Book Title: Bhagawan Mahavir
Author(s): Rajendra M Shah
Publisher: Rajendra M Shah

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરી નહિ. અપરાધી પ્રત્યે ન રોપ, ન ગુસ્સો, ન તિરસ્કાર પણ ઉલટું આગળ વધીને ભગવાનના હૈયામાં કરુણા હતી તેથી ચિંતા ઉભરાઈ ગઈ. બીજાને ત્રાસ આપ્યાનું ભયંકર પાપ બાંધનાર આ જીવનું ભાવિ કેવું ભયંકર દુઃખદ હશે એ વિચારતાં ભગવાનના બંને નેત્રો ભીનાં થઈ ગયાં-ઝળઝળિયાં આવી ગયાં એમ જણાવીને નેત્રોને બિરદાવ્યાં. એમના વારસદારો તરીકે આપણે પણ રાગ-દ્વેષથી બચતા રહીએ, સુખદુઃ ખ વચ્ચે સમતાભાવ રાખીએ અને આપણા અપરાધીઓ પ્રત્યે ઉદારભાવ રાખી કરુણા દાખવીએ. આર્યભૂમિથી અલંકૃત આ ભારતદેશ એ ઈશ્વરોની- અવતારોની ભૂમિ છે, સંતો-ત્રષિ-મહર્ષિઓનું નિવાસસ્થાન છે. આવી પવિત્ર ભૂમિ ઉપર આજથી ર૫૬૫ (અઢી હજાર વર્ષ ઉપર) વર્ષ ઉપર (ત્રિશલા માતાની કુક્ષિથી) એક મહાન તેજ પ્રગટ થયું હતું, અને તે ધીમે ધીમે ભારતના મોટા ભાગ ઉપર પથરાઈ ગયું હતું. એ તેજગંગામાં ભારતના અનેક રાજા-મહારાજાઓ, રાજરાણીઓ, રાજકુમારો, રાજકુમારિકાઓ, ગરીબો અને અમીરો, બાળકો અને વૃદ્ધો, નવયુવાનો અને નવયુવતીઓ વગેરે લાખો લોકો સ્નાન કરીને પાવન થયા હતા. એ તેજ બોંતેર-બોતેર વર્ષ સુધી પોતાનો મંગલ અને કલ્યાણકારી પ્રકાશ પાથરીને અંતે આપણા દુર્ભાગ્યે વિલય થયું હતું, જે તેજને વિલય થયે આજે ૨૪૯૩ વર્ષ થયાં એટલે કે વિ. સં. નાં ૨૦૨૩ વર્ષ થયાં. આ તેજ કે પ્રકાશ બીજા કોઈનો નહિ, એ તેજ હતું આ યુગના ચરમ તીર્થકર, અંતિમ પરમાત્મા. શાસનપતિ શ્રમણ ભગવાન For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52