Book Title: Bahenshree no Gyanvaibhav Author(s): Champaben Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 7
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપોદઘાત સમ્યકત્વ-આરાધનાની મૂર્તિ, ધર્મની શોભા અને “આ કાળનું આશ્ચર્ય' એવાં પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના, નિર્મળ સમ્યકત્વસાધના પહેલાંના અને પછીના, આદર્શ જીવનનો જે સંક્ષિપ્ત પરિચય, તેમના વડીલ બંધુ ઊંડા આદર્શ આત્માર્થી આદરણીય વિદ્વદ્રત્ન પં. શ્રી હિંમતલાલ જેઠાલાલ શાહે વિ. સં. ૨૦૪૦માં, બહેનશ્રીના જન્મધામ (વઢવાણ) ની યાત્રાના શુભાવસરે, આપેલ અને જે “બહેનશ્રી ચંપાબેન અભિનંદનગ્રંથ' માં મુદ્રિત થયેલ છે, તે અત્રે આપવામાં આવ્યો છે. આમાં વર્ણિત બહેનશ્રીની બાળાવસ્થાનાં-જ્ઞાન, વૈરાગ્ય, ઉપશમ, ભક્તિ અને તદર્થ સમ્યક પુરુષાર્થના સાતિશય પ્રેરક-મધુર સંસ્મરણો આત્માર્થી જીવોને આત્મહિતનું મહાન નિમિત્ત થાય એવાં છે. (૨) જાતિસ્મરણજ્ઞાન: વિ. સં. ૧૯૯૩ના ચૈત્રવદ આઠમના દિને, મુમુક્ષુ જગતને અત્યંત ઉપકારી થાય એવી, એક અસાધારણ અદભુત ઘટના બની. પૂજ્ય બહેનશ્રી સુવર્ણપુરી મળે (લાઠીના ઉતારામાં) નિજ-નિવાસકક્ષ વિષે સ્વાત્મધ્યાનમાં બેઠાં હતાં ત્યારે, નિર્વિકલ્પ આત્માનુભૂતિમાંથી ઉપયોગ વિકલ્પમાં આવતાં, તેમને મતિજ્ઞાનની પરિણતિમાં સહજ નિર્મળતા થતાં ઉપયોગની સ્વચ્છતામાં પૂર્વભવનું આશ્ચર્યકારી સહજ સ્પષ્ટ જાતિસ્મરણજ્ઞાન પ્રગટ થયું. આ નિર્મળ પવિત્ર જ્ઞાનમાં પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રીને, ગત ભવમાં વિદેહક્ષેત્ર મધ્યે તેમણે સમવસરણમાં જેમની દિવ્ય વાણી સાક્ષાત્ સાંભળી હતી તે Please inform us of any errors on rajesh.shah@totalise.co.ukPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 166