Book Title: Bhaktamar Stotra Sarth
Author(s): Subodhvijay
Publisher: Mahesh Sundarlal Kapadia

Previous | Next

Page 4
________________ બે બોલ સાતમી આવૃત્તિ વેળાએ.... પરમ ઉપકારી મહાપુરૂષોએ ભવ્ય જીવોના કલ્યાણ માટે અનેક માર્ગો બતાવ્યા છે. તેમજ જૈન ધર્મના યશોગાન અન્ય ધર્મીઓને હેરત પમાડે તેવા સતી સ્ત્રીઓ તથા મહાપુરૂષોએ અનેક રીતે વર્ણવ્યા છે. તેવો જ આ પણ એક પ્રસંગ બનેલ છે. જેમાં રાજાએ હાથપગમાં લોખંડની બેડીઓ પહેરાવી અંધારા ઓરડામાં કોઈ જઈ ન શકે તેવા કારાગ્રહ જેવા સ્થાનમાં જૈન ધર્મની કસોટી કરવા પરમ પૂજ્ય આચાર્યદેવ વિજય માનતુંગસૂરીશ્વરજી મહારજશ્રીને રાખ્યા. પરંતુ તેઓ શ્રી એવા સ્થાનમાં રહીને એક જ ચિત્તથી પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભદેવ સ્વામીની સ્તુતિ તરીકે આ ભક્તામર સ્ત્રોત્રની રચના કરી બેડીઓ તોડી બહાર આવ્યા. આ સ્ત્રોત્રની દરેક ગાથાઓ મંત્ર ગર્ભિત હોવાથી ધણા ભવ્ય જીવોને લાભો થયા છે. તેવા કથાઓના પ્રસંગો પણ આ પુસ્તક માં છે. તો દરેક ભવ્ય જીવો આનો અનેક રીતે લાભ લે તે હેતુથી પરમ પૂજ્ય પરમોપકારી આચાર્ય દેવેશ વિજય ભાનુચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે બીજા ભાઈઓને ઉપદેશ આપી ભક્તામર સ્ત્રોત્રની સાથે ૠષિમંડલ સ્તોત્ર નાનું તથા મોટું અર્થ સહિત છપાવવાની પ્રેરણા કરી અને એજ રીતે આ પુસ્તકની બીજી આવૃત્તિ બહાર પડી. ત્યારબાદ હવે સ્વ.પરમ પૂજ્ય આચાર્યદેવશ્રી વિજય ભાનુચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન પન્યાસજી શ્રી સુબોધવિજયજી મહારાજના સદુપદેશથી આ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 276