Book Title: Ashtapad Maha Tirth 01 Page 422 to 528
Author(s): Rajnikant Shah, Kumarpal Desai
Publisher: USA Jain Center America NY
View full book text
________________
Shri Ashtapad Maha Tirth
જીંદગીમાં ક્યારેય જોવા ન મળે તેવી મૂર્તિઓનાં મુંબઈવાસીઓએ દર્શન કરી ધન્યતા અનુભવી છે. જયપુરથી મુંબઈ મૂર્તિઓ લાવનાર ભાવિક આત્માઓને ખૂબ ખૂબ ધન્યવાદ છે. એમાં સહકાર આપનાર તમામ ભાઈઓ-બહેનો ધન્યવાદને પાત્ર છે આવી ભવ્યમૂર્તિઓનાં દર્શનથી જીવન ધન્ય બન્યું છે મૂર્તિઓ ઘણી સુંદર હતી.,
- યશોદેવસૂરિ
આ કલિકાલના પંચમ આરાના ભરત મહારાજા બની રત્નમય અષ્ટાપદ બનાવવાની તમારી અલોકિક ભાવનાને જેટલી અનુમોદીએ એટલી ઓછી છે કે જેના દ્વારા કંઇક આત્માઓ દર્શન-વંદન દ્વારા નિર્મલ સમ્યગદર્શન પ્રાપ્ત કરી લે અને કંઈક આત્માઓ રાવણ જેવી જિનભક્તિ દ્વારા અપ્રતિમ પુણ્યાનુબંધી એવા જિનનામકર્મ નિકાચિત કરવા દ્વારા શ્રેય સાધે... સાથોસાથ તમારી આ યશોગાથા વિશ્વવ્યાપી બની તમારા પરિવારનું શ્રેય સાધનારી બને અને આ વિશ્વમાં જિનશાસનની આન-બાન અને શાન વધારનારી બને એવી ચોવીસ પ્રભુને અંતરની આરઝુ...
ભગવાન શ્રી મહાવીરસ્વામીજીને મોક્ષ ગયે ૨૫૦૦ વરસ થયા આપણે સૌ ૨૫૦૦ વરસનો ઇતિહાસ વાંચીએ છીએ. હજુ પાંચમા આરાને ૧૮,૫૦૦ વરસ બાકી છે. ૧૮,૫૦૦ વરસના ઇતિહાસમાં પ. પૂ સાહિત્યક લારત્ન આ. શ્રી વિજય યશોદેવસૂરીશ્વરજી મ. સા તથા ડો. શ્રી રજનીભાઈ જેવા શાસનભકતો પાના મુકી રહ્યા છે. તાજેતરમાં વાલકેશ્વર- દેરાસર, ઉપાશ્રયમાં રત્નોની પ્રતિમાઓને દર્શનાર્થે મુકીને ઇતિહાસ સર્યો છે. દર્શનાર્થે બિરાજમાન કરેલી મૂર્તિઓ સુંદર, આકર્ષક, દેદીપ્યમાન તથા પ્રભાવશાળી હતી. જેમણે એ મૂર્તિઓના દર્શન કર્યા છે તેઓનું જીવન ધન્ય બની ગયું છે.
- જયભદ્રવિજય
પ્રતિમાનાં દર્શન કર્યા પછી અંતરની ઇચ્છા આ પરમાત્માની પ્રતિમા ભારત ભૂમિમાં જ બિરાજમાન થવી જોઇને અને ભારતમાં આવી મૂર્તિનાં દર્શન થવાથી જીવન ધન્ય થઈ ગયું છે અને અમેરિકામાં તો આના દર્શન કર્યા પછી તો આપણને થશે કે આ શું જોયું અને આ શેના દર્શન કર્યા છે? ઓ આ તો અભૂત પ્રતિમાનાં દર્શન કર્યા છે અને તેથી તો આપણું જીવન ધન્ય બની ગયું.
- મીત દોશી (૧૦ વર્ષ)
Excellent, really hats off to you people. All pratimajis are very very good. No word to say more. keep it up.
Reflections.
5 463
-

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107