Book Title: Ashatana ane Antaray
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 3
________________ આશાતના અને અંતરાય કરી શકાય ? પ. પૂ. શ્રી દેવચંદ્રજી મહારાજે શ્રી શાન્તિનાથ ભગવાનના સ્તવનમાં લખ્યું છે કે : દક્ષિણ પશ્ચિમ ઉત્તર દિશિમુખ ઠવણા જિન ઉપગારી રે; તસુ આલંબન લહીય અનેકે, તિહાં થયા સમકિતધારી રે. આ સ્તવનમાં દેવચંદ્રજી મહારાજે સમવસરણની વાત કહી છે. સમવસરણમાં સહુ કોઈ જઈ શકે છે. ભગવાન સમવસરણમાં પૂર્વાભિમુખ હોય છે. અન્ય દિશામાં બેઠેલા લોકોને પણ ભગવાનનાં સાક્ષાત્ દર્શન થાય એ માટે દેવો બાકીની ત્રણે દિશામાં ભગવાનની જીવંત પ્રતિકૃતિની સ્થાપના કરે છે. એ એવી આબેહૂબ હોય છે કે જોનારને એમ નથી લાગતું કે અમે ભગવાનને બદલે એમની પ્રતિકૃતિ જોઈએ છીએ. સમવસરણની રચના બધાંને દર્શનનો લાભ મળે અને ભગવાનની પવિત્ર દેશના સાંભળવા મળે એ માટે હોય છે. ત્યાં શૂદ્રાદિ, મિથ્યાત્વી અન્ય ધર્મી લોકો પણ ભગવાનનાં દર્શન કરે છે. અરે, પશુપંખીઓ પણ ત્યાં આવે છે. પરંતુ એ માટે સમવસરણના દરવાજા બંધ કરવામાં નથી આવતા અથવા બોર્ડ મૂકવામાં નથી આવતું અને આવે તોપણ ભગવાન એટલે ઊંચે બિરાજમાન હોય છે કે દરવાજાનું કે બોર્ડનું ખર્ચ માથે પડે. વળી, મહત્ત્વની વાત તો એ છે કે કેટલાય ભવ્ય જીવોને પ્રતિકૃતિ અર્થાત્ પ્રતિમા જોતાં જ ત્યાં સમવસરણમાં જ સમક્તિ પ્રાપ્ત થાય છે. સમવસરણમાં ભગવાન કે એમની પ્રતિકૃતિને કોઈનો ઓછાયો લાગતો નથી તો દેરાસરોમાં ભગવાનની પ્રતિકૃતિ પ્રતિમાને કોઈનો ઓછાયો કેમ લાગી શકે ? દેરાસરોમાં તો યુરોપિયનો, કે અન્ય વિદેશોના પ્રવાસીઓને અથવા આપણા દેશના અન્ય ધર્મીઓને આવવા દેવાય છે. તેઓ હોય છે પ્રવાસી, પણ તેઓમાંના કોઈકને ભગવાનની પ્રતિમાના આકારની માછલીને જોતાં જો સક્તિ થવાનાં ઉદાહરણ શાસ્ત્રમાં હોય તો બીજા લોકોમાંથી કોઈકને કેમ સમક્તિ ન થાય ? અલબત્ત, દેરાસરની અંદર આવનારે દેરાસરના આચારનું પાલન કરવું જોઈએ. ૩૪૧ નળદમયંતીની પૌરાણિક કથા છે. દ્યૂતમાં હારી જતાં તેઓને વનમાં ચાલ્યા જવાનો આદેશ થયો છે. વનમાં દમયંતીને મૂંઝવણ થઈ. તેને રોજનો નિયમ હતો કે ભગવાનની રોજ પૂજા કરીને પછી આહાર લેવો. પણ વનમાં જિનપ્રતિમા ક્યાંથી હોય ? પણ દમયંતી કલાકારીગીરીમાં હોંશિયાર હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6