Book Title: Arya Vajraswami
Author(s): Taraben R shah
Publisher: Z_Yatindrasuri_Diksha_Shatabdi_Smarak_Granth_012036.pdf

View full book text
Previous | Next

Page 1
________________ આર્ય વજસ્વામી n પ્રો. તારાબહેન રમણલાલ શાહ આમ દીક્ષાના આવા સોળ પ્રકાર શાસ્ત્રકારોએ બતાવ્યા છે. ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણ પછી એમના શાસનકાળમાં સુધર્માસ્વામીની પરંપરાએ લગભગ પાંચસો વર્ષે આવનાર આર્ય વજસ્વામી છેલ્લા દસપૂર્વધર મહાત્મા હતા. આર્ય સૂક્તિના ગચ્છમાં તેઓ તેરમા પટ્ટધર હતા. વજ્રસ્વામી જૈન શાસનની મહાન વિભૂતિઓમાંના એક ગણાય છે. જૈન ધર્મ પ્રમાણે પૂર્વની સંખ્યા ચૌદની છે. છેલ્લા શ્રુતકેવલી ભદ્રબાપુ સ્વામી ચૌદ પૂર્વના જાણકાર હતા. સ્થૂલિભદ્ર ચૌદ પૂર્વમાંથી દસ પૂર્વ સૂઝથી અને અર્થથી જાણતા હતા અને છેલ્લા ચાર પૂર્વના માત્ર સૂત્રથી જાણકાર હતા, અર્થથી નહિ. એમનામાં ઉદ્ભવેલા શિક માનબાયને કારણે ભરબાપુસ્વામીએ એમને બાકીનાં ચાર પૂર્વ અર્થથી ભણાવ્યાં નહોતાં. ચૌદમાંથી દસ પૂર્વના જાણકાર અથવા ધારણહાર સાધુ ભગવંત દસપૂર્વધર કહેવાય છે. વજસ્વામી એવા દસપૂર્વધર હતા. પૂર્વ અથવા પૂર્વક્રુત એટલે શું ? પ્રત્યેક તીર્થંકરના શાસનકાળમાં તેમની પૂર્વે થયેલા તીર્થંકરના કાળનું ચાલ્યું આવતું શ્રુતજ્ઞાન અથવા શ્રુતસાહિત્ય તે પૂર્વશ્રુત કહેવાય છે. એ પૂર્વશ્રુતમાં તે સમયે પ્રવર્તમાન તીર્થંકરના કાળનું શ્રુતસાહિત્ય અથવા ધર્મવિષયક સાહિત્ય ઉમેરાય છે, એમ પ્રત્યેક તીર્થંકરના સમયનું સાહિત્ય ઉમેરાઈને ધર્મમાહિત્યનો રાશિ વિશાળ બનતો જાય છે. આ રીતે કુલ ચૌદ પૂર્વ બન્યાં છે, કારણ કે તે પુનરાશિ ચૌદ વિષયવિભાગમાં વહેંચાયેલો છે. પ્રાચીન પ્રાગૈતિહાસિક કાળમાં લેખન-મુદ્રાનો સાધનો નહોતાં. ગુરુમુખેથી સાંભળીને દિદો જ્ઞાન ગ્રહણ કરતા. શ્રુત એટલે સાંભળેલું. તેથી તે સાહિત્ય કહેવાયું. તીર્થંકર ભગવાન જે દેશના આપે ને ગણધર ભગવંતો ઝીલીને હાદાંગીની રચના કરે. દાદાગી એટલે બાર અંગમાં અથવા વિભાગમાં વહેંચાયેલો તીર્થંકર ભગવાનનો ઉપદેશ. બારમા અંગનું નામ છે દષ્ટિવાદ. તે અત્યારે સુપ્ત છે. આ વિશાળ પૂર્વદ્યુત તે દરિયાદનો ભાગ છે. તેમાં જીવન અને જગતના મહત્ત્વના તમામ વિષયોની અત્યંત સૂક્ષ્મ રીતે છણાવટ કરવામાં આવી છે. ચૌદ પૂર્વનાં નામ આ પ્રમાણે છે : ૧. ઉત્પાપ્રવાહ, ૨, અગ્રાયણીયપ્રવાહ, ૩. વીર્યપ્રવાદ, ૪. અસ્તિનાસ્તિપ્રવાદ, ૫. જ્ઞાનપ્રવાદ, ૬. સત્યપ્રવાદ, ૭. આત્મપ્રવાદ, ૮. કર્મપ્રવાદ, ૯. પ્રત્યાખ્યાનપ્રવાદ, ૧૧. કલ્યાણપ્રવાદ, ૧૨. પ્રાણ-આયુપ્રવાદ, ૧૩, ક્રિયાવિશાલપ્રવાદ અને ૧૪. લોકનિંન્દુસારપ્રવાદ, Jain Education International આપણા પૂર્વશ્રુતનું કદ આપણે કલ્પી ન શકીએ એટલું મોટું છે. એ કેટલું મોટું છે તે બતાવવા માટે એમ કહેવાય છે કે ફક્ત પ્રથમ પૂર્વશ્રુત લખવા માટે એક હાથીના વજન જેટલી શાહી જોઈએ. બીજા પૂર્વમાં બે હાથીના વજન જેટલી, ત્રીજા પૂર્વમાં ચાર હાથીના વજન જેટલી, એમ ઉત્તરોત્તર બમણી બમણી ગણીને, શાસ્ત્રકારોએ બતાવ્યું છે તે પ્રમાણે ચૌદ પૂર્વ લખવા માટે સોળ હજાર ત્રણસો ત્યાશી, અંકે ૧૬૩૮૩ હાથીના વજન જેટલી શાહી વપરાય. ચૌદ પૂર્વમાં લખાયેલાં પદોની સંખ્યાનો કોઈ મિસાબ નથી. આ કરોડો પદો યાદ રાખે તે પૂર્વધર કહેવાય. જેની ગ્રહણશક્તિ, સ્મરણશક્તિ અને ધારણાાતિ એ જો શિક્ત આશ્ચર્યજનક રીતે વિકસી હોય તે જ વ્યક્તિ આ વિશાળ શ્રુત ધારણ કરી શકે. દરેક તીર્થંકરના કાળમાં મુનિઓની સંખ્યા ઘણી મોટી હોય છે, પરંતુ પૂર્વધર સાધુની સંખ્યા ઘણી મર્યાદિત હોય છે, કારણ કે પૂર્વષ્ઠત માટેની યથાયોગ્ય ધારાક્તિ બહુ ઓછા મુનિઓમાં હોય. પૂર્વધર બનવા માટે પાત્રતા જોઈએ. આત્માને ઉજ્વળ કરે એવું આધ્યાત્મિક જ્ઞાન મેળવવા માટે પ્રજ્ઞા ઉપરાંત મહત્ત્વની આવશ્યક્તા તે મુનિપણું છે અને મુનિપણામાં નિર્મળ, નિર્અતિચાર ચારિત્ર છે. જીવ માત્ર પ્રત્યે ક્રુણાસભર હૃદય તથા મન, વચન, કાયાથી બ્રહ્મચર્યપાલન આ પૂર્વધરનાં અત્યંત મહત્ત્વનાં લક્ષણો છે. ભગવાન મહાવીર સ્વામીના શાસનકાળમાં એક હજાર વર્ષ સુધી પૂર્વતની પરંપરા ચાલી હતી. ત્યાર પછી પૂર્વેનો વિચ્છેદ થયો. આર્ય વજસ્વામી ભગવાન મહાવીર પછી લગભગ પાંચસો વર્ષે થયા. વજસ્વામીનો જન્મ વિ. સં. ૨૬માં (વીર સં. ૪૯૬માં) ઘો તો. તેમને બાલવયે દીયા આપવામાં આવી હતી. શાસનમાં * બાલદીક્ષિત મહાત્માઓ થઈ ગયા છે એમાં વજસ્વામીનું જીવન અદ્ભુત છે. એમના જીવનની બહુ વિગતો આપણને મળતી નથી. પણ જે મળે છે તે ઘણી રસિક છે અને એમના ઉજ્જવળ જીવનને સમજવામાં સહાયરૂપ છે. વજસ્વામીના પૂર્વભવનો પ્રસંગ પણ અત્યંત પવિત્ર અને પ્રેરક છે. તે આ પ્રમાણે છે : ભગવાન મહાવીરસ્વામીના પ્રથમ ગણધર ૨૩ ગૌતમસ્વામી જ્યારે પવિત્ર તીર્થ અષ્ટાપદ પર્વતની યાત્રાએ ગયા હતા ત્યારે સ્વર્ગમાંથી વૈશ્રમણ ઝુંભકદેવ પણ પોતાના એક દૈવ મિત્રને લઈને તે જ સ્થળે યાત્રાએ આવ્યા. બન્નેએ ગૌતમસ્વામીનાં દર્શન કર્યાં, પરંતુ અદ્ભુત કાંતિવાળા ગૌતમસ્વામીનું પુષ્ટ શરીર જોઈને મિત્ર દેવના મનમાં પ્રશ્ન થયો કે "સાધુ તે કંઈ આવા ભરાવદાર શરીરવાળા હોય ? સાધુ તો તપ કરે, કષ્ટ સહન કરે એટલે તે શકાય હોય, પરંતુ ગૌતમસ્વામીનું શરીર તો સુખી માણસ જેવું ભરાવદાર છે !' For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 16