધાન સમાન જે તત્ત્વની ચિંતામાં (મગ્ન થઈને) બુધ પુરુષો ધ્યાન કરે છે કે આ આકાશ જાણે ચાંદનીથી દૂર દૂર સુધી લીંપાઈ ગયું છે. દિશાઓ જાણે ચંદનરસમાં સ્નાન કરી રહી છે અને ધરતી જાણે ખીલેલાં શ્વેતકમલોથી ઊભરાઈ ગઈ છે. [આમ સમગ્ર બ્રહ્માંડ શુભ શુભ્ર ભાસે છે] એવું સારસ્વતતેજ જગતને નિર્મલપદનું દર્શન કરાવના૨ થાઓ.
Nirgrantha
૨. હે વાગીશ્વરી ભારતી ! સ્વર્ગગાનાં જલમાં આકંઠ પ્રવેશ કરીને જેઓ મહામોહને રુંધનાર તારા તેજનું ચિંતન કરે છે તેઓ મહર્ષિ પાણિનિની જેમ શબ્દબ્રહ્મ(વ્યાકરણ)માં પ્રગલ્ભ બને છે; અને તેનો વચનવિન્યાસ—નૂતન શબ્દ—નૂતન અર્થથી અનુસ્યૂત થઈ જાય છે.
૩. હે માતા ! ઉત્તુંગ ગિરિશૃંગો પર [બેસીને] જે પવિત્ર પુરુષો, ગંગામાં સ્વચ્છ થયેલ ચંદ્રકિરણ સમાન તારા તેજનું પરિશીલન કરે છે, તેઓનાં નિર્મલ નવીન કાવ્યોની કલાથી સકલ લોક આનંદપૂર્વક મસ્તક ડોલાવે છે.
૪. હે બ્રહ્માણી ! નમ્ર સુરો-અસુરોના ઇન્દ્રના મસ્તક ઉપરના મુકુટની તિરછી પ્રભાથી તેજસ્વી બનેલાં તારાં ચરણયુગલને જેઓ સ્તવે છે. તેઓ મેઘ-પ્રસન્ન કલાપીઓના કેકારવ સમાન વાણીથી પશુઓ[જેવા જડ લોકો]ને પણ નીતિમય બનાવે છે, પ્રીતિપાત્ર બનાવે છે.
૫. હે બ્રહ્મપુત્રી ભગવતી દેવી ! જે તારા નામનું સંકીર્તન કરે છે તેને વ્યુત્પન્ન વિદ્યારૂપ ફળ મળે છે અને તેની કવિ-કીર્તિ ફ્લાય છે. તેને રાજાઓ ધનસંપત્તિનું દાન આપે છે, ને તે કવિઓ સાથે વિદ્યાલયોમાં કાવ્યકેલિ કરે છે.
૬. હે વિશ્વમાતા ! પુત્રની જેમ જે પુરુષ આપને જેમ સેવે છે તે સમગ્ર જગતનું કરસ્થિત નિર્મલ જલની જેમ દર્શન કરે છે [પરંતુ ખૂબી એ છે કે] ગુણવાન્ કાવ્યોથી સંપત્તિઓ એના ઘેર આવે છે અને કીર્ત્તિ દૂર દિશાઓમાં જતી રહે છે.
૭. ભલે આકૃતિ જેવી તેવી હોય, ભલે ઘરમાં લક્ષ્મી હોય કે ન હોય, ભલે ધનવાનો સાથે પરિચય હોય કે ન હોય, પરંતુ હે હંસવાહિની માતા ! તું પ્રસન્ન થાય તો તે પુરુષો રૂપ-વૈભવ-સત્તાથી સંપન્ન બને છે.
૮. હે દેવી ! મા ! એવો કોઈ જંતુ (પ્રાણી) નથી કે જેની અંદર તું ચેતનારૂપે બિરાજમાન નથી; જગતમાં કોઈ શાસન નથી કે જે ‘તુજ-મય’ [વાણીમય] ન હોય; એવી કોઈ ક્લા ક્યાંય ક્યારેય થઈ નથી કે જે તારા વિના સિદ્ધ થાય, અને એવી કોઈ [મિષ્ટ=મીઠડી] મનભાવન વસ્તુ નથી કે તારા ભક્તને તું પ્રસન્ન થઈને આપતી નથી.
૯. આવું વાન્દેવતાનું કર્ણરસાયન સમાન સ્તોત્ર ગૂર્જરચક્રવર્તિસચિવ શ્રી વસ્તુપાલ કવિએ રચ્યું છે. પ્રતિદિન પ્રભાતે આ સ્તોત્રનું પઠન સજ્જનોની ચિત્તવૃત્તિઓને નિષ્પાપ બનાવે છે, વિભુતા અર્પે છે, કલ્યાણ
Page #4
--------------------------------------------------------------------------
________________ Vol. II-1997-2002 મહામાત્ય વસ્તુપાલકૃત ‘ભારતીસ્તવ” 127 અને કમલાને પોષે છે. ટિપ્પણો :1. શ્રીવાસ્તુપાલ વિરચિત નરનારાયણાનંદ મહાકાવ્યમ્ સંગ સી. ડી. દલાલ, pp. 6.0.s. 2 Baroda 1916 2. જૈનસ્તોત્રસમુચ્ચય (ભાગ 2, પૃ 143) સં. મુનિ શ્રી ચતુરવિજયજી નિર્ણયસાગર પ્રેસ સન્ 1928. 3. સુકતકીર્તિ કલ્લોલિન્યાદિ વસ્તુપાલ પ્રશસ્તિ સંગ્રહ સં. આગમ પ્રભાકર મુનિવર શ્રી પુણ્યવિ. મ. સા. સિધી જૈનગ્રંથ માલા મુંબઈ પરિશિષ્ટ ૧૩મું સંવત્ 2017. 4. આમ તો આ રચનાની દૃષ્ટિએ ‘અક' પ્રકારનું કાવ્ય છે, કેમકે નવમા પધને તો કવિ-મંત્રીએ પોતાનું કર્તા રૂપે નામ પ્રગટ કરવા માટે રોકડ્યું છે.