Book Title: Ashtadash Sahasra Shilanga Granth
Author(s): Saumyajyotishreeji
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 12
________________ ત્યારે કોલેજ જવાના બહાને ઉપાશ્રયમાં બેસી તત્ત્વજ્ઞાન મેળવ્યું. અંતે નિશ્ચય કર્યો કે, વિષય-કષાયોથી ભરપૂર સંસાર-વાસમાં રહેવું નથી ! માતા-પિતાને મહામહેનતે સમજાવી રજા મેળવી. એક દિ' જીવનસાથી સમા એ ગુરુમાતાના ચરણમાં જીવન સમર્પિત કરી દીધું. અણગારી આલમમાં પ્રવેશ કર્યા પછી મારા જીવનનું એમણે જે ઘડતર કર્યું, તે કેવલ મારો આત્મા જ જાણે. મારા ઉપર એમનાં અગણિત ઉપકારો છે. તેનું પૂર્ણ વર્ણન કરવા અસમર્થ છું. છતાં પ્રથમ નંબરમાં એમનો “વાત્સલ્યભાવ" તો હું ભૂલી શકું એમ નથી. એમનાં વાત્સલ્યભાવે અને અસીમકૃપાએ મારા જીવનમાં આત્મજ્ઞાનની જ્યોત જલાવી દીધી. એમનાં પ્રેમવાત્સલ્યભાવમાં સાત્ત્વિકતા હતી. પ્રેમ એ તો પ્રાણાનો પ્રકાશ છે. વિશ્વની સૌરભ છે. પથ્થરમાંથી પણ અમીઝરણાં પ્રગટાવવાની એમાં શક્તિ છે. જે પ્રેમ સ્મશાનમાં નંદનવન સર્જી શકે, એવો પ્રેમ તો હૈયાનું અમૃત છે. જેના હૈયામાં પ્રેમનું અમૃત-ઝરણ પ્રગટટ્યું નથી, તેના હૈયાને હૈયું કહી શકાય જ નહીં. એ તો હાડકાનું માળખું કહેવાય. પ્રેમ ! આત્માની પ્રતિમા ! ત્યાગનું પૂર્વ સ્વરુપ ! પ્રકૃતિનું ચિરંજીવી ગીત ! આવા દિવ્ય પ્રેમનો શું કશો જ પ્રભાવ ન હોય ! જ્યાં ઉરનાં અજવાળાં, ધર્મનું બળ અને તપત્યાગનાં તેજ છે, ત્યાં ન હોય વાસના કે વિકાર ! કેવળ સાત્ત્વિકતાની જ અનુભૂતિ થાય છે. આવા જ અનન્ય વાત્સલ્ય ગુણથી એમની પાસે આવનારો ધર્મ પામી જતો. કે એમની વાણી એટલે પ્રેમની પાવનધારા ! નેહ નીતરતી આંખડી ! મીઠાં મીઠાં વેણ ! ખીલ્યા કમળની પાંખડી સમ નમણાં નેણ ! આ બધાના દર્શને મોહ-મમતાનાં પટલો હટી જાય. તેથી જ બાળકાઓના તેઓશ્રી પ્યારા હતા. તેમણે જીવનનિર્માણ કરવા સ્નેહની ગંગા વહાવી. આતમને ઉજ્જવળ કરવા પ્રેમની જ્યોત જલાવી, ઓ વાત્સલ્યમયી માતા ! શું કહું ? આપનાં વાત્સલ્યગુણે કેટલાય જીવોનાં જીવનને ધર્મપંથે વાળ્યા. જ્ઞાનોપાસનાના પ્રેમી અભ્યાસ કરવાની અને કરાવવાની એમની તમન્ના અજોડ હતી. ભણવાની દરેક સામગ્રી પોતે જ લઇ આવે. મને જ્ઞાનાભ્યાસમાં આગળ વધારનાર એમનો ઉપકાર અવિસ્મરણીય છે. મને ભણાવતાં જાય અને કહે કે તું ભણે તેમાં મારો ક્ષયોપશમ ખીલે છે. મને તો ઘણો જ લાભ છે. તેઓશ્રીએ ન્યાય-વ્યાકરણ પ્રકરણાદિ ગ્રંથોનું વાંચન ચિંતન સુંદર રીતે કરેલ અને કરાવેલ. વિહાર દરમિયાન ગામડાઓમાં પુસ્તકના ભંડારો સરખા કરી દે, આમ પૂજ્યશ્રી શ્રુતભક્તિનાં અજોડ પ્રેમી હતા. આજે જે કાંઇ મારામાં યતકિંચિત્ જ્ઞાન-ચારિત્ર કે શ્રદ્ધા છે તે આ મારા ગુરુમાતાનો જ પ્રભાવ છે. પાપ ભીરુતા એમનામાં આ ગુણ ખૂબ જ મોટા પ્રમાણમાં વિકસિત હતો. કોઇ પણ પાપ થાય કે તેના વિચારો ઉદ્ભવે કે તે જ ક્ષણે વાળી નાંખતાં. જેથી તેનાં વિપાકો અનુભવવા ન પડે. કેટલીકવાર એમની આંખમાં હું આંસુ નિહાળી પૂછું કે-ગુરુજી ! આજ આંસુ કેમ? તો કહે કે-સૌમ્ય ! અશુભ વિચારોથી ઉદ્ભવેલ પાપોનું પ્રક્ષાલન કરું છું. અને પછી સઘળી વાતો કરે, નિખાલસતા ખૂબ જ હતી. કેટલીકવાર લાગણીવશ થઇ કોઇને સત્ય કહી દે અને સામી વ્યક્તિને દુઃખની લાગણી અનુભવતા જુએ કે તરત જ એમનું હૃદય દ્રવી ઉઠે અને પ્રતિક્રમણ કરતાં પહેલાં તે વ્યક્તિ પર્યાયમાં મોટા હોય કે નાના હોય, પણ “મિચ્છામિ દુક્કડ” દઇ પાપનું પ્રમાર્જન કરી દેતા, ધન્ય નમ્રતા ! અપરાધી ઉપર ક્ષમા મારા જેવી કેટલીકવાર અપરાધ કરે, કોઇ કારણસર ઉગ્રતા વ્યાપે કે તરત જ મીઠાશથી કહે ? સૌમ્ય ! આ ભાવમાં આયુષ્ય બંધાઇ જાય તો તારી કઇ ગતિ થાય ? કર્મનાં ખેલ નિરાલાં છે. તેને વિચાર, ભૂલથી બંધાયેલ કર્મો તારા જીવનને મલિન બનાવી દેશે. આ સાંભળી અપરાધની ક્ષમા માગું કે, એમની *૧૧ ) 27 k 2 k* * * * * *


Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 698