Book Title: Bhagawan Mahavir
Author(s): Rajendra M Shah
Publisher: Rajendra M Shah

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજધાની પાટણ માં મહાન પરમાત ગર્જરેશ્વર કુમારપાલ મહારાજાની વિનંતિથી રચેલા યોગશાસ્ત્ર ગ્રન્થના પ્રારંભમાં મંગલ પાર કરીને ભગવાનની જે મહાનતા વર્ણવી છે એ જ શ્લોકનું પરિ કેર કારણ મેં કર્યું. તમોએ તનું પવિત્ર શ્રવણ કર્યું. હવે એનો રસ - રી અર્થ સમજી લઈએ, પછી ભગવાનના જીવનની અલપ ઝાંખી કરીએ - પ્રથમ શ્લોકમાં નમો દુર... એવું ભગવાનનું વિશેષણ વાપરીને ગ્રન્થકાર એમ જણાવે છે કે, આ સંસાર રાગદ્વેષથી ભરેલો છે. ત્યારે બાજુએ એની જવાળાઓ ધગધગી રહી છે. સહુ એથી જવી રહ્યા છે. આ રાગદ્વેષ માનવજાતના કટ્ટર શત્રુઓ છે. એને જીતવાનું કામ બહુ જ દુષ્કર છે. આવા દુર્ધર શત્રુઓને પણ જે ભગવાને અહિંસા, સંયમ, તપ, ત્યાગ વગેરે દ્વારા ભગાડી દઈને જેઓ વિતરાગ અવસ્થાને પામ્યા એવા શ્રેષ્ઠ ચારિત્રવાન નિર્મળ ભગવાનને હું નમસ્કાર કરું છું. ગતિ... બીજા વિશેષણને સમજીએ. વીતરાગ બનવાથી ભગવાન, ટ્વે સાચા અર્થમાં તીર્થંકર બન્યા હોવાથી દેવો, મનુષ્યો સહુના માટે પૂજનીય, વંદનીય બન્યા. હેમચંદ્રાચાર્યજી રચના યોગશાસ્ત્રની કરી રહ્યા છે, મંગલાચરણ એનું જ છે, એટલે યોગને અનુકૂળ વિશેષણ વાપરતા લખ્યું કે યોનાથા ભગવાનને યોગીનાથ કહ્યા. એટલે વિશ્વમાં જાતજાતની યોગ સાધનાઓ કરી રહેલા યોગીઓના પણ ભગવાન ઉપરી-નાથ છે, સ્વામી છે, કેમકે યોગના સર્વશ્રેષ્ઠ સાધક મહાવીર હતા. પ્રશ્ન : આપણામાં જૈનધર્મમાં પણ યોગ સાધના ખરી ? જવાબ : ટૂંકામાં અપાય તેવો નથી, છતાં પડ્યો છે તો થોડો ખ્યાલ આપું. વરસોથી આ દેશમાં એક એવો ખ્યાલ સહને પ્રવર્તે છે કે યોગ તો હિન્દુઓનો કે અજૈનોનો. જૈનો યોગમાં ખાસ માનતા નથી અને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52