Book Title: Ashatana ane Antaray Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 6
________________ 344 જિનતત્ત્વ દેરાસરમાં પ્રવેશતાં જ વચ્ચે બોર્ડ આવે અને માણસ પત્રિકાઓ વાંચવા રોકાય, તો એની “નિસિહ'નો ભંગ થાય છે. ક્યારેક તો સમાચાર એવા હોય છે કે ભક્તનું મન પ્રભુનાં ન કરતાં કરતાં એના વિચારે ચડી જાય છે. પરિણામે દર્શન-પૂજામાં એવી એકાગ્રતા રહેતી નથી. આમ દેરાસરના દરવાજા પાસે ઊંચું પાટિયું રાખવાથી કેટલાય લોકોને દર્શનનો લાભ - મળતો નથી. જેઓ દેરાસરનાં પગથિયાં ન ચડી શકે એવા વૃદ્ધો તથા અપંગોને ભગવાનનાં દર્શન સહજ રીતે થતાં નથી. કોઈ ઊંચકીને લઈ જાય તો થાય, પણ બધા વૃદ્ધો પાસે એવી સગવડ હોતી નથી. આમ દેરાસરના દરવાજામાં બોર્ડ રાખીને કેટલાક લોકોને દર્શન કરતા અટકાવવા એમાં અંતરાય કર્મ બંધાય છે? અંતરાયનો આશય ન હોય તો પણ અંતરાય અવશ્ય થાય છે. જો અંતરાય કર્મ બંધાતાં હોય તો તે કોને લાગે ? ટ્રસ્ટીઓને ? સંઘપતિઓને ? એની પ્રેરણા કરનાર સાધુ મહારાજને ? તે વ્યક્તિગત બંધાય કે સામુદાયિક બંધાય ? આ બધા પ્રશ્નોના જવાબ તો જ્ઞાની ભગવંતો આપી શકે. વળી આશાતના અને અંતરાય કર્મ એ બેમાં શું વધુ ગંભીર ? આશાતના એટલે આય + શાતના, આય એટલે આવક, નફો ઇત્યાદિ, શાતના એટલે ક્ષતિ. આશાતના એટલે વેપારી ભાષામાં કહેવું હોય તો નફે નુકસાન એટલે અશાતના દોષ જેટલો લાગે તેના કરતાં અંતરાયકર્મ વધુ ગંભીર ગણાય. આ વિષય પર મેં લખ્યું છે તે મારી સમજ પ્રમાણે લખ્યું છે. એમાં કોઈ દોષ હોય તો તે માટે ક્ષમાપ્રાર્થી છું. જ્ઞાની ભગવંતો આ વિષયમાં વધુ પ્રકાશ પાડે અને યોગ્ય માર્ગદર્શન આપે એમ ઇચ્છું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6