Book Title: Bappabhattasuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 3
________________ શાસનપ્રભાવક શિક્ષણ મેળવ્યું. લક્ષણ તેમ જ તર્કપ્રધાન ગ્રંથોને અભ્યાસ કર્યો. મુનિ બપ્પભક્ટિ સાથે “આમ ની પ્રીતિ દિવસે દિવસે દઢ થઈ. કેટલાક સમય પછી રાજા યશોવર્મા અસાધ્ય બીમારીથી વ્યાપ્ત થયા. તેમણે પ્રધાનપુરુષે મોકલી “આમને પટ્ટાભિષેક માટે આવવા જણાવ્યું. “આમ” કાન્યકુજ આવ્યો. પિતા-પુત્રનું મિલન થયું. રાજા યશોવર્માએ પુત્રને પ્રજાપાલનની શિખામણ આપીને રાજ્યભાર સેંગે. શુભ મુહુર્ત “આમને રાજ્યાભિષેક થે. રાજચિંતાથી મુક્ત બની રાજા યશવમ ધર્મચિંતનમાં લાગી ગયા. અંતિમ સમયે અરિહંત-સિદ્ધ-સાધુનું શરણ સ્વીકારી સ્વર્ગે ગયા. રાજા “અમે તેમને ઔર્વ દૈહિક સંસ્કાર કર્યો. રાજ્યારોહણના પ્રસંગે “આમ” રાજાએ પ્રજાને ઘણું દાન આપ્યું. પ્રજા સુખી હતી. “આમને કઈ પ્રકારની ચિંતા ન હતી પરંતુ પરમ ઉપકારી મુનિ બપ્પભક્ટિ વિના રાજા “આમને ચેન પડતું ન હતું. આથી, આમ રાજાના આદેશથી રાજ પુરુષ મુનિ બપભદ્રિ પાસે આવ્યા અને પ્રણામ પૂર્વક બોલ્યા, “પૂજ્ય ! આ રાજાએ ઘણી ઉત્કંઠાપૂર્વક આપને નિમંત્રણ મોકલ્યું છે. આપ અમારી સાથે પધારી “આમ” રાજાની ધરતીને પાવન કરે.” મુનિ બપભટ્રિએ તેમનું નિવેદન સાંભળ્યું. પછી ગુરુને આદેશ લઈ ગીતાર્થ મુનિઓ સાથે ત્યાંથી પ્રયાણ કરી કાન્યકુજ પધાર્યા. સ્વાગત માટે “આમ” રાજા સામે આવ્યા. રાજકીય સન્માનપૂર્વક તેમને નગરપ્રવેશ થયે. બાપભદ્રિ મુનિના આગમનથી “આમ” રાજા અત્યંત પ્રસન્ન થયા. ગુરુનાં ચરણોમાં નમન કરી આમ” રાજાએ આચાર્યને શોભે તેવા સિંહાસને બિરાજવા વિનંતિ કરી. પરંતુ મુનિ બપ્પભટ્ટિએ અનિચ્છા પ્રગટ કરતાં કહ્યું કે, “રાજન ! આચાર્ય થયા વિના સિંહાસન પર બેસવું ઉચિત નથી. તેથી ગુરુજનેની આશાતના થાય છે”. મુનિ બમ્પટ્ટિના આ કથનથી આમ શા નિરુત્તર બન્યું. મુનિ બપ્પભદ્રિ સિંહાસન પર ન બેસવાથી તેને ઘણે અસંતોષ છે. આચાર્ય સિદ્ધસેનને પ્રાર્થના કર્યા સિવાય તેને માટે બીજે કઈ વિકલ્પ ન હતું. તેણે વિચાર કરી બપ્પભથ્રિ મુનિ અને તેમની સાથે મુખ્ય પ્રધાનને આચાર્ય સિદ્ધસેનસૂરિ પાસે મેલી તેમની ઉપર વિજ્ઞપ્તિપત્ર મોકલે તેમાં લખ્યું કે, “લાયક પુત્ર અને શિષ્યને વડીલ યોગ્ય સ્થાન પમાડે છે, તે આપ હવે મુનિશ્રી બપભદિને સૂરિપદથી સુશોભિત કરે.” રાજપુરુષોએ આપેલ પત્ર આચાર્યશ્રી સિદ્ધસેનસૂરિએ વાં. રાજાની પ્રાર્થના પર ગંભીરતાપૂર્વક વિચાર કરી શિષ્ય બપ્પભટ્ટિને આચાર્ય બનાવવાનો નિર્ણય કર્યો અને એકાંતમાં તેમને શિખામણ આપતાં કહ્યું કે, “મારું અનુમાન છે કે હવે પછી તમારે સજસત્કાર વિશેષ થશે. અનેક પ્રકારની સુવિધાઓ તમને મળશે. તેમાં મુગ્ધ બની એક્ષલક્ષ્યને ભૂલી ન જતા. ઇન્દ્રિયને જ્ય કર દુષ્કર છે. મારી આ શિખામણ યાદ રાખશે. બ્રહ્મચર્યની સાધનામાં વિશેષ જાગરૂક રહેશે.” અને વિ. સં. ૮૧૧ ના ચૈત્ર વદિ અષ્ટમીના દિવસે આચાર્યપદ પ્રદાન થતાં આચાર્યશ્રી બમ્પટ્ટિસૂરિએ તે દિવસે જ ચારિત્રધર્મની રક્ષા માટે જાવજ જીવ છ વિગઈન ત્યાગ કર્યો. આચાર્ય પદથી અલંકૃત બપ્પભટ્ટસૂરિ પછી ગુરુદેવની આજ્ઞા મેળવી ફરી કાન્યકુબ્ધ પધાર્યા. “આમ” રાજાએ આચાર્ય બપ્પભદિસૂરિનું ભારે સ્વાગત કર્યું. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7