Book Title: Aspushyo ane Jain Sanskruti Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 2
________________ 470 ] દર્શન અને ચિંતન અને અંત્યજોની જન્મસિદ્ધ નીચતા સામે જે તુમુલ યુદ્ધ શાસ્ત્રોમાં કર્યું હતું અને પશ્ચિમ તેમ જ ઉત્તર હિન્દુસ્તાનના શ્વેતાંબર આચાર્યોએ જે વસ્તુ છેવટ સુધી શાસ્ત્રોમાં તવદષ્ટિએ સ્થાપી છે તે જ બાબતમાં બધા જ જૈન–ત્રણે ફિરકાના જેન–બ્રાહ્મણથી હારી ગયા છે. બ્રાહ્મણએ જે કહ્યું, જે કર્યું અને જે લખ્યું તેમાં જેને પાછા ગુલામ થયા. એકવાર જૈન દીક્ષાથી અંત્યજો પવિત્ર થતા અને એમની આભડછેટ બળી જતી. આજે એ અંત્યજો અને એમની આભડછેટ જૈન દીક્ષાને અપવિત્ર બનાવે છે. શું આ જૈનોની હાર નથી સૂચવતી કે પહેલાં જૈન દીક્ષામાં પવિત્રતાનો અગ્નિ હતા જેથી આભડછેટ બળી જતી અને આજે કહેવાતી આભડછેટમાં એ મેલ છે કે તેની સામે આજની જેમ દીક્ષા કાંઈ પણ કરવાને અસમર્થ છે? સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે આજની દીક્ષામાં જે ખરે જ કાંઈ સરવ હોય તો તે આભડછેટથી ભ્રષ્ટ ન થાય, પણ ઊલટી આભડછેટને ધોઈ નાખે. હસવા જેવી વાત તો એ છે કે ખુદ ભગવાન પાસે અસ્પૃશ્યો જાય અને પવિત્ર થાય, પણ તેમની મૂર્તિ પાસે જઈ ન શકે અથવા તેમના ધર્મરસ્થાનમાં જઈ ન શકે ! જે જિનમૂર્તિ, કહેવાય છે તેમ, જિન સમાન જ હેય તે જેમ જિન—તીર્થંકર પાસે અંત્યજ જતા તેમ તેમની મૂર્તિ પાસે પણ જવા જોઈએ અને જઈને પવિત્ર થઈ શકે. એટલે કાં તો “જિનમતિ જિન સરખી’ એ વાત બેટી અને માત્ર કહેવા પૂરતી જ છે એમ ગણવું જોઈએ અને કાં તે એ વાત સાચી ઠરાવવા ખાતર તેમ જ જૈન સાધુઓ બ્રાહ્મણથી નથી હાર્યા એ બતાવવા ખાતર અંત્યજોને જન સંઘમાં લેવા જોઈએ અને ઓછામાં ઓછું જો તેઓ ઇચ્છે તે જૈન મંદિરમાં અને બીજા ઈધર્મસ્થાનમાં તેમને જવા આવવાની છૂટ મળવી જોઈએ. આ તે ધર્મદષ્ટિએ વાત થઈ, પણ સમાજ અને રાજકીય દૃષ્ટિએ પણ જેને આ વસ્તુ ન વિચારે તે તેઓની આ નિર્માલ્યતા અને વિચારહીનતા છે એમ ભવિષ્યની તેમની પ્રજા સમજશે. અને જ્યારે બ્રાહ્મણધર્મો લેકે અસ્પૃશ્યતા દૂર કરશે ત્યારે જ જૈને તેમનું અનુકરણ કરશે તે તેમાં તેમની પિતાની સાંસ્કૃતિક વિશેષતા નહિ હોય. અત્યારે આ પ્રશ્ન માત્ર સહાનુભૂતિ પૂરત નથી. દરેક ગૃહસ્થ કે સંસ્થાના સંચાલકે ઓછામાં ઓછું એક અંત્યજ બાળક કે એક બાળકને પિતાને ત્યાં સમભાવપૂર્વક રાખી જૈન સંસ્કૃતિને નિર્ભય પરિચય આપવો જોઈએ. –પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન, 1932. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2