Book Title: Asatya
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 3
________________ અસત્ય - 65 બચાવવાના લોભમાં આવીને એ ચાર માણસો ઉપર આઠ માણસોનો ભાર નાખે છે એ પણ એમના ઉપરનો ત્રાસ જ કહેવાય; અને ત્રાસ અને હિંસા એ બન્ને પર્યાય-શબ્દો છે; એટલે શેઠના મનમાં લોભનો પ્રવેશ થતાં અસત્યનું આચરણ થયું અને એમ થતાં એમાંથી હિંસાનો પ્રાદુર્ભાવ થયો. આ રીતે હિંસા અને અસત્ય એ બન્ને એકબીજાં ગાઢ સંબંધવાળાં છે, એમને બન્નેને છૂટાં પાડી શકાતાં નથી. તેમ છતાં લોભના, ક્રોધના, અહંકારના કે એવા બીજા કોઈ દુર્ગુણના આવેશમાં આવનારો માનવ જે સત્ય પોતાના ધ્યાનમાં છે, મનમાં બરાબર સમજાયેલ છે તેને અવગણીને વ્યવહાર અને પોતાની સુખસગવડ ગોઠવે છે. આનું નામ એટલે સત્યની અવગણના કરવાનું નામ અસત્ય અને એમ થતાં એમાંથી હિંસાની પ્રવૃત્તિ આપોઆપ પેદા થાય છે એ દીવા જેવું ચોખું છે. છતાં આપણે લોકો તૃષ્ણાના આવેશમાં આવીને હિંસા કરવા છતાં અસત્ય કરીએ છીએ એ હકીકતને સમજવા તૈયાર નથી. પરંતુ વાસ્તવિકતાનો તેથી અપલોપ થઈ શકતો નથી. જે સાધક વા મુમુક્ષુ વા ભક્તજન હિંસાને તજવાના વિચારનો હોય તેણે અસત્યનો ત્યાગ જ કરવાનો રહ્યો અને જે સાધક, મુમુક્ષુ વા ભક્તજન અસત્યને તજવાના સંકલ્પવાળો છે તેણે ક્રોધ, લોભ, અહંકાર આ બધી વૃત્તિઓનો ત્યાગ કરવાનો પ્રયત્ન કરવો જ રહ્યો. આમ થાય તો જ આપણા ખ્યાલમાં સત્ય અને અહિંસાના સંબંધનો, એકબીજાની ઓતપ્રોતતાનો ખ્યાલ આવે. જ્યાં સુધી આપણે એમ સમજીએ, સ્થૂલભાવે એમ માનીએ કે જીભથી ખોટું બોલવું તે અસત્ય અને કોઈને મારવું તે હિંસા અને આ બન્ને વચ્ચે કોઈ સંબંધ જ ક્યાં છે, ત્યાં સુધી આપણે સત્યનું અને અહિંસાનું પાલન નથી કરી શકવાના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3