Book Title: Ashtapad Maha Tirth 01 Page 249 to 335
Author(s): Rajnikant Shah, Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 80
________________ છે સગર ચક્રવર્તીના પુત્રો છે ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર ચરિતાનુયોગનો મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત આ ગ્રંથ ૩૬૦૦૦ શ્લોક પ્રમાણ છે. જે દસ પર્વોમાં વિભાજીત છે. તેના દ્વિતીય પર્વના પાંચમાં સર્ગમાં સગર ચક્રવર્તીના પુત્રોનું અષ્ટાપદ તીર્થની રક્ષા નિમિત્તે નિધન થાય છે તેનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. તેનો અંશ અત્રે આપવામાં આવ્યો છે. - સગર રાજા ચોસઠ હજાર સ્ત્રીઓ સાથે રતિસાગરમાં નિમગ્ન થઈ જતી ઇંદ્રની પેઠે ક્રીડા કરવા લાગ્યા. તેને અંતઃપુરના સંભોગથી થયેલી ગ્લાનિ, વટેમાર્ગુનો શ્રમ જેમ દક્ષિણ દિશાના પવનથી નાશ પામે તેમ સ્ત્રીરત્નના ભોગથી નાશ પામ્યો. એવી રીતે હંમેશાં વિષયસુખ ભોગવતાં તેમને જન્દુકુમાર વગેરે સાઠ હજાર પુત્રો થયા. ઉદ્યાનપાલિકાએ પાળેલાં ઉદ્યાનના વૃક્ષો વૃદ્ધિ પામે તેમ ધાવમાતાએ પોષણ કરેલા તે પુત્રો અનુક્રમે વૃદ્ધિ પામ્યા. તેઓ ચંદ્રની જેમ ધીમે ધીમે સર્વ કળા ગ્રહણ કરી શરીરની લક્ષ્મીરૂપી વલ્લીના ઉપવનરૂપ યૌવનવયને પ્રાપ્ત થયા. તેઓ બીજાઓને પોતાની અસ્ત્રવિદ્યામાં કુશળતા બતાવવા લાગ્યા અને ન્યૂનાધિક જાણવાની ઇચ્છાથી પારકું અસ્ત્રકૌશલ્ય જોવા લાગ્યા. કળા જાણનારા તેઓ ઘોડા ખેલવાની ક્રિીડામાં ઘોડાઓને સમુદ્રના આવર્તની લીલા વડે ભ્રમણ કરાવી દુર્દમ એવા તોફાની ઘોડાઓને પણ દમતા હતા. દેવતાઓની શક્તિનું પણ ઉલ્લંઘન કરનાર તેઓ વૃક્ષનાં પત્રને પણ સ્કંધ ઉપર નહીં સહન કરનાર એવ ઉન્મત્ત હાથીઓને તેમના સ્કંધ ઉપર ચડીને વશ કરતા હતા. મદથી શબ્દ કરતા હાથીઓ જેમ વિંધ્યાટવીમાં રમે તેમ સફળ શક્તિવાળા તેઓ પોતાના સવયસ્ક મિત્રોથી પરિવૃત થઈને સ્વેચ્છાએ રમતા હતા. એક દિવસે રાજસભામાં બેઠેલા ચક્રવર્તીને બળવાન કુમારોએ આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી – “હે પિતાજી! પૂર્વ દિશાનું આભૂષણ માગધપતિ દેવ, દક્ષિણ દિશાનું તિલક વરદામપતિ, પશ્ચિમ દિશાનો મુગટ પ્રભાસપતિ, પૃથ્વીની બે ભુજા જેવી એ બાજુ રહેલી ગંગા અને સિંધુદેવી, ભરતક્ષેત્રરૂપી કમલની કર્ણિકા સમાન વૈતાઢ્યદ્રિકુમારદેવ, તમિસ્ત્રાગુફાનો અધિપતિ ક્ષેત્રપાળ સદશ કતમાળ નામે દેવ અને ભરતક્ષેત્રની મર્યાદાભૂમિના સ્તંભરૂપ હિમાચલકુમારદેવ, ખંડકપાતાગુફાનો અધિષ્ઠાયક ઉત્કટ એવો નાટ્યમાલ નામે દેવ અને નૈસર્પ વગેરે નવ નિધિના અધિષ્ઠાયક નવ હજાર દેવતાઓએ સર્વ દેવતાઓને તમે સાધારણ મનુષ્યની જેમ સાધ્ય કર્યા છે. વળી તેજસ્વી એવા આપે અંતરંગ શત્રુઓના પવર્ગની જેમ આ પખંડ પૃથ્વીતલ પોતાની મેળે જ પરાજય પમાડ્યું છે. હવે તમારી ભુજાના પરાક્રમને યોગ્ય કોઈ પણ કાર્ય અવશેષ રહ્યું નથી કે જે કરીને અમે તમારું પુત્રપણું બતાવી આપીએ; માટે હવે તો પિતાજીએ સાધેલા આ સર્વ ભૂતળમાં સ્વેચ્છાએ વિહાર Sagar Chakravarti's sons Vol. I Ch. 5-A, Pg. 183-188 Sagar Chakravarti's sons - 288 રે

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87