Book Title: Aspushyo ane Jain Sanskruti Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 1
________________ અસ્પૃશ્યા અને જૈન સંસ્કૃતિ [ ૨૭ ] હજારો વર્ષ પહેલાં પણ ચડાળા અને અંત્યજો તરફ અત્યાર જેટલી જ, કદાચ તેથીયે વધારે અને ઘણી વધારે ઘૃણા તેમ જ તુચ્છ દૃષ્ટિ હતી. તે વખતના જૂના બ્રાહ્મસૂત્રો વાંચવાથી અંત્યજો તરફની એ લાગણીના પ્યાલ આવે. ભગવાન મહાવીરે પેાતાના જીવનથી એ વસ્તુના વિરાધ કર્યાં, અંત્યજો અને અસ્પૃસ્યાને સાધુસંધમાં દાખલ કર્યાં. તેથી બ્રાહ્મણ અને બીજા વૈદિક ઉચ્ચવ માં ક્ષાભ પ્રગટથો, પણ ભગવાને જરાય પરવા ન કરી. અસ્પૃશ્યોને ગુરુપદ આપવુ એને અર્થ એ છે કે તેને બધી જ જાતની શક્તિ કેળવવા માટે સ્વતંત્રતા આપવી. તે વખતના જૈન રાજા અને બીજા ગૃહસ્થા પણ એ અસ્પૃશ્ય જૈન ગુરુઓને અડકવામાં બહુમાન સમજતા, તેમને પગે પડતા અને બ્રાહ્મણ જૈન ગુરુ જેટલા જ તેમનો આદર કરતા. ઉત્તરાધ્યયનમાં ચિત્ત, ભૂતિ અને હરિકેશીબળના એ પ્રસંગા · ભગવાનની એ હિલચાલના દાખલા છે. આ એ ધટનાઓ કચે કાળે બની તે નક્કી · નથી, પણ તે ભગવાનના સમયમમાં અથવા પછી તરત જ બની હાવી જોઈ એ. ચિત્ત અને સંભૂતિ અને ચડાળ બાળકો છે. જ્યારે બ્રાહ્મણોના અને બીજા વૈદિક લાના તિરસ્કારથી દુઃખી થઈ આત્મધાત કરવા તેઓ તૈયાર થાય છે ત્યારે ભગવાનની સાચી દીક્ષા જ તેમને બચાવી લે છે. આ વર્ષાં તિરસ્કાર સામેના પહેલા દાખલા. હરિકેશી ચંડાળ છે. તેને અધા વૈદિક લેકે તરાડે છે અને ધિક્કાર વરસાવે છે, ત્યારે જૈન દીક્ષા એ ચંડાળપુત્રમાં માત્ર તેજ નહિ, પણુ અસાધારણ તેજ દાખલ કરે છે. આ સિવાય બીજા પણ કાઈ કાઈ વિરલ દાખલા છે. મુખ્ય મુદ્દો એ છે કે જૈન સંસ્કૃતિ એટલે જન્મથી નહિ પણ ગુણકમ થી વણૅ ભેદમાં માનનારી સંસ્કૃતિ. અલબત્ત, બૌદ્ધ સંસ્કૃતિ પણ તેવી જ છે, પણ દુઃખની વાત તો એ છે કે · ભગવાન મહાવીરના ઝંડા લઈ કરનાર જૈન સાધુ એ સંસ્કૃતિ ... સાચવી ન શકયા. નવમા સૈકા સુધીના દિગંબર વિદ્વાનોએ બ્રાહ્મણાતી જન્મસિદ્ધ ઉચ્ચતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2