Book Title: Ashtadash Sahasra Shilanga Granth
Author(s): Saumyajyotishreeji
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 14
________________ વર્ષનાં ચારિત્ર પર્યાયમાં અનેરી સાધના કરી સુકૃત બાંધી લીધું. જીવનમાં વર્ષીતપ, સિદ્ધિતપ, આયંબિલની ઓળી વગેરે કરી હતી. અંતે જાણે કાયાની પાસેથી કામ લેવા ઇચ્છતા ન હોય, તેમ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં શ્રેણિતપની સાધના કરી. અધ્યવસાયની વિશુદ્ધિ દ્વારા ઘણા કર્મની નિર્જરા કરી, આયુ પૂર્ણ કરી દિવ્યની વાટે સંચરી ગયા. સ્વપ્ને પણ ખ્યાલ નહીં કે પોષ વદ ૧૦ ના દિવસે પૂજ્યશ્રી અમને સદાને માટે મૂકીને ચાલ્યા જશે. ભવના સાથી મોહનાં બંધનો તોડી સુવર્ણ પિંજરામાં પૂરાયેલ આત્મા ચાલી ગયો. અને તે પિંજરને છોડી જાણે આત્મપંખીડું રત્નનાં પિંજરામાં પૂરાઇ ગયું. એ પ્રસંગ યાદ આવતાં વિરહની સરવાણી વહી નીકળે છે, તમને સૌમ્ય-હિતની યાદ પણ ન આવી ? મારી અધૂરી જીવન સફરમાં દર્શન આપશો ? મારા જીવનબાગને નવપલ્લવિત કોણ ક૨શે ? ગુરુનૈયા? જ્ઞાનાભ્યાસમાં કોણ આગળ વધારશે ? આવી વિચારધારા ચાલી રહી હતી તેમાંથી અવાજ ઉઠે છે સંયમ આરાધના સુંદર થાય એવી દેજો શક્તિ, આપનું નામ દિ ના ભૂલું, દેજો અવિચલ ભક્તિ. ઓ કરુણામયી માતા ? આપની ધર્મપુત્રી આપના ઉપકારો તથા નિર્મલગુણોનું અહોનિશ રટણ કરીને આનંદની અનુભૂતિ કરે છે. વહાલ ભરેલ આપના હૈયાની કોમળ મધુર લાગણીઓ મારા હૈયાને ખૂણે હજી પણ અવિસરાયેલી પડી છે. આપના ચરણકમલમાં મસ્તક નમાવી, અંતરના ભાવની શુદ્ધિ કરવા, મારા અપરાધોની ક્ષમાપના કરી, જીવનનો ઉદ્ધાર કરવા માટે ખોળો પાથરું છું. માતાજી ! પુત્રીના હૈયાની પીડા માવડી વિના કોણ જાણી શકે ? તેથી જ કહેવાય છે કે-‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’’ તો પણ માતાજી ? આપના ઉપર અખંડ શ્રદ્ધા છે કે એક દિન સૂનું મારું મનમંદિર ઉજ્જવલ થશે. એકદિન તમારા પ્રેમભરેલા પાવન પગલાં થશે. તેથી જ માતાજી ! મારી એક વિનંતી અવધારજો. ઓ દિવ્યલોકના વાસી ! આ અભાગી ઉપર કૃપાદ્રષ્ટિ ફેલાવજો. અદ્રશ્યરીતે સહાય ક૨જો ને આપનો આત્મા પણ જલ્દીથી મોક્ષસુખને પામો એજ પ્રાર્થના કરું છું. ૧૩ સા. શ્રી સૌમ્યજ્યોતિશ્રીજી તથા સા. શ્રી હિતધર્માશ્રીજી સા. શ્રી પૂર્ણજ્યોતિશ્રીજી

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 698