Book Title: Asatya Author(s): Bechardas Doshi Publisher: Z_Sangiti_004849.pdf View full book textPage 1
________________ ૬. અસત્ય હિંસા અને અસત્ય એ બન્ને એકબીજાનાં પોષક છે. અસત્ય હોય છે ત્યાં હિંસા હોય છે અને હિંસા હોય છે ત્યાં અસત્ય હોય છે. કોઈ એમ કહી શકે કે અસત્યનો સંબંધ તો ભાષા સાથે છે અને હિંસાનો સંબંધ તો કોઈ પ્રાણીને દૂભવવા સાથે છે તો પછી અસત્ય અને હિંસા એ બે વચ્ચે એકબીજાને પોષકપણું કેમ સંભવી શકે ? સ્કૂલ રીતે વિચારતાં સંભવ છે કે અસત્ય અને હિંસા વચ્ચે મેળ ન જણાય, પરંતુ જરા વિશેષ ઊંડા ઊતરીને વિચારીએ તો સ્પષ્ટ જણાશે કે જેમ સત્ય અને અહિંસા એકબીજાં પરસ્પર સંકળાયેલાં છે તેમ અસત્ય અને હિંસા એ બન્ને દુર્ગુણો પણ એકબીજા સાથે સંકળાયેલાં છે. કોઈ એમ પણ પૂછવા તૈયાર થાય કે ગુસ્સામાં આવીને મેં એક માણસને તમાચો માર્યો, આ હિંસા તો કહેવાય એ તદ્દન ચોખ્ખી વાત છે; પણ આ હિંસાની પ્રવૃત્તિનો અસત્ય સાથે શી રીતે મેળ ખાય? જે વસ્તુ જેવી છે તેવી સમજવી અને વ્યવહાર પણ તેવી સમજણને અનુસરીને કરવો આનું નામ સત્ય અને એથી ઊલટું હોય તે અસત્ય; જેમકે કોઈ બે ભાઈઓ છે. તે બે ભાઈઓ જ્યાં સુધી એકબીજાના ભ્રાતૃધર્મને બરાબર સમજે, એક બીજા માટે ઘસાવામાં પરમ આનંદ અને સંતોષ અનુભવે, તથા એકબીજા માટે પ્રાણ આપવાનો પ્રસંગ આવે તો પણ સંકોચ ન રાખે અને આ જાતનો ઉત્તમોત્તમ પ્રકારના ભ્રાતૃધર્મને અનુસરે ત્યાં સુધી ભાઈઓ ઉત્તમ રીતે સત્યનું આચરણ કરે છે. તેમણે પોતાની વચ્ચેના ભ્રાતૃધર્મને યથાર્થ રીતે સમજેલ છે અને સમજ્યા પ્રમાણે તેઓનું આચરણ પણ છે, આ સત્યનું આચરણ થયું. હવે જ્યારે એક ભાઈ પોતાની વાસના-તૃષ્ણાને વશ થઈને પોતાને કાંઈ ઓછું પડતાં બીજા પોતાના ભાઈ ઉપર હાથ ઉગામે ત્યારે એ હિંસાની શરૂઆત થઈ અને એ સાથે અસત્યની પણ શરૂઆત થઈ ગઈ. જો તમાચો મારનાર ભાઈ પોતાના ભાઈને વાસ્તવિક ભાઈ સમજતો હોય તો તે કદી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3