Book Title: Bharti Stava
Author(s): Amrut Patel
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

View full book text
Previous | Next

Page 1
________________ મહામાત્ય વસ્તુપાલકૃત “ભારતીસ્તવ અમૃત પટેલ ગૂર્જર ચક્રવર્તી વિરધવલના મહામાત્ય શ્રી વસ્તુપાલ સુજ્ઞ, પ્રાજ્ઞ, વીર, ઉદારચરિત, અને શ્રદ્ધાવંત શ્રાવકરૂપે પ્રસિદ્ધ છે. તેમનાં ભક્તિભાવ, સાહસવૃત્તિ, ઉદારતા અને બુદ્ધિમત્તાને કારણે મધ્યકાલીન વિરલ વિભૂતિરૂપે તેમની ગણતરી થાય છે. તેઓ આમ મહાપુરુષ તો હતા જ, પણ સાથે સાથે વિદ્યાપુરુષ પણ હતા. એમણે માતૃપક્ષીય ગુરુ માલધારી (હર્ષપુરીય) ગચ્છીય નરચંદ્રસૂરિજી પાસે વિદ્યાભ્યાસ કર્યો હતો. વ્યાકરણ, કાવ્ય અને સાહિત્યનાં ઊંડાં અધ્યયન-મંથનના પરિપાકરૂપે એમણે નરનારાયણાનંદ નામક મહાકાવ્યનું સર્જન કરેલું. તો ભક્તિભાવના ઉદ્રકની, અભિવ્યક્તિની સાક્ષી દેતાં તેમણે કેટલાંક સ્તોત્રો પણ રચેલાં જેમાંથી અદ્યપિ ૪ ભાવવાહી સ્તોત્રો પ્રાપ્ત થયાં છે : ૧. ઇચ્છા મનુષનન્મથી આરંભાતું, શત્રુંજયાધીશને સંબોધતું મનોરથમય આદિજિન સ્તોત્ર (પદ્ય ૧૨) જે નરનારાયણાનંદ મહાકાવ્ય પ્રકાશનના પરિશિષ્ટરૂપે સંપાદકે સમાવિષ્ટ કર્યું છે. ૨. પુષ્ય શરીશિસિથી પ્રારંભ પામતું ઉજ્જયંતગિરિસ્થ ભગવતી અંબિકાને ઉદ્દબોધતું અંબિકાસ્તોત્ર (પદ્ય ૧૦), જે જૈનસ્તોત્રસમુચ્ચય ભાગર અંતર્ગત પ્રકાશિત થયું છે. ૩. નયી સમસંયમ થી શરૂઆત પામતું રેવતાદ્રિમંડનનેમિજિન સ્તવન (પદ્ય ૧૦) ૪. 3 કૃતં સુd fશત્ થી આરંભ થતી આરાધના (શ્લોક પદ્ય ૧૦) અને અહીં પ્રસ્તુત વ્યોમવ્યાર્વિન મદિરાથી શરૂ થતું સ્તોત્ર તે ભારતીસ્તવ (પદ્ય ) તે એમનું પાંચમું સ્તુતિ-કાવ્ય છે. પ્રસ્તુત ભારતીસ્તોત્રની એક પત્રની પ્રત શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય વિદ્યામંદિર અમદાવાદના હસ્તપ્રતસંગ્રહમાં ભેટ-સૂચિ ક્રમાંક ૪૭૮૯૭ ઉપર છે. તેનું પરિમાણ ૨૬.૨ x ૧૧.૨ સે. મી. છે. તેની લિપિ. ‘ભલે મીંડુનું ચિહ્ન તથા પોલાં અનુસ્વાર ચિહ્નો પ્રતની પ્રાયઃ ૧૫મા શતક જેટલી પ્રાચીનતા દર્શાવે છે. આ નવપ્રાપ્ત સ્તોત્ર પણ ઉપર કથિત ૪ સ્તુત્યાત્મક કૃતિઓની જેમ જ ભાવવાહી અને કાવ્યમય સંગુફનથી હૃદયમાં ભક્તિ-ઊર્મિઓને સહજ તરંગિત કરી દે છે. એક નોંધપાત્ર હકીકત એ છે કે ત્રણેય સ્તોત્રોમાં અંતિમ પદ્યમાં “ચ ર્નરવવવવ: શ્રીવાસ્તુતિઃ વિઃ" સરખી મુદ્રાંકિત પંક્તિ આવે છે, જેથી રચયિતા વસ્તુપાલ મંત્રી જ હોવા વિશે કોઈ જ શંકા રહેતી નથી. અંબિકાસ્તોત્ર વસંતતિલકા વૃત્તમાં નિબદ્ધ છે, જયારે આદિનાથસ્તોત્ર તથા અહીં પ્રસ્તુત નવું સ્તોત્ર શાર્દૂલવિક્રીડિત વૃત્તમાં ઢાળેલાં છે. છંદ તથા ભાવને અનુરૂપ “ોમવ્યાર્વિન કક્ષા ટૂર વિશa”- જેવી પંક્તિઓમાંથી સરસ છંદોલય પ્રગટ થાય છે. તથા “નર્તપુરીશ્વરિટીરોટીuT-જેવી પંક્તિઓમાંથી અનુપ્રાસનો ઘોષ રમણીય રીતે નિષ્પન્ન બને છે. છતાં પ્રાસનો ત્રાસ ક્યાંય કર્ણગોચર થતો નથી. બલકે મુખ્ય ! અખંતિલાતિતપુનીતેન્દ્રધાનોનં-જેવી પંક્તિઓથી પદ્યની પ્રાસાદિકતા વધી છે. અને હૃદયંગમ ભાવભંગીને તરલિત કરતા ઉપમા, ઉલ્ટેક્ષા વગેરે અલંકારો પ્રસ્તુત સ્તોત્રના ભૂષણ બન્યા છે. Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4