Book Title: Bappabhattasuri Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 2
________________ શ્રમણભગવંતો ૨૦૭ આચાર્ય સિદ્ધસેન બાળકને લઈ પિતાને સ્થાને આવ્યા અને ત્યાંથી એક દિવસ વિહાર કરી તેઓ ડું બાઉધી (ડુવા) ગામે પધાર્યા. બાળક સૂરપાલ તેમની સાથે હતા. ત્યાં બમ્પ અને ભદિ બંને વંદન કરવા માટે આવ્યાં. આચાર્ય સિદ્ધસેને તેમને કહ્યું કે, “તમારો પુત્ર ભાગ્યશાળી છે. તે દીક્ષા લેવા ઇરછે છે. તમે તમારા પુત્રને ધર્મસંઘને સોંપી પુણ્યને મહાભાગી બને.” પુત્રની દીક્ષાગ્રહણની વાત સાંભળી માતા-પિતાનું મન ઉદાસ થઈ ગયું. તેઓ બોલ્યાં, અમારે આ એકનો એક પુત્ર છે. અમે આપને તે કેવી રીતે આપી શકીએ?” મેહને બંધ એટલે માતા-પિતાને હતા, તેટલે પુત્ર સૂરપાલને ન હતો. ગુરુ પાસે રહેવાથી તેને ઘર પ્રત્યેને મેહ ગળી ગયું હતું. તેમણે સર્વની સમક્ષ સ્પષ્ટપણે જણાવ્યું કે, “હું અવશ્ય ચારિત્ર ગ્રહણ કરીશ.” પુત્રનો નિશ્ચય જાણી માતા-પિતાએ પિતાને વિચાર બદલ્યું. પુત્રને ગુરુચરણમાં સમર્પિત કરતાં તેમણે જણાવ્યું કે, “આચાર્યદેવ! આપ ભલે આને દીક્ષા આપે, પણ તેનું નામ બમ્પટ્ટિ રાખો, જેથી અમારું નામ પણ પ્રસિદ્ધ થાય.” આચાર્ય સિદ્ધસેનને બમ્પટ્ટિ નામ રાખવામાં કઈ વાંધે ન હતું. તેમણે સર્વ સંઘની અનુમતિથી વીરનિર્વાણ સં. ૧૨૭૭ (વિ. સં. ૮૦૭)ના વૈશાખ સુદ ત્રીજને દિવસે મેઢેક (મઢેરા) નગરમાં સૂરપાલને દીક્ષા આપી. મુનિજીવનમાં તેમનું નામ ભદ્રકીર્તિ અને “બપ્પભદિ', રાખવામાં આવ્યું. તેમાં બપ્પભટ્ટ નામ વિશેષ પ્રસિદ્ધ થયું. સંઘની પ્રાર્થનાથી આચાર્ય સિદ્ધસેને તે ચાતુર્માસ ત્યાં જ કર્યું. બાલમુનિ બપભદ્રિ તીવ્ર પ્રજ્ઞાવાળા હતા. સાંભળવા માત્રથી તે પાઠ ગ્રહણ કરી લેતા હતા. એક દિવસ તેણે એક દિવસમાં હજાર કલેક કંઠસ્થ કરી સર્વને આશ્ચર્યમુગ્ધ કરી દીધા. બાલમુનિની આ તીવ્ર જ્ઞાનરુચિ અને યાદશક્તિ જોઈ ગુરુ અત્યંત પ્રસન્ન થયા. તેમને લાગ્યું કે, યોગ્ય પુત્રને પામી જેમ પિતા ધન્ય બને છે, તેમ અમે યેચુ શિષ્યને પ્રાપ્ત કરી ધન્ય બન્યા છીએ. ઘણું પુણ્યના ભેગે આવા શિષ્યરત્નની પ્રાપ્તિ થાય છે. એક વખત મુનિ બપ્પભક્ટિ સ્થડિલ ગયા હતા. પાછા વળતાં વરસાદને લીધે તેમને દેવમંદિરમાં રોકાવું પડ્યું. ત્યાં બીજ નગરમાંથી આવેલ એક વ્યક્તિ સાથે મિલન થયું. તે વ્યક્તિ વિશેષ પ્રભાવવાળી જાણવામાં આવી. તેમણે મુનિ બદ્રિના પ્રસાદગુણસંપન્ન ગંભીર કાવ્યશ્રવણને આસ્વાદ માણે. તે બપ્પભદિ મુનિની ગહન જ્ઞાનશક્તિથી પ્રસન્ન થયે. વરસાદ બંધ પડ્યો ત્યારે તે તેમની સાથે તે ધર્મસ્થાનમાં ગયે. આચાર્ય સિદ્ધસેને તેમને પૂછયું, “તમે કોણ છો?ત્યારે તેમણે જમીન પર બડીથી “આમ” લખીને પિતાનું નામ દર્શાવ્યું. અને પિતાને વધુ પરિચય આપતાં કહ્યું કે, “કાન્યકુજ દેશના રાજા યશોવર્માને હ પુત્ર છું. મારી માતાનું નામ સુયશા છે. હું યૌવનથી મત્ત થઈ ધનનો ખૂબ વ્યય કરતે હતે. મારી આ આદતથી પિતાએ મને શિખામણ આપી કે, વત્સ ! માપસર ધનવ્યય કર. પિતાની આ શિખામણ મને કટુ લાગી. હું ઘેરથી નીકળી જ્યાં-ત્યાં ફરતા ફરતે અહીં આવ્યો છું. ” કુમાર આમની આ વાતથી મુનિ બપ્પભક્ટિને લાગ્યું કે, આ કઈ પુણ્યપુરુષ છે. કુમાર “આમ પણ આચાર્ય સિદ્ધસેનથી પ્રભાવિત છે. ગુરુના આદેશથી મુનિ બપ્પભક્ટિ પાસે તેમણે બતર કળાઓનું Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7