Page #1
--------------------------------------------------------------------------
________________
૧૦૬
શાસનપ્રભાવક
આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી તેર દિવસનું અનશન સ્વીકારી વિ. સં. ૭૮પ લગભગમાં પરમ સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા હતા. અન્ય પ્રમાણેના આધારે શ્રી હરિભદ્રસૂરિનો સમય વિ. સં. ૭૫૭ થી ૮૨૭ સુધી માનવામાં આવે છે.
કાન્યકુજનરેશ આમરાજા પ્રતિબંધક, વાદિકુંજરકેસરી,
ચારિત્રયમથી દેદીપ્યમાન આચાર્યશ્રી બપ્પભટ્ટસૂરીશ્વરજી મહારાજ
આચાર્ય બપ્પભટ્ટસૂરિનું બીજું નામ ભદ્રકીર્તિસૂરિ હતું, પરંતુ તેમની પ્રસિદ્ધિ મુખ્યતયા બમ્પટ્ટિ તરીકે થઈ છે. શાસ્ત્રાર્થમાં વિજય મેળવવાથી તેમને વાદિકુંજરકેસરીનું બિરુદ પ્રાપ્ત થયું હતું. પિતાના બુદ્ધિબળથી કાન્યકુન્શનરેશ “આમ” રાજાને પ્રભાવિત કરી તેમણે જૈનશાસનની મહાન પ્રભાવના કરી હતી. બપભદિના ગુરુનું નામ સિદ્ધસેન હતું. શ્રી સિદ્ધસેન વેતાંબર પરંપરામાં મેઢેર ગચ્છના આચાર્ય હતા. ઇતિહાસપ્રસિદ્ધ સિદ્ધસેન દિવાકરથી આ જુદા છે. શ્રી ગોવિંદસૂરિ અને શ્રી નન્નસૂરિ તેમના છ ગુરુબંધુ હતા.
શ્રી બપભદિ ક્ષત્રિયવંશમાં જન્મ્યા હતા. તેમને જન્મ વીરનિર્વાણ સં. ૧૨૭૦ (વિ. સં. ૮૦૦)માં ભાદરવા સુદ ત્રીજને દિવસે ગુજરાત પ્રદેશ અંતર્ગત ડુમ્બાધિ ગામમાં થયે હતે. (અત્યારે આ ગામનું નામ ડુવા છે. આ ગામ બનાસકાંઠામાં ધાનેરા-થરાદની નજીક આવેલું છે. ડુવામાં અત્યારે પણ પ્રાચીન અમીજરા પાર્શ્વનાથનું દેરાસર છે.) તેમના પિતાનું નામ બમ્પ અને માતાનું નામ ભક્ટિ હતું અને તેમનું સંસારી નામ સૂરપાલ હતું. સૂરપાલ એક સ્વાભિમાની બાળક હતું. એક દિવસ તે રોષે ભરાઈને ઘેરથી નીકળી ગયે અને છેક મેહેરા પહેંચી ગયે. આચાર્ય સિદ્ધસેનસૂરિ એ વખતે મઢેરા નગરમાં વિરાજતા હતા. તેમણે સ્વપ્નમાં ચૈત્ય પર ક્લાંગ ભરતા સિંહના બચ્ચાને જોયું. તેઓ સવારે મંદિર ગયા, ત્યાં તેમની દષ્ટિ એક છ વર્ષના બાળક પર પડી. તે બાળકની આકૃતિ અત્યંત પ્રભાવશાળી લાગી. આચાર્ય સિદ્ધસેનસૂરિએ બાળકને પૂછયું, “તું કોણ છે? ક્યાંથી આવે છે?” બાળકે કહ્યું, “મારું નામ સૂરપાલ છે. પાંચાલદેશ્ય બમ્પનો પુત્ર છું. મારી માતાનું નામ ભક્ટિ છે. મારા મનમાં રાજદ્રોહી શત્રુઓ સાથે યુદ્ધ કરવાની ભાવના જાગી, પરંતુ પિતાએ મને અટકાવ્યો. નિરભિમાની પિતા પાસે રહેવું મને ઉચિત ન લાગ્યું તેથી માતા-પિતાને કહ્યા વિના હું અહીં આવ્યો છું.”
આચાર્ય સિદ્ધસેન માણસ પારખુ હતા. તેમણે બાળકને જોઈને વિચાર્યું કે, આ બાળક સામાન્ય નથી. દિવ્યરત્ન છે, તેજસ્વી છે. આચાર્ય સિદ્ધસેને બાળકને મીઠાશથી કહ્યું કે,
વત્સ! તું અમારી પાસે રહે. સંતપુરુષને સહવાસ ઘરથી વધારે લાભકારી હોય છે. બાળક સૂરપાલ આચાર્ય સિદ્ધસેનને સ્નેહભયે બોધ પ્રાપ્ત કરી તેમની પાસે રહેવા તૈયાર થશે.
2010_04
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવંતો
૨૦૭
આચાર્ય સિદ્ધસેન બાળકને લઈ પિતાને સ્થાને આવ્યા અને ત્યાંથી એક દિવસ વિહાર કરી તેઓ ડું બાઉધી (ડુવા) ગામે પધાર્યા. બાળક સૂરપાલ તેમની સાથે હતા. ત્યાં બમ્પ અને ભદિ બંને વંદન કરવા માટે આવ્યાં. આચાર્ય સિદ્ધસેને તેમને કહ્યું કે, “તમારો પુત્ર ભાગ્યશાળી છે. તે દીક્ષા લેવા ઇરછે છે. તમે તમારા પુત્રને ધર્મસંઘને સોંપી પુણ્યને મહાભાગી બને.”
પુત્રની દીક્ષાગ્રહણની વાત સાંભળી માતા-પિતાનું મન ઉદાસ થઈ ગયું. તેઓ બોલ્યાં, અમારે આ એકનો એક પુત્ર છે. અમે આપને તે કેવી રીતે આપી શકીએ?” મેહને બંધ એટલે માતા-પિતાને હતા, તેટલે પુત્ર સૂરપાલને ન હતો. ગુરુ પાસે રહેવાથી તેને ઘર પ્રત્યેને મેહ ગળી ગયું હતું. તેમણે સર્વની સમક્ષ સ્પષ્ટપણે જણાવ્યું કે, “હું અવશ્ય ચારિત્ર ગ્રહણ કરીશ.” પુત્રનો નિશ્ચય જાણી માતા-પિતાએ પિતાને વિચાર બદલ્યું. પુત્રને ગુરુચરણમાં સમર્પિત કરતાં તેમણે જણાવ્યું કે, “આચાર્યદેવ! આપ ભલે આને દીક્ષા આપે, પણ તેનું નામ બમ્પટ્ટિ રાખો, જેથી અમારું નામ પણ પ્રસિદ્ધ થાય.”
આચાર્ય સિદ્ધસેનને બમ્પટ્ટિ નામ રાખવામાં કઈ વાંધે ન હતું. તેમણે સર્વ સંઘની અનુમતિથી વીરનિર્વાણ સં. ૧૨૭૭ (વિ. સં. ૮૦૭)ના વૈશાખ સુદ ત્રીજને દિવસે મેઢેક (મઢેરા) નગરમાં સૂરપાલને દીક્ષા આપી. મુનિજીવનમાં તેમનું નામ ભદ્રકીર્તિ અને “બપ્પભદિ', રાખવામાં આવ્યું. તેમાં બપ્પભટ્ટ નામ વિશેષ પ્રસિદ્ધ થયું. સંઘની પ્રાર્થનાથી આચાર્ય સિદ્ધસેને તે ચાતુર્માસ ત્યાં જ કર્યું. બાલમુનિ બપભદ્રિ તીવ્ર પ્રજ્ઞાવાળા હતા. સાંભળવા માત્રથી તે પાઠ ગ્રહણ કરી લેતા હતા. એક દિવસ તેણે એક દિવસમાં હજાર કલેક કંઠસ્થ કરી સર્વને આશ્ચર્યમુગ્ધ કરી દીધા. બાલમુનિની આ તીવ્ર જ્ઞાનરુચિ અને યાદશક્તિ જોઈ ગુરુ અત્યંત પ્રસન્ન થયા. તેમને લાગ્યું કે, યોગ્ય પુત્રને પામી જેમ પિતા ધન્ય બને છે, તેમ અમે યેચુ શિષ્યને પ્રાપ્ત કરી ધન્ય બન્યા છીએ. ઘણું પુણ્યના ભેગે આવા શિષ્યરત્નની પ્રાપ્તિ થાય છે.
એક વખત મુનિ બપ્પભક્ટિ સ્થડિલ ગયા હતા. પાછા વળતાં વરસાદને લીધે તેમને દેવમંદિરમાં રોકાવું પડ્યું. ત્યાં બીજ નગરમાંથી આવેલ એક વ્યક્તિ સાથે મિલન થયું. તે વ્યક્તિ વિશેષ પ્રભાવવાળી જાણવામાં આવી. તેમણે મુનિ બદ્રિના પ્રસાદગુણસંપન્ન ગંભીર કાવ્યશ્રવણને આસ્વાદ માણે. તે બપ્પભદિ મુનિની ગહન જ્ઞાનશક્તિથી પ્રસન્ન થયે. વરસાદ બંધ પડ્યો ત્યારે તે તેમની સાથે તે ધર્મસ્થાનમાં ગયે. આચાર્ય સિદ્ધસેને તેમને પૂછયું, “તમે કોણ છો?ત્યારે તેમણે જમીન પર બડીથી “આમ” લખીને પિતાનું નામ દર્શાવ્યું. અને પિતાને વધુ પરિચય આપતાં કહ્યું કે, “કાન્યકુજ દેશના રાજા યશોવર્માને હ પુત્ર છું. મારી માતાનું નામ સુયશા છે. હું યૌવનથી મત્ત થઈ ધનનો ખૂબ વ્યય કરતે હતે. મારી આ આદતથી પિતાએ મને શિખામણ આપી કે, વત્સ ! માપસર ધનવ્યય કર. પિતાની આ શિખામણ મને કટુ લાગી. હું ઘેરથી નીકળી જ્યાં-ત્યાં ફરતા ફરતે અહીં આવ્યો છું. ” કુમાર આમની આ વાતથી મુનિ બપ્પભક્ટિને લાગ્યું કે, આ કઈ પુણ્યપુરુષ છે. કુમાર “આમ પણ આચાર્ય સિદ્ધસેનથી પ્રભાવિત છે. ગુરુના આદેશથી મુનિ બપ્પભક્ટિ પાસે તેમણે બતર કળાઓનું
2010_04
Page #3
--------------------------------------------------------------------------
________________
શાસનપ્રભાવક
શિક્ષણ મેળવ્યું. લક્ષણ તેમ જ તર્કપ્રધાન ગ્રંથોને અભ્યાસ કર્યો. મુનિ બપ્પભક્ટિ સાથે “આમ ની પ્રીતિ દિવસે દિવસે દઢ થઈ.
કેટલાક સમય પછી રાજા યશોવર્મા અસાધ્ય બીમારીથી વ્યાપ્ત થયા. તેમણે પ્રધાનપુરુષે મોકલી “આમને પટ્ટાભિષેક માટે આવવા જણાવ્યું. “આમ” કાન્યકુજ આવ્યો. પિતા-પુત્રનું મિલન થયું. રાજા યશોવર્માએ પુત્રને પ્રજાપાલનની શિખામણ આપીને રાજ્યભાર સેંગે. શુભ મુહુર્ત “આમને રાજ્યાભિષેક થે. રાજચિંતાથી મુક્ત બની રાજા યશવમ ધર્મચિંતનમાં લાગી ગયા. અંતિમ સમયે અરિહંત-સિદ્ધ-સાધુનું શરણ સ્વીકારી સ્વર્ગે ગયા. રાજા “અમે તેમને ઔર્વ દૈહિક સંસ્કાર કર્યો. રાજ્યારોહણના પ્રસંગે “આમ” રાજાએ પ્રજાને ઘણું દાન આપ્યું. પ્રજા સુખી હતી. “આમને કઈ પ્રકારની ચિંતા ન હતી પરંતુ પરમ ઉપકારી મુનિ બપ્પભક્ટિ વિના રાજા “આમને ચેન પડતું ન હતું.
આથી, આમ રાજાના આદેશથી રાજ પુરુષ મુનિ બપભદ્રિ પાસે આવ્યા અને પ્રણામ પૂર્વક બોલ્યા, “પૂજ્ય ! આ રાજાએ ઘણી ઉત્કંઠાપૂર્વક આપને નિમંત્રણ મોકલ્યું છે. આપ અમારી સાથે પધારી “આમ” રાજાની ધરતીને પાવન કરે.” મુનિ બપભટ્રિએ તેમનું નિવેદન સાંભળ્યું. પછી ગુરુને આદેશ લઈ ગીતાર્થ મુનિઓ સાથે ત્યાંથી પ્રયાણ કરી કાન્યકુજ પધાર્યા. સ્વાગત માટે “આમ” રાજા સામે આવ્યા. રાજકીય સન્માનપૂર્વક તેમને નગરપ્રવેશ થયે. બાપભદ્રિ મુનિના આગમનથી “આમ” રાજા અત્યંત પ્રસન્ન થયા. ગુરુનાં ચરણોમાં નમન કરી
આમ” રાજાએ આચાર્યને શોભે તેવા સિંહાસને બિરાજવા વિનંતિ કરી. પરંતુ મુનિ બપ્પભટ્ટિએ અનિચ્છા પ્રગટ કરતાં કહ્યું કે, “રાજન ! આચાર્ય થયા વિના સિંહાસન પર બેસવું ઉચિત નથી. તેથી ગુરુજનેની આશાતના થાય છે”. મુનિ બમ્પટ્ટિના આ કથનથી આમ શા નિરુત્તર બન્યું. મુનિ બપ્પભદ્રિ સિંહાસન પર ન બેસવાથી તેને ઘણે અસંતોષ છે. આચાર્ય સિદ્ધસેનને પ્રાર્થના કર્યા સિવાય તેને માટે બીજે કઈ વિકલ્પ ન હતું. તેણે વિચાર કરી બપ્પભથ્રિ મુનિ અને તેમની સાથે મુખ્ય પ્રધાનને આચાર્ય સિદ્ધસેનસૂરિ પાસે મેલી તેમની ઉપર વિજ્ઞપ્તિપત્ર મોકલે તેમાં લખ્યું કે, “લાયક પુત્ર અને શિષ્યને વડીલ યોગ્ય સ્થાન પમાડે છે, તે આપ હવે મુનિશ્રી બપભદિને સૂરિપદથી સુશોભિત કરે.”
રાજપુરુષોએ આપેલ પત્ર આચાર્યશ્રી સિદ્ધસેનસૂરિએ વાં. રાજાની પ્રાર્થના પર ગંભીરતાપૂર્વક વિચાર કરી શિષ્ય બપ્પભટ્ટિને આચાર્ય બનાવવાનો નિર્ણય કર્યો અને એકાંતમાં તેમને શિખામણ આપતાં કહ્યું કે, “મારું અનુમાન છે કે હવે પછી તમારે સજસત્કાર વિશેષ થશે. અનેક પ્રકારની સુવિધાઓ તમને મળશે. તેમાં મુગ્ધ બની એક્ષલક્ષ્યને ભૂલી ન જતા. ઇન્દ્રિયને જ્ય કર દુષ્કર છે. મારી આ શિખામણ યાદ રાખશે. બ્રહ્મચર્યની સાધનામાં વિશેષ જાગરૂક રહેશે.” અને વિ. સં. ૮૧૧ ના ચૈત્ર વદિ અષ્ટમીના દિવસે આચાર્યપદ પ્રદાન થતાં આચાર્યશ્રી બમ્પટ્ટિસૂરિએ તે દિવસે જ ચારિત્રધર્મની રક્ષા માટે જાવજ જીવ છ વિગઈન ત્યાગ કર્યો. આચાર્ય પદથી અલંકૃત બપ્પભટ્ટસૂરિ પછી ગુરુદેવની આજ્ઞા મેળવી ફરી કાન્યકુબ્ધ પધાર્યા. “આમ” રાજાએ આચાર્ય બપ્પભદિસૂરિનું ભારે સ્વાગત કર્યું.
2010_04
Page #4
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવતે
૨૦૮
રાજાની પ્રબળ ભક્તિ અને આગ્રહને લીધે શ્રી બપ્પભટ્ટસૂરિ લાંબા સમય ત્યાં સ્થિરતા કરી રહ્યા. બંનેને પ્રતિભાવ દિવસે દિવસે વધવા લાગે. આચાર્ય બપ્પભદિની કાવ્યરચનાથી
આમ” રાજા વિશેષ પ્રભાવિત થતું. ક્યારેક પૂછેલા પ્રશ્નોના ઉત્તર તરત મળવાથી તેમ જ સમસ્યાના સમાધાન માટે રચેલા લેકે સાંભળી આમ રાજા મંત્રમુગ્ધ થઈ જતું. તેમને બમ્પભદિસૂરિ સર્વજ્ઞ સમાન ભાસતા હતા.
એક વખત બપ્પભદ્રિસૂરિની ગૂઢાર્થસૂચક શૃંગારરસપ્રધાન કવિતા સાંભળીને “આમ” રાજાએ અન્યમનકપણાને ભાવ પ્રગટ કર્યો. રાજાની આ ઉપેક્ષાવૃત્તિ આચાર્ય બન્મભદિને ઠીક ન લાગી. તેમણે રાજા આમને જણાવ્યા વિના ત્યાંથી વિહાર કરી દીધો. જતાં જતાં કમાડ પર એક શ્લેક લખતા ગયા. પાછળથી આ શ્લોક દ્વારા આચાર્ય શ્રી વિહાર કરી ગયાની જાણ થતાં રાજાએ આચાર્ય બપ્પભટ્ટિસૂરિની અનેક સ્થળે તપાસ કરાવી, પણ તેમના કંઈ સમાચાર મળ્યા નહિ.
આ બાજુ આચાર્ય બપ્પભક્ટિ કાન્યકુથી ગૌડદેશ (મધ્ય બંગાળ) તરફ પ્રયાણ કરી કેટલાક દિવસે ગૌડદેશની રાજધાની લક્ષણાવતીમાં પધાર્યા. ત્યાં બપભદ્રિસૂરિને પરિચય વિદ્વાન વાકપતિ રાજ સાથે છે. વાષતિરાજ રાજા ધર્મરાજની સભાના પંડિત હતા અને પરમારવંશીય ક્ષત્રિય હતા. વાપતિરાજે બમ્પટ્ટિસૂરિના આગમનની વાત રાજાને કરી. ધર્મરાજ બપ્પભટ્ટના નામથી પરિચિત હતા. તેમની આચાર્ય બમ્પટ્ટિને મળવાની ઘણી ઇચ્છા હતી પણ ધર્મરાજના પ્રતિપક્ષી આમ રાજા સાથે બમ્પટ્ટિસૂરિને મિત્રતા હોવાથી બપ્પભદિસૂરિ પ્રત્યે રાજા ધર્મરાજને દષ્ટિકોણ સંદેહાસ્પદ હતો. તેમણે વાકપતિરાજને કહ્યું કે –“બપ્પભદિસૂરિને આમંત્રિત કરીએ, પણ આમ રાજાનું નિમંત્રણ આવવાથી તેઓ અહીંથી ચાલ્યા જાય તે એમાં હું મારું અપમાન સમજું. આથી આમ રાજા પિતે આપણી સભામાં ઉપસ્થિત થઈ પિતાના નગરમાં પદાર્પણ કરવાની ભાવના બપ્પભદ્રિસૂરિ પાસે કરે તે તેમને અહીંથી વિહાર થઈ શકે, અન્યથા નહિ. આ શરત આચાર્ય બપ્પભટ્ટિસૂરિ દ્વારા સ્વીકાર કરવામાં આવે તે તેમની અહીં રહેવાની વ્યવસ્થા થઈ શકે.” શ્રી બપ્પભદિસૂરિએ રાજાની આ વાત સ્વીકારી. તેઓ રાજા ધર્મરાજના રાજ્યમાં સન્માનપૂર્વક રહેવા લાગ્યા.
આ તરફ રાજા “આમને કેટલાક દિવસ પછી બપ્પભટ્ટિસૂરિ રાજા ધર્મરાજના રાજ્યમાં પહોંચી ગયાના સમાચાર મળ્યા. “આમ” રાજાએ તેમને બોલાવવા રાજપુરુષને મોકલ્યા. રાજપુરુષોએ પાછા આવી ત્યાંની હકીકત જણાવી કહ્યું કે–“રાજન ! આપ ત્યાં જાતે જઈ તેમને પ્રાર્થના કરે તે જ આચાર્ય બપ્પભદિસૂરિનું અહીં આગમન સંભવ છે.” સઘળી પરિસ્થિતિની જાણકારી મેળવી “આમ” રાજાએ વેશપલટો કર્યો અને પિતાના પ્રતિસ્પર્ધી ધર્મરાજની સભામાં પહેચા. બપ્પભદિસૂરિ તેમને ઓળખી ગયા. તેમણે લેખિતમાં ધર્મરાજને કહ્યું–“રાજ! આ તમારા પ્રતિદ્વી નરેશ છે.” ધર્મરાજ સમજી ન શક્યા. કારણ કે આ સરળ લાગતી લેક્તિ ૧૦૦ અર્થ ધરાવતી હતી. “આમ” રાજાએ પણ એવા જ રહસ્યપૂર્ણ અર્થઘટનથી શ્રી બપ્પભટ્ટસૂરિને પિતાના રાજ્યમાં પધારવાની પ્રાર્થના કરી અને ત્યાંથી ચાલ્યા ગયા. આ કાર્ય શ્ર, ૨૭
2010_04
Page #5
--------------------------------------------------------------------------
________________
*૧૦
આ કથનના રહસ્યને કોઈ
રાજાના આગમનની વાત
એટલી ખૂબીથી થયું કે બપ્પભટ્ટસૂર અને આમ રાજા સિવાય જાણી ન શકયું. બીજા દિવસે બપ્પભટ્ટિસૂરિએ સભાની વચ્ચે આમ સપ્રમાણ કહી બતાવી. રાન્તધરાજે પણ સત્ય હકીકત જાણી, આચાર્યશ્રીને વિહાર કરવા સમતિ આપી. આથી શ્રી ખપ્પભટ્ટસૂરિ ત્યાંથી વિહાર કરી કાન્યકુબ્જ (કનાજ ) પધાર્યા.
'
66
આચાર્ય સિદ્ધસેનસૂરિ એ વખતે વૃદ્ધ થઈ ગયા હતા. શિષ્ય બપ્પભટ્ટને કનાજથી પેાતાની પાસે ખેલાવી ગણના સારાયે ભાર તેમને સોંપ્યા અને પાતે અનશન લઈ સ્વર્ગ વાસ પામ્ય!. આચાય બપ્પભટ્ટસૂરએ પણ તે પછી જ્યેષ્ઠ ગુરુબંધુ શ્રી ગોવિંદસૂરિ અને શ્રી નન્નસૂરિને તે ગચ્છ ભળાવી આમ ’રાજાની વિનંતિથી કનેાજ પધાર્યાં.
એક વાર આમ ’રાજાને બપ્પભટ્ટસૂરિના ચારિત્રધર્માંની કોટી કરવાનું મન થયું. એક રાત્રે તેણે એક ગણિકાને પુરુષવેશ પહેરાવી બપ્પભટ્ટસૂરિ પાસે એકલી. અપ્પભટ્ટસૂરિ સૂતા હતા. ગણિકા અવાજ કર્યાં વગર અપ્પભટ્ટસૂરિ સૂતા હતા ત્યાં પહોંચી અને તેમનાં ચરણની સેવા કરવા લાગી. સ્ત્રીના કમળ હાથના સ્પર્શે. અપલટ્ટિસૂરિ જાગી ગયા અને તરત જ ઊભા થઈ ખેલ્યા કે— વાયુથી તૃણ ઉડાડી શકાય છે પણ મૈરુપત કપાયમાન થતે નથી. તું જે માગે થી આવી છે તે માગે` કુશળતાપૂર્વક પાછી ચાલી જા, તેમાં જ તારું કલ્યાણ છે. '' આ સાંભળીને ગણિકા ઝંખવાઈ ને ચાલી ગઈ અને સવારના ‘ આમ 'રાજા પાસે જઈને ગણિકા બેલી કે—ઃ રાજન્ ! આચાર્ય અપ્પટ્ટિ પેાતાના વ્રતમાં મેરુની જેમ ઢ છે. તેમનું મન મારા હાવભાવથી જરા પણ ચલાયમાન થયું નહિ. • આમ કાન્ત શ્રી અપ્પટ્ટિસૂરિના દૃઢ ચરિત્રમળની આ વાત સાંભળી અતિ પ્રસન્ન થયેા. પણ તેમનાં દર્શન કરવા જવામાં તેને હવે ખૂબ સકોચ થવા લાગ્યા. આચાય અપભિટ્ટસૂરિએ આવીને તેમા સોચ દૂર કરવા કહ્યું કે રાજન્ ! વધારે વિચાર કરવાની કંઈ જરૂર
>"
નથી. રાજાને સર્વ પ્રકારે પરીક્ષા કરવાના અધિકાર છે. ’’
શાસનપ્રભાવક
'
એક વખત રાજા ધરાજના નિમ་ત્રણથી, ‘આમ રાજા તરફથી આચાય બપ્પભટ્ટસૂરિ અને રાજા ધાજ તરફથી બૌદ્ધ વિદ્વાન વનકુંજરના છ મહિના સુધી શાસ્ત્રાર્થ થયે. અને રાજાએ હાજર હતા. અંતે આચાય અટ્ટિ વિજય થયા. શાસ્ત્રામાં જય મેળવવાથી
*
તેમને ‘ વાદિકુ જરકેસરી'નું બિરુદ અપાયુ. આ પ્રસંગ પછી આચાર્ય અભિટ્ટના સમજાવવાથી · આમ ’રાજા અને ધર્મરાજ વચ્ચે ઘણા જૂના વૈરનું શમન થયું. આને લીધે જૈનધર્મ ને મેટા મહિમા થયા.
2010_04
"
:
મથુરાના વાતિ નામે સાંખ્યયોગીના મંત્રપ્રભાવથી આમ ' રાજા પહેલેથી પ્રભાવિત થયા હતા. એક વખત બપ્પભટ્ટિસૂરિએ આમ ’રાજને જૈનધર્મ અંગીકાર કરવાની પ્રેરણા આપી. ઉત્તરમાં · આમ ' રાજાએ કહ્યું કે આપે વિદ્યાબળથી મારા જેવાને પ્રભાવિત કરવાનું જાણી શકાય કે આપ જ્યારે મથુરાના વાતિ યાગીને
કાર્ય કર્યુ છે, પણ આપની શક્તિ ત્યારે મેધ ધુમાડી જૈન બનાવે.
"7
આમ
' રાજાનાં આ વચનેથી બપ્પભટ્ટસૂરિએ મથુરા તરફ પ્રયાણ કર્યું. ત્યાં પહોંચી
Page #6
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગતે
૨૧૧
ધ્યાનસ્થ ગી વાકપતિ સામે કેટલાક કે બેલ્યા. લેકેના ભાવમય શબ્દો સાંભળી વાપતિએ નયને છેલ્યાં. બંનેએ ધર્મચર્ચા કરી. આચાર્ય બપભટ્ટિસૂરિએ જિનેશ્વર પ્રભુનું સ્વરૂપ સમજાવ્યું. વિવિધ પ્રકારે તેને અધ્યાત્મનો બોધ આપી જેન બનાવ્યું. પછી “આમ” રાજાએ પણ જૈન ધર્મના અનન્ય રાગી બની શત્રુંજય, ગિરનાર આદિ તીર્થના યાત્રા સંઘ કાઢયા; કનેજ વગેરે સ્થળે જિનમંદિર પણ બંધાવ્યાં. અંતે વિ. સં. ૮૯૦માં આરાધનાપૂર્વક “આમ” રાજા સ્વર્ગવાસ પામ્યા.
આમ રાકના પુત્રનું નામ દુન્દુક હતું “આમ” રાજાના સ્વર્ગવાસ પછી દુન્દુક સિંહાસન પર બેઠે. દુન્દુકે પણ શ્રી બપભટ્ટિસૂરિને ઘણું સન્માન આપ્યું. દુન્દુકના પુત્રનું નામ ભેજ હતું. પંડિતોએ જણાવ્યું કે “દુન્દુકને મારી ભેજરાજ રાજસિંહાસન ગ્રહણ કરશે.” કટી નામની એક વેશ્યાની સલાહથી દુંદુકે રાજકુમાર ભેજને મારી નાખવાની યેજના વિદ્યારી. રાજા બન્યા પછી કેટીએ દુન્દુકને પિતાની મેહજાળમાં ફસાવ્યા હતા. એક દિવસ એ આવ્યો કે દુન્દુકનાં કાર્યોમાં મુખ્ય સલાહકાર કંટી બની ગઈ. રાજકુમાર ભેજની માતાને આ ષડયંત્રના સમાચાર મળી ગયા. તેણે બાળક ભેજને તેના મોસાળ પાટલિપુત્ર મોકલી દીધે. મોસાળથી ભેજ પાછો ન આવવાથી દુન્દકે પટ્ટિસૂરિને કહ્યું કે—“આપ પાટલિપુત્ર જાઓ, ને ભેજને અહીં આવવા માટે તૈયાર કરે, અથવા સાથે લઈ જાઓ.”
શ્રી બપ્પભટ્ટસૂરિ મધુર વચનોથી એ સ્થિતિ ટાળતા રહ્યા. પાંચ વર્ષ પસાર થઈ ગયા. એક વખત રાજા દુન્દુકે અતિ આગ્રહથી રજપુરુષ સાથે બપભટ્ટિસૂરિને ત્યાંથી વિહાર કરાવ્યો. માર્ગમાં તેઓશ્રીએ વિચાર કર્યો કે, આ એક ધર્મસંકટનું કાર્ય છે. આથી ભોજ મારી સાથે આવે કે ન આવે, હું બંને તરફથી સુરક્ષિત નથી. ભેજ નહિ આવે તે દુન્દુક મારા પર શુદ્ધ થશે અને તે આવશે તે દુન્દુકને અસમય પ્રાણાન્ત થશે. મારું હિત કઈ પ્રકારે નથી. મારું આયુષ્ય ઘડા દિવસ બાકી છે. પરિણામને ગંભીરતાથી વિચાર કરી અપભટ્ટિસૂરિએ અનશન ગ્રહણ કર્યું. નન્નસૂરિ, ગોવિંદસૂરિ આદિ સાધુઓ માટે તેમણે હિતકામના જણાવી સર્વને અનિત્ય ભાવનાનો ઉપદેશ આપે. મહાવ્રતમાં જાયે-અજાયે લાગેલા દોષોની આલોચના કરી. તેઓ અદ્દીન ભાવે ૮૯ વર્ષ સંયમપર્યાય પાળી, વીરનિર્વાણ સં. ૧૩૬૫ (વિ. સં. ૮૯૫)ના શ્રાવણ સુદિ અષ્ટમીએ સ્વાતિ નક્ષત્રમાં ૯૫ વર્ષની અવસ્થાએ વર્ગવાસી બન્યા.
શ્રી બપભક્રિસૂરિના સ્વર્ગવાસ પછી દુન્દુકનું અવસાન ભેજરાજાથી થયું. દુન્દુક પછી કનેકના રાજસિંહાસન પર રાજકુમાર અને રાજ્યાભિષેક થયો. પ્રભાવક ચરિત્ર પ્રમાણે “આમ” રાજા કરતાં પણ વધુ જેનશાસનની પ્રભાવનાનાં કાર્યો ભેજ રાજાએ કર્યા હતાં.
શ્રી બપ્પભદિસૂરિએ ઘણા રાજાઓને પ્રતિબંધિત કરી જેનશાસનની વિશેષ પ્રભાવના કરી હતી. તેમને મળેલાં અનેક બિરુદોમાં એક બિરુદ “રાજપૂજિત” પણ હતું. શ્રી બમ્પટ્ટિસૂરિ ગ્રંથરચનાકાર પણ હતા. તેમણે બાવન પ્રબંધેની રચના કરી છે. તેમાં ચતુર્વિશનિ જિનસ્તુતિ અને સરસ્વતી સ્તોત્ર એ બે પ્રબંધે આજે પ્રાપ્ય છે.
શ્રી બપભદ્રિસૂરિને જન્મ વીરનિર્વાણ સં. ૧૨૭૦ (વિ. સં. ૮૦૦ માં, દીક્ષા વીર
2010_04
Page #7
--------------------------------------------------------------------------
________________ 22 શાસનપ્રભાવક નિર્વાણ સં. 1277 (વિ. સં. ૮૦૭)માં અને આચાર્યપદ વીરનિર્વાણ સં. 1281 (વિ. સં. ૮૧૧)માં પ્રાપ્ત થયાં હતાં. આચાર્યપદગ્રહણ વખતે તેમની વય 11 વર્ષની હતી. તેમને સ્વર્ગવાસ વીરનિર્વાણ સં. 1365 (વિ. સં. ૮૫)માં બતાવવામાં આવ્યો છે. તે આધારે તેઓ વીરનિર્વાણની તેરમી (વિક્રમની નવમી શતાબ્દીના પ્રભાવક આચાર્ય હતા. ~- - ‘કુવલયમાળા” ગ્રંથના કર્તા, સ્વપરસમય-વિશારદ, દાાંક્ષયાંક આચાર્યશ્રી ઉદ્યોતનસૂરીશ્વરજી મહારાજ કુવલયમાળા'ના કર્તા શ્રી ઉદ્યોતનસૂરિ દાક્ષિણ્યચિહ્ન નામથી પ્રસિદ્ધ છે. તેઓ વિભિન્ન દર્શનના ધુરંધર વિદ્વાન હતા. સામુદ્રિકશાસ્ત્ર, તિષવિદ્યા અને ધાતુવિજ્ઞાન આદિ વિવિધ વિષયેના વિશિષ્ટ જ્ઞાતા હતા. તેમના શરીરના જમણા ભાગમાં સાથિયાનું ચિહ્ન હોવાથી તેઓ દાક્ષિણ્યચિહ્ન કે દાક્ષિણાંક તરીકે પ્રસિદ્ધ થયા હતા. શ્રી ઉદ્યોતનસૂરિ ગુરુપરંપરામાં યુગપ્રધાન હરિગુપ્તસૂરિ નામે આચાર્ય થયા છે. તેમનું બીજું નામ રાજર્ષિ હારિલસૂરિ હતું અને તેમનાથી હારિલ વંશ (ગચ્છ) નીકળ્યું હતું. હરિગુમસૂરિ ઈતિહાસ પ્રસિદ્ધ “તરમાણ” રાજાના ગુરુ હતા. મહાકવિ દેવગુપ્ત હરિગુમસૂરિના મુખ્ય શિષ્ય હતા. શ્રી દેવગુપ્તસૂરિના શિષ્ય શિવચંદ્રગણિ હતા. શિવચંદ્રગણિના શિષ્ય ક્ષમાશ્રમણ યદત્તગણિ હતા. યજ્ઞદામણિને અનેક શિષ્ય હતા. તેમાં છ મુખ્ય શિષ્યમાં એકનું નામ વટેશ્વર ક્ષમાશ્રમણ હતું. વટેશ્વરના શિષ્ય તત્વાચાર્ય હતા. તત્ત્વાચાર્યના શિષ્ય ઉદ્યોતનસૂરિ હતા. આ ગુરુપરંપરા “કુવલયમાળાની પ્રશસ્તિમાં મળે છે. શ્રી ઉદ્યોતનસૂરિએ સૈદ્ધાંતિક ગ્રંથોનો અભ્યાસ આચાર્યશ્રી વીરભદ્રસૂરિ પાસે અને ન્યાયશાસ્ત્રને અભ્યાસ યાકિની મહત્તાસૂનું શ્રી હરિભદ્રસૂરિ પાસે કર્યો હતો. શ્રી ઉદ્યોતનસૂરિ વિશિષ્ટ વ્યાખ્યાનકાર તેમ જ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના પ્રકાંડ પંડિત હતા. “કુવલયમાળા” તેમણે ચપૂશૈલીમાં રચેલી પ્રાકૃત કથા છે. ગદ્ય-પદ્યમિશ્રિત મહારાષ્ટ્ર પ્રાકૃતની પ્રસાદપૂર્ણ રચના છે. પૈચાશી, અપભ્રંશ અને સંસ્કૃત પ્રયોગોએ પણ આ કથાને સુંદરતા અર્પે છે. વિવિધ અલંકારે, પ્રહેલિકા અને સુભાષિતો તેમ જ માર્મિક પ્રશ્નોત્તરો, વિવિધ પ્રકારની વણિક બેલીઓના માધ્યમથી મધુર રસપાન કરાવતી આ કથા પાઠકના મનને મુગ્ધ કરે તેવી ભાવવાહી છે. અનેક દેશ્ય શબ્દોને પ્રવેગ પણ આ કથામાં કરવામાં આવ્યું છે. ક્રોધ, માન, માયા, લેભ આદિનાં દુઃખદ પરિણામ બતાવવા માટે કવિએ સરળ નાની કથાઓના પ્રયોગ ગૂંથીને આ કથામાં મધુબિંદુની જેમ આકર્ષણ ભર્યું છે. બાણ કવિની કાદંબરી જે આ અદ્દભુત ગ્રંથ છે. શ્રી ઉદ્યોતસૂરિએ આ ગ્રંથ જાલેરમાં લખીને પૂર્ણ કર્યો હતે. “કુવલયમાળા'ના અંતે પ્રાપ્ત થતા ઉલ્લેખો મુજબ આ ગ્રંથની સમાપ્તિ શક સંવત 700 પૂર્ણ થવાના એક દિવસ પહેલાં થઈ છે. આ આધારે શ્રી ઉદ્યોતનસૂરિને સમય વીરનિર્વાણ સં. 1304 (વિ. સં. 834) નિર્ણત થાય છે. 2010_04