Book Title: Arya Jambuswami
Author(s): Bapulal K Sadhani
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 7
________________ * શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ અંશે છે. એને ખંખેરી નાખે. આત્મા તો અચળ વ્યક્તિ તરીકે સ્વયંભૂ પ્રકાશી રહેશે, વય અને કાળનાં બંધન એને નડતાં નથી.” ભગવાનની આ વાણી સાંભળીને મારી લઘુતાગ્રંથિ ટળી ગઈ ભગવાનના નાનકડા સંદેશવાહક બનવાના અભિલાષ જાગ્યા.” સાચે જ આર્ય ! આપના મુખે આ વાણું સાંભળીને અમારામાં પણ આત્મભાન પ્રગટે છે; અમ નારીજાતિના પ્રાણ જાગી ઊઠે છે; અમારી દીનતા સરી જાય છે. એ વચનોના સંદર્ભમાં આપ અમને કાંઈક નવનીત આપે, જે અમારા જીવનની મૂડી બની રહે " કનકવતી વીનવી રહી. કનક! દેહ ભલે સ્ત્રીને હોય, પણ એથી આત્માને કોઈ બંધન નથી. પુરુષાત્મા સરખી જ સ્ત્રી પણ સંપૂર્ણ શક્તિ છે, આત્માની અધિષ્ઠાત્રી છે, સ્વયં પ્રકાશિત દિવ્ય તિ છે. તે પરાધીન કે પરાશ્રિત નથી. જીવને જે સતાવે કે પરાધીન બનાવે છે તે સંસાર વ્યવહારનાં બંધન છે. જે ઘડીએ જીવ-સ્ત્રી કે પુરુષ-આ વાત સમજી લેશે ત્યારે એ વિશ્વની મહાશક્તિ બની રહેશે; પછી એને કોઈ દીનતા-હીનતા અનુભવવાની નહીં રહે. આતપુરુષની એ વાણીમાં મારે વિશ્વાસ છે” જ બૂકુમાર હૃદયસ્થ વાણી સંભળાવી રહ્યા. બસ નાથ! બસ ! અમે હવે આત્મનિર્ભર બની વિચરીશું, અમારી પરમાનંદપ્રાપ્તિને કઈ બાહ્ય બંધન હવે રૂંધી શકશે નહિ.” આઠે નવવધૂઓનાં વદન પુલકિત બની ગયાં. “જબૂ કુમાર! દ્વાર ખેલ” નીસરણીના દ્વાર પાસેથી અપરિચિત અવાજ આવ્યો. કે એ?” “હું પ્રભવ ચોર; આપનાં દર્શન ઈચ્છું છું.” . જંબૂ કુમારે દ્વાર ખોલી નાંખ્યાં : “ભાઈ પ્રભવ! તમે?” જયપુર નરેશને હું પુત્ર. પિતાની અવમાનનાથી જંગલમાં ગયે, ચોર લુંટારુ બન્ય. આપના લગ્નોત્સવે લેભા. નિદ્રાપ્રસારણ અને તાલેદ્દઘાટિની કળાઓથી દ્વાર સમીપ આવ્યું. મધુરજનીની રાત્રીએ જ્ઞાનવિલાસ સાંભળીને હું થંભી ગયે. મારાં આંતરચક્ષુ ખૂલી ગયાં. ચોરી કરવા આવેલા મને આપે જ લૂંટી લીધો ! આપ મારી સેવા સ્વીકારે. મારા શિરે આપને પુનિત હાથ સ્થાપ!” પ્રભવ દીન બની વીનવી રહ્યો. પ્રભવ! તારા હૃદયમાં નવલ પ્રભાત ઊગી ચૂકયું છે ! તારું કલ્યાણ થાઓ. હું તે હમણાં જ સ્વામી સુધર્માજીના ચરણોમાં ચાલ્યા જઈશ.” જંબૂ કુમાર ! જ્યાં આપે ત્યાં હું એ મારો નિર્ણય છે. હું મારા પાંચસો સાથીઓ સાથે આપને અંતેવાસ સ્વીકારીશ.” પ્રભવે જંબૂકુમારના ચરણ પકડી લીધા. તો ચાલે આપણે સૌ ઉદ્યાનમાં બિરાજેલા આર્ય સુધર્માસ્વામીના ચરણમાં પહોંચી જઈએ.” અને ધર્માગારમાં એક જ ધર્મનાદ ગુંજી રહ્યો :- अरिहंते सरणं पवज्जामि / सिद्धे सरणं पवज्जामि / साहू सरणं पवज्जामि / केवलिपन्नत्तं धम्म सरणं पवज्जामि / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7