Book Title: Ashtapad Maha Tirth 01 Page 249 to 335
Author(s): Rajnikant Shah, Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 84
________________ Shri Ashtapad Maha Tirth છે? અરે! અવિચારપૂર્વક કાર્ય કરનારા તમે ભવનપતિઓનાં શાશ્વત ભવનોને આ શો ઉપદ્રવ કર્યો? અજિતસ્વામીના ભાઈના પુત્ર થઈને તમે પિશાચની જેમ આ દારૂણ કર્મ કેમ કરવા માંડ્યું?” પછી જહુએ કહ્યું- “હે નાગરાજ ! અમારાથી થયેલા તમારા સ્થાનભંગથી પીડિત થઈને તમે જે કહો છો તે ઘટિત છે, પણ દંડરત્નવાળા અમોએ તમારા સ્થાનનો ભંગ થાય એવી બુદ્ધિથી આ પૃથ્વી ખોદી નથી, કિંતુ આ અષ્ટાપદ પર્વતના રક્ષણને માટે ફરતી ખાઈ કરવા અમે આ પૃથ્વી ખોદી છે. અહીં અમારા વંશના મૂળપુરુષ ભરતચક્રીએ રત્નમય ચૈત્ય અને સર્વ તીર્થકરોની રત્નમય સુંદર પ્રતિમાઓ કરાવેલી છે. ભવિષ્યમાં કાળના દોષથી લોકો તેને ઉપદ્રવ કરશે, એવી શંકા લાવીને અમે આ કામ કર્યું છે. તમારાં સ્થાનો તો ઘણા દૂર છે એમ જાણીને અમને તેના ભંગની શંકા થઈ નહોતી, પણ આમ થવામાં આ દંડરત્નની અમોઘ શક્તિનો જ અપરાધ જણાય છે, માટે અહંતની ભક્તિથી અવિચારીપણે અમે જે કામ કર્યું છે તે તમે ક્ષમા કરો અને હવે ફરીથી અમે તેમ કરશું નહીં? એવી રીતે જન્દુકુમારે પ્રાર્થના કરાયેલો નાગરાજ શાંત થયો, કારણ કે સપુરુષોના કોપાગ્નિ શાંત કરવામાં સામેવાણી જળરૂપ થાય છે. પછી હવે ફરીથી તમે આવું કરશો નહીં એમ કહી સિંહ જેમ ગુફામાં જાય તેમ નાગપતિ નાગલોકમાં ગયો. નાગરાજ ગયા પછી જહુએ પોતાના નાના ભાઈઓને કહ્યું – “આપણે અષ્ટાપદની ફરતી ખાઈ તો કરી, પણ પાતાળ જેવી ગંભીર છતાં આ ખાઈ, માણસની મોટી આકૃતિ પણ બુદ્ધિ વિના જેમ શોભતી નથી તેમ જળ વિના શોભતી નથી. વળી કોઈ કાળે આ પાછી રજથી પૂરાઈ પણ જાય, કારણ કે કાળે કરીને મોટા ખાડા હોય છે તે પણ સ્થળરૂપ થઈ જાય છે, માટે આ ખાઈ ઘણા જળથી અવશ્ય પૂરવી જોઈએ. પણ ઊંચી તરંગવાળી ગંગા વિના તે કામ પાર પડી શકશે નહીં.” આ પ્રમાણે સાંભળીને “તમે કહો છો તે ઘણું સારું છે' એમ તેના ભાઈઓએ કહ્યું એટલે જજુએ જાણે બીજો યમદંડ હોય તેવું “દંડરત્ન હાથમાં લીધું. તે દંડરત્ન વડે ગંગા કાંઠોને ઈંદ્ર જેમ પર્વતના શિખરને તોડે તેમ તોડી નાખ્યો દંડે કાંઠો તોડવાથી તે રસ્તે ગંગા ચાલી, કારણ કે સરલ પુરુષની જેમ જળ જ્યાં લઈ જઈએ ત્યાં જાય છે. તે વખતે ગંગાનદી પોતાના ઉછળતા મોટા તરંગોથી જાણે તેણે પર્વતના શિખરો ઊંચા કર્યા હોય તેવી જણાતી હતી અને તટ ઉપર અફળતા પાણીથી ઉત્પન્ન થતા શબ્દો વડે જાણે જોરથી વાજિંત્રો વગાડતી હોય તેવી દેખાતી હતી. એવી રીતે પોતાના જળના વેગથી દંડે કરેલા પૃથ્વીના ભેદને બમણો પહોળો કરતી ગંગા સમુદ્રની જેમ અષ્ટાપદ ગિરિની ફરતી કરેલી ખાઈ પાસે આવી. એટલે હજાર યોજન ઊંડી અને પાતાળની જેવી ભયંકર તે પરિખાને પૂરવાને તેઓ પ્રવર્યા. જહુએ અષ્ટાપદ પર્વતની ખાઈ પૂરવાને ગંગાને ખેંચી, તેથી તેનું નામ જાન્હવી કહેવાયું. ઘણા જળથી તે પરિખા પૂરાઈ ગયા પછી વધેલું જળ ધારાયંત્રની જેમ નાગકુમારોનાં સ્થાનોમાં પેઠું. રાફડાની જેમ નાગકુમારના મંદિરો જળથી પૂરાઈ ગયાં, એટલે દરેક દિશામાં ફૂંફાડા મારતા નાગકુમારો આકુળવ્યાકુળ થઈ ત્રાસ પામવા લાગ્યા. નાગલોકના ક્ષોભથી સર્પરાજ વલાપ્રભ અંકુશે મારેલા હાથીને જમ ભયંકર આકૃતિપૂર્વક કોપાયમાન થયો અને બોલ્યો- “એ સગરના પુત્ર પિતાના વૈભવથી દુર્મદ યેલા છે, તેથી તેઓ સામને યોગ્ય નથી, પણ ગધેડાની જેમ દંડને જ યોગ્ય છે. અમારા ભુવનોનો નાશ કરવાનો એક અપરાધ મેં સહન કર્યો અને શિક્ષા ન કરી તો ફરીથી તેમણે આ અપરાધ કર્યો, માટે હવે ચોર લોકોને જેમ આરક્ષક પુરુષ શિક્ષા કરે તેમ હું તેમને શિક્ષા કરું.” આ પ્રમાણે ઘણા કોપના આટોપથી ભયંકર રીતે બોલતો, અકાળે કાળાગ્નિની જેમ ઘણી દીપ્તિથી દારૂણ દેખાતો અને વડવાનલ જેમ સમુદ્રને Sagar Chakravarti's sons - 292 -

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87