Page #1
--------------------------------------------------------------------------
________________
આ જંબૂસ્વામી
લેખક : શ્રી બાપુલાલ કાળિદાસ સધાણી- વીરખાલ ’
ઘટમાં ઘેાડા થનમને, આતમ વીંઝે પાંખ;
અણુદીઠેલી ભામમાં, જોબન માંડે આંખ. —મેઘાણી
“ મા, ખાપુજી, મને પૂજ્યપાદ સુધર્માસ્વામીના અંતેવાસ સ્વીકારવાની રજા આપે !” ભારે સ`કાચ સહુ એલાયેલા એ શબ્દો જાણે વિજળીશા પડયા. ઘડીભર ત્યાં સ્તબ્ધતા પ્રસરી રહી.
ઘેાડી વારે ભાંગેલા સ્વરે ખાએ કહ્યું: “શુ કહે છે, બેટા, તુ?” એ શબ્દમાં ઉપાલંભ હતા કે આઘાત તે સમજી શકાતું નહાતું,
“ ખા! ભગવાનની શ્રમણ પર‘પરામાં સમાઈ જવાની અનુજ્ઞા આપે। મને!” “ બેટા ! તું જાણે છે કે આઠ શ્રેષ્ઠિકન્યા સાથે તારાં તે લગ્ન લીધાં છે; અને વિવાહના મંડપા પણ બંધાઈ ચૂકયા છે. એ આઠ શ્રેષ્ઠીએને હું શી રીતે માં બતાવું?” સ્વસ્થ થવા મથતા પિતાએ વ્યથાભર્યા અવાજે કહ્યુ..
“ એટલે જ કહું છું ખાપુજી ! મને અત્યારે જ સંસારમાંથી વિદાય આપેા. ભગવાન મહાવીરના નાનકડા સંદેશવાહક બનવા માટે મારા અણુએ અણુ તલસી રહ્યો છે.” સ’કાચ દૂર થતાં કુમાર જંબૂના અવાજમાં વધારે ને વધારે નિશ્ચલતા પ્રગટ થતી જતી હતી.
"C
વિવાહના મંડપે શું વિખેરી નાંખું ? એ શ્રેષ્ઠીઓને શુ' ના કહાવી દઉં”? એ આઠ કોડભરી કન્યાઓનાં હૃદય ઉપર વપાત કરું? જબૂ! બેટા! તું હવે નાના ન કહેવાય, શ્રેષ્ઠીઓને આપેલા વચનની જવાદારી તારે સમજવી ઘટે!” પિતાના શબ્દોની અંદર હૃદયનું રુદન ને અંતરના આઘાત લપેટાયેલાં હતાં.
“ જવામદારીનું ભાન જાગી વિદાય યાચી રહ્યો છું. લગ્ન પછી
ઊઠયુ હેાવાને લીધે જ બાપુ! હું અત્યારે આપની તે મારા પગમાં સાંકળ પડી જાય. ઊડ ઊડ થવા
Page #2
--------------------------------------------------------------------------
________________
'
શ્રી બાપુલાલ કાળીદાસ સધાણી-વીશ્માલ' : આય જ પ્રૂસ્વામી
૧૯૧
મથતુ” પંખી પ’જરે પુરાઈ જાય, એ પહેલાં મારે ઊડી જવું છે, ખાપુ ! મને રજા આપા!
'
“ જમ્મૂ ! વત્સ ! તારી ઉંમર હજી નાની છે. સંસારના રાગભાગ તે જોયા નથી. વળી લગ્નના ખરે ઊભેલે તુ અમારું એકનુ` એક સંતાન છે. તું અમારી અભિલાકચરી ન નાખ; તારા લગ્નાત્સવ માણવા અમારું હૃદય કેવુ... રાચી રહ્યુ છે.! આવી આનનની ઘડીએ તુ અમારી આશાના ભંગ ન કર બેટા!” માતાના ખેલમાં વચ્ચે વચ્ચે હીબકાં ઉમેરાતાં જતાં હતાં.
ષા
66 મા, બાપુજી ! હું પેઢીએ જતા, મિત્રોમાં ગેાષ્ટી કરતા, ત્યારેય મન તા સ`સારના અટપટા પ્રશ્નોમાં જ અટવાયા કરતું હતું; પણ મને થતું કે, · અલ્યા, તુ તેા હજી નાનું અશ્રુ છે, તારુ એમાં કામ નહિ !' પણ આજે સ્વામી સુધર્માજીની વાણીમાં આત્માના સામર્થ્યની વિવેચના સાંભળીને મારી લઘુગ્રંથી ટળી ગઈ, મારા અંતરાત્મા નિશ્ચય કરી ખેડા કે આજે બધી અનુકુળતા મળી છે તે પ્રાપ્ત અવસરને વધાવી લે! ચેતી જા ! અત્યારે સંસારના પિંજરે પુરાઈ જઈશ તા આવતી કાલ તા, કાણુ જાણે, કેવી ઊગશે ? માટે જ કહુ' છું કે ખા! મને વિદાય આપે ! મારા હૃદયને રાગભાગ સ્પર્શતા નથી. નિર્દોષ હરણીએ સમી એ શ્રેષ્ઠિપુત્રીએને ફાંસલામાં નાંખવાના વ્યથ પ્રયત્ન અધ રાખે। ! ખાપુજી, મને માફ કરો !” જ મૂકુમારના અવાજમાં જેટલી આર્દ્રતાભરી આજીજી હતી, એટલી જ ભારાભાર સ્પષ્ટતા હતી.
ઋષભદત્ત શ્રેષ્ઠી ગાદી ઉપર ઢગલા થઈને પડયા. માતા ધારિણીની આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં. જબૂ કુમાર સ્વસ્થ રહેવા મથતા બેસી રહ્યા.
થોડીક સ્વસ્થતા મળતાં ઋષભદત્ત શ્રેષ્ઠીએ પેઢીએથી મુખ્ય મુનીમને ખેલાવી, આ પ્રશ્નના ઉકેલ લાવવા આઠ શ્રેષ્ઠીઓને, પેાતાની ગૃહિણીએ અને પીઠીભરી કન્યાઓ સાથે, તરત જ આવી જવાની વિનતિ કરવા મેાકલ્યા.
થોડીક વારમાં જ સમુદ્રપ્રિય આદિ આઠે શ્રેષ્ઠીએ, પેાતાની પત્ની અને પુત્રીએ સાથે, ત્યાં આવી પહેાંચ્યા.
*
સૌ દીવાનખાનામાં એઠાં. વાતાવરણમાં ગમગીની અને ગાંભીર્યાં ભર્યાં' હતાં. સૌની દૃષ્ટિ ઋષભદત્ત શેઠ તરફ સ્થિર થઈ હતી. એમના તેા હાશકાશ જ ઊડી ગયા હતા. પેઢી ઉપર કુશળતાથી ઘડીકમાં લાખાના સેાઢા ઉતારનારની વાણી જાણે આજે હરાઈ ગઈ હતી. ઘડીભર ત્યાં નિસ્તબ્ધતા છવાઈ ગઈ. છેવટે સમુદ્રપ્રિય શ્રેષ્ઠીએ સવિનય ઉચ્ચાયુ : “ શેઠજી ! કુમાવેા ! શી આજ્ઞા છે આપની ? ”
ઋષભદત્ત શ્રેષ્ઠીના શરીરે પરસેવા વળી ગયા. કપાળ ઉપર આવ્યાં; એમણે તકિયાના આશ્રય શેાધ્યા. સૌને થયુ` કે સત્તાના આવડી વિમાસણ શું અનુભવી રહ્યા છે !
વસુપાલિત શ્રેષ્ઠીએ કહ્યું : “ હૃદયમાં આપ શી વ્યથા વેઠી રહ્યા છે? જે હાય તે અમને કહે। અને આપના મનના ભાર હળવા કરો ! અમને આપની આજ્ઞા કમાવેા.”
પ્રસ્વેદ બહુ ઊપસી આનંદી શ્રેષ્ઠી આજ
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૯૨
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ મહાત્સવપ્રથ
'
“ શ્રેષ્ઠીએ ! મારે આપ સહુની માફી માગવાની છે....” ઋષભદત્ત શેઠ વિશેષ ખાલી શકયા નહિ. એમના ગળામાં શેાષ પડી ગયા, એમની આંખમાં અશ્રુએ ઊભરાઈ આવ્યાં. એવુ' શુ' અન્યુ` છે કે આપ આમ ભાંગી પડા છે? કહેા તેા કઈ ઉપાય થાય.” “ વાત એવી છે શેઠ, કે જેના કાઈ ઉપાય મને દેખાતા નથી! આપણા સૌના ઉત્સાહ ઉપર વપ્રહાર થયા છે. મારી આશાએ ભાંગીને ભુક્કો થઈ ગઈ છે.” ઋષભદત્ત એટલુ` ખેલીને અટકી પડયા.
“ અમે આપના દુ:ખના સહભાગી છીએ શ્રેષ્ઠી ! જે હાય તે સ્વસ્થ થઈ ને કહા !” સમુદ્રપ્રિયનાં પત્ની પદ્માએ આવતાભર્યા સ્વરે કહ્યું. આખા દીવાનખાનાનું વાતાવરણુ વ્યગ્ર અની ગયું હતું,
“ અમારા જમ્મૂ કહે છે કે · મારે ભગવાનના શ્રમણુ સંઘમાં સંમિલિત થઈ જવું છે; મને રજા આપે.” મારે શું કરવું તે મને સૂઝતું નથી. આટલા શબ્દો માંડ માંડ મેલીને ઋષભદત્ત ઢળી પડયા. એ સાંભળીને સૌ હતચેતન બની ગયાં. સૌનાં વદન બ્લાન થયાં. શ્રેષ્ઠિપત્નીએ હથેલીઓમાં માં છુપાવી ડૂસકાં ભરવા લાગી.
“ એવું કેવી રીતે બની શકે, શેઠજી ? આવતી કાલનું તેા લગ્નનું મુહૂર્ત છે. આપ જ બૂકુમારને સમજાવે છ સાગરદત્ત શેઠે મૌન તાડતાં કહ્યું.
કાંઈક સ્વસ્થ થતાં ઋષભદત્ત શ્રેષ્ઠીએ કહ્યું : “ શેઠજી ! તમે મને શું કહે। ? જમ્મૂ તા મારું રાંકનું એકનું એક રતન છે. મે એને સમજાવવામાં કાંઈ ખાકી રાખી હશે ? પણ એ તે હઠ લઈને બેઠા છે. એ કહે છે: “ મારા પગમાં જવાબદારીની સાંકળ પડે એ પહેલાં મને વિદાય આપે!! લગ્નનાં બંધનમાં નાંખી એ કોડભરી કન્યાઓનાં જીવન ન કરમાવે ! હું હવે ઘડીભર પણ ઘરમાં રોકાવાનો નથી. ’ પછી નિરુપાય ખની આપને નિમંત્ર્યા. એનાં લગ્ન માણવાના અમને કેટલા બધા આનંદ હતા! પણ યૌવનને આંગણે ઊભેલી મારી દીકરીઓ જેવી આ આશાભરી કન્યાઓ સાથે હું કેવી રીતે ઈંગે રમી શકું ?”
આટલું સાંભળતાં શ્રેષ્ઠીપુત્રી સમુદ્રશ્રી દીવાનખાનામાંથી ઊઠી ગૃહઉદ્યાન તરફ ગઈ. એની પાછળ સંચની પૂતળી સમી ખીજી સાતે કન્યાએ ગઈ.
આપે વાત તે સારી કરી શેઠ ! પણ પીઠીભરી કન્યાએનાં લગ્ન એમ કેવી રીતે અધ્ધર રાખી દેવાય? જમ્રકુમારને આજે લગ્નને આગલે દિવસે જ–આ શું સૂઝયું છે? આ તે। અમારા હૃદયને ભાંગી નાખે એવી વાત છે. આ નિરપરાધ કન્યાઓના તો કઈ વિચાર કર ! આપણાં ખાનદાન કુટુંબાની પ્રતિષ્ઠાનો વિચાર કર ! જબૂકુમારને સમજાવા ! એમને કહા, બેટા ! આ ઘડીએ હવે છટકી ન જવાય : લગ્ન કરી લે. માતપિતાના— અભિલાષ પૂરા કરશ, કોડભરી કન્યાઓના નિસાસા ન લે. પછી યથાઅવસરે ભલે ભગવાનના પંથે વિચરજો. કુમારે પણ વિચારવુ' ઘટે.” કુબેરદત્ત શેઠ વીનવી રહ્યા.
“ જંબૂ કુમારને અહીં જ એલાવીએ. તમે એને સમજાવેા. હું તમારી સાથે જ છું, જાવ, ધારિણી, જમ્મૂને ખેલાવી લાવે !” પતિની આજ્ઞા થતાં લથડતે પગલે શેઠાણી પુત્રને મેલાવવા ગયાં. દીવાનખાનામાં મર્માઘાત જેવું મૌન પ્રસરી રહ્યું.
*
Page #4
--------------------------------------------------------------------------
________________
શ્રી બાપુલાલ કાળીદાસ સધાણી-વીરખાલ' : આય જખૂસ્વામી
૧૯૩
ગૃહેાદ્યાનમાં ગયેલી સમુદ્રશ્રી પાછળ આવતી સાત સખીઓને નીરખી રહી. યૌવનની ઉષા ઊગતાં ખીલી રહેલાં પુષ્પાથી સખીઓના અંતસ્તલને સ્પ`વા એ મથી રહી. જાણે એક જ માતાની પુત્રીએ હાય તેમ સર્વે સાથે બેસી ગઈ. કાણુ પહેલુ એલે એ જ સૌનાં મનને પ્રશ્ન થઈ પડયો. સૌથી નાનેરી જયશ્રી આછું હાસ્ય કરતી અને સૌની લાગણીને વાચા આપતી ખેલી : “ બહેનો, શું ગડમથલમાં પડી ગઈ છે. આજે ? સૌનાં અંતર ખાલી નાંખેા. આપણે શુ વિચારવાનું છે આજે ? ”
“ એલ જયશ્રી ! એલ ! આજ તે તું જ આપણાં હૈયાંની વાત ખેલી દે! સૌથી નાનેરી તું ! તું સૌથી પ્રિય છે અમને!”
શરમ ને સ`કાચથી જયશ્રી નીચે જોઈ ગઈ. એના ગૌર વદન ઉપર રતાશ ઊપસી આવી. “ તને કાંઈ શંકા છે, જયશ્રી ?” કનકશ્રીએ મેાં ઊ ંચું કરતાં કહ્યું .
** આપણા સભ્યમાં શ'કા કરવાના અપરાધ હું નહીં કરું. મને સકોચ થાય છે કનક ! પણ વડીલેા સમક્ષ તે તમારે જ પ્રતિઘાષ કરવા પડશે.”
“ જયશ્રી ! ત્યાં હું અંતરના ખેલ સભળાવીશ. અહીં તું આપણાં અંતરનાં કપાટ ખેાલી દે!” સમુદ્રા બેલી.
66
આપણે શું નવું કહેવાનુ છે, સમુદ્રા ? વ્યાપારી પિતાએના વ્યાપારખેલ એક હાય, એમ શ્રેષ્ઠીપુત્રીએના ગળામાં ફૂલહાર તા માત્ર જ બૂકુમારને જ હાય! ભાગ કે યોગમાં આપણે બધી સખીએ જ બ્રૂકુમારની સાથે જ રહેવાની; એના પગલાંમાં જ આપણાં પગલાં પડવાનાં ! '' જયશ્રી ભાવદ્રેકમાં ઉન્મત્ત ખની ગઈ. એની આંખમાં તેજકણીએ
ઝગતી હતી.
“ સાચું મહેની ! સાચું! આપણે સખીએ ત્યાં હાઈશુ, જ્યાં જ બૂકુમાર !” જયશ્રીના હાથમાં સમુદ્રાએ પેાતાના હાથ મૂકી દીધેા——જાણે એણે વચનપાલનના કાલ આપ્યા. સર્વ સખીએ પ્રસન્નતા અનુભવી રહી. વડીલેાને જે વાત પહાડ સમી ભાર-એજવાળી લાગતી હતી, એને આ ઊગતી કુમારિકાએ ફૂલ જેવી હળવી માની રહી!
*
માતા ધારિણી જ બૂ કુમારને લઈ ધીરે પગલે ત્યાં આવી પહેાંચ્યાં. જ બૂકુમારના નમેલા મસ્તકમાં વડીલો પ્રત્યે વિનય હતેા, પગમાં સ્વસ્થતા હતી, ભાવવાહી ચહેરા ઉપર નિશ્ચળતાનાં તેજ ઝળહળતાં હતાં. જ બૂકુમારે વડીલો પાસે બેઠક લીધી, તે જ પળે સમુદ્રશ્રી, પ્રશાન્ત તેજમૂર્તિ એશી સાત સખીએ સાથે આવીને, પેાતાને સ્થાને ગેાઠવાઈ ગઈ. ઘેાડી વાર ત્યાં મૌન પ્રસરી રહ્યું.
“ જ ભ્રૂકુમાર !.....” કુબેરદત્ત શ્રેષ્ઠીના ગળામાંથી મુશ્કેલીથી નીકળતા અવાજને અટકાવવા હંમદીવડીશે। હાથ ઊંચા કરતી સમુદ્રશ્રી ઊભી થઈ ગઈ; સાથે જ સાતે સખી ઊભી થઈ ને અંજિલ જોડી રહી. વિહ્વળ શ્રેષ્ઠીસમુદાયમાં સ્વસ્થતાથી એપતી સમુદ્રા આદ્ર સ્વરે ખાલી : “ વડીલો ! અમે આઠે સખીએના હૃદયમેલ આપ સાંભળી લો, પછી આપને જે નિણૅય લેવા હાય તે સુખેથી લેશે.”
ኪ
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૯૪
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ બોલ બેટા! તું જ આને ઉકેલ કરીને અમારે હૃદયભાર એ છે કર !” શમણુદત્ત શ્રેષ્ઠીએ આશાભર્યા અવાજે કહ્યું.
બાપુ! વાગ્દાનની ઘડીથી અમારા મને મંદિરના આસને જંબૂકુમાર બિરાજી ગયા છે. અને ચિત્તની ચોરીમાં અમે એમને વરી ચૂકી છીએ. અમારા આત્માનાં લગ્ન થઈ ચૂક્યાં છે. અમે આઠે સખીઓ જ બૂકુમારને વીનવીએ છીએ કે અમારા કૌમાર્ય ઉપર સુહાગને અભિષેક કરે! જીવનમાંગલ્યની માળા અમારા કંઠમાં આપે ! અમે આપના પગનાં બંધન બનીશું નહિ, દીનતા દાખવીશું નહિ, આપની આજ્ઞા હશે તે અમે પણ ભગવાનના પંથે આપની સાથે વિચરીશું અને મહામના સતી ગંદનબાળાના સમુદાયમાં સમાઈ જઈશું.” સમુદ્રાના અવાજમાં કંપ હતે. એને દેહ થરથર કંપતો હતો. એને જાણે હૃદયને વાચા આપી શકે એવા શબ્દો પૂરા જડતા નહોતા.
“બેટા સમુદ્રા!” ઋષભદત્ત શ્રેષ્ઠી બેલી ઊઠયા.
વડીલ! આપ કશું દુઃખ ન લગાડશે ! અમારા હૃદયમાં કઈ ક્ષેભ કે વિષાદ નથી; અમારા હૃદયના અણુએ અણુની એ વાચા છે.” પદ્મશ્રીએ સમુદ્રાના કથનમાં પૂર્તિ કરી.
હવે કઈને કશું બોલવાનું રહ્યું નહિ. સૌએ વિદાય લીધી ત્યારે પરણવનારાંઓના ચહેરા વિમાસણમાં હતા; જ્યારે પરણનારાંનાં વદન ઉપર ઉલ્લાસ વિલસતો હતે.
વ્યથાને હૈયામાં ભંડારી દઈ શ્રેષ્ઠીઓ લગ્નની તૈયારીમાં પડી ગયા, ત્યારે રાજગૃહીમાં ચકલે ને ચૌટે વાતોના ગબારા ચડવા લાગ્યા. કેઈ કહેઃ “ઋષભદત્ત શેઠ ભારે જબરા; જબૂ કુમારે સંસારત્યાગની હઠ લીધી એટલે રૂપભરી કન્યાઓને સામે લાવી ઊભી રાખી દીધી. જંબૂકુમાર પઠીભરી નવયૌવનાઓને જોઈ ગાંડે બની ગયા, દીક્ષાની વાત જ ભૂલી ગયો !” કઈ વળી કંઈ વાત કહેવા લાગ્યા.
પણ છેવટે લગ્નોત્સવ ઊજવવામાં આવ્યું, વરવધૂઓએ મંગલગૃહમાં પ્રવેશ કર્યો. લગ્નમાંગલ્યનાં સૂક્તો ઉચ્ચારતા પવિત્ર પુરોહિતની સાક્ષીએ જ બૂકુમારના હસ્તમાં પરમેલાસથી આઠે કન્યાઓએ એકસાથે પિતાના હસ્ત સમર્પિત કરી દીધા. એમના સૌંદર્ય વેરતા વદન ઉપર ત્યારે જાણે આનંદની સગો ચડતી હતી.
શ્રેષ્ઠીઆવાસના બીજે માળે સેવિકાઓએ શયનખંડને શણગારી દીધું હતું. વિશાળ ખંડમાં શાન્ત પ્રકાશ રેલાવતા દીપકે સુવાસિત દ્રવ્યોથી હવાને ભરી દેતા હતા. ગૃહસેવિકા નવવધૂઓને શયનગૃહમાં પ્રવેશ કરાવી ચાલી ગઈ. થોડી જ વારમાં જબૂ કુમાર આવી પહોંચ્યા. યૌવનના જળમાં લહેરાતાં કમળ પુપેથી નવવધૂઓની વેણીમાંથી મહેકતી મેગરાની સુવાસ આલાદ ઉપજાવતી હતી.
બેલે સમુદ્રશ્રી ! હવે તમારી શી અપેક્ષા છે?” જંબૂ કુમારે સમુદ્રશ્રી તરફ દષ્ટિ કરતાં કહ્યું. એ દૃષ્ટિમાં પ્રેમ અને સ્વજનતા ભર્યા હતાં.
અમે તો અમારું હૃદય આપને સમર્પિત કરી ચૂકી છીએ.” મૃદુ સ્વરે સમુદ્રથી બોલી. એટલે ?”
Page #6
--------------------------------------------------------------------------
________________
શ્રી બાપુલાલ કાળીદાસ સધાણી- વીરખાલ' : આય જ પૂસ્વામી
૧૫
66
· સમર્પિત થયેલાં હૃદય તા આરસી જેવાં હાય છે, તેમાં તે માત્ર આપના હૃદયની પ્રતિછાયા જ પડશે ! ’
“મારી તેા અભિલાષા છે કે પ્રાતઃકાળે ભગવાન સુધર્માસ્વામીના ચરણેામાં બેસી જાઉં !’’ “ આપના પગલે ચાલીને અમે પણ મહામના સતી ચોંદનબાળાના સાધ્વીસ ધમાં સમાઈ જઈશું; અમારા એ; પૂર્વનિય છે આ ! ” જયશ્રીની વાચા ઊઘડી. “ જો તમારા સૌના એ જ નિશ્ચય છે તે સમુદ્રશ્રી! આપણે સહુ હવે આરામ કરીએ. મધરાત વીતી ચૂકી છે. હમણાં પ્રભાત થઈ જશે ને પ્રસ્થાનની તૈયારી કરવાની રહેશે.” જ ખૂકુમારે કહ્યું.
“ આજની રાત નાથ ! ગુમાવવાની ન હાય. મિલનના આ અપૂર્વ અવસર વારેવારે સાંપડવાના નથી. આજની ઘડીને આપણે મધુરજનીમાં ફેરવી નાખીએ.” સમુદ્રશ્રી સ્વસ્થતાથી ખેલતી હતી.
‘મધુરજની ? ” કનકશ્રી ચમકીને ખેલી ઊઠી.
“ ભડકી ના ઊઠ મહેની! સવારમાં આત્માને પંથે વિચરનારાંની મધુરજની કેવી હાય તે મારે તને સમજાવવાનું ન હોય” સમદ્રશ્રીના હાઇ પર સ્મિત છલકતું હતું. “ કહે! સમુદ્રશ્રી ! મધુરજની કેવી રીતે માણીશું ? ”
'
(C
· પ્રિય ! જ્ઞાનગોષ્ઠી અને ધવનેાદથી અંતરને ભરી લઈએ. આત્મસાધનામાં એ ભાતું ખની રહેશે. પણ મારે એક વાંધા છે દેવ !”
“ કહેા સમુદ્રશ્રી ! જે કહેવું હાય તે મુક્ત મને. ”
“ આપ અમને બહુમાનથી કેમ સા છે ? આપના હૃદયમાં હજુ પણ શુ
અંતર
?
જબુકુમાર અંતરના એકતારા સમા એ ખેલને સાંભળીને પ્રસન્નતા અનુભવી રહ્યા. સમુદ્રશ્રીને જાણે એ મૌનમાં જ આત્માની એકતાના જવાબ મળી ગયેા.
“નાથ ! ચોવનના સુખને વિસારી આત્માનંદ તરફ દોરનારા ભગવાન સુધર્મોસ્વામીની મંગળવાણી અમને સંભળાવેા.” નભસેના ખેાલી.
“ સૂક્તો અને શબ્દો તો એનાં એ જ છે. આપ્ત પુરુષોની વાણીમાં એ સુસ્વાદ્ય અની જાય છે. સાંભળા એ વાણી
66
एगोहं नत्थि मे कोइ नाहमन्नस्स करसइ । एवं अदीणमणसो अप्पाणमणुसासइ || एगो मे सासओ अप्पा नाणदंसणसंजुओ । सेसा मे बाहिरा भावा, सवे संजोगलक्खणा ॥ પુરુષ-કડમાંથી નીકળતાં એ સૂકતા જાણે મહાધેાષશા પડછંદા પાડી રહ્યાં.
“ એ વાણી માનવીને સમજાવતી હતી: ‘આત્મા પરાધીન નથી, ખડિત નથી; એ એક સ્વયંપૂર્ણ સ્વતંત્ર એકમ છે. દીનતાને ખ'ખેરી નાંખીને આત્માનુ` રાજ્ય ચલાવે. આત્મા શાશ્વત છે. તે જ્ઞાન-દર્શનની અનુભૂતિથી ચિધન છે. વિશ્વનેા રાજરાજેશ્વર છે. અન્ય સવે । ખળભાવા છે; સંજોગેાના માહમાંથી-અજ્ઞાનમાંથી આવિર્ભાવ પામેલા
Page #7
--------------------------------------------------------------------------
________________ * શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ અંશે છે. એને ખંખેરી નાખે. આત્મા તો અચળ વ્યક્તિ તરીકે સ્વયંભૂ પ્રકાશી રહેશે, વય અને કાળનાં બંધન એને નડતાં નથી.” ભગવાનની આ વાણી સાંભળીને મારી લઘુતાગ્રંથિ ટળી ગઈ ભગવાનના નાનકડા સંદેશવાહક બનવાના અભિલાષ જાગ્યા.” સાચે જ આર્ય ! આપના મુખે આ વાણું સાંભળીને અમારામાં પણ આત્મભાન પ્રગટે છે; અમ નારીજાતિના પ્રાણ જાગી ઊઠે છે; અમારી દીનતા સરી જાય છે. એ વચનોના સંદર્ભમાં આપ અમને કાંઈક નવનીત આપે, જે અમારા જીવનની મૂડી બની રહે " કનકવતી વીનવી રહી. કનક! દેહ ભલે સ્ત્રીને હોય, પણ એથી આત્માને કોઈ બંધન નથી. પુરુષાત્મા સરખી જ સ્ત્રી પણ સંપૂર્ણ શક્તિ છે, આત્માની અધિષ્ઠાત્રી છે, સ્વયં પ્રકાશિત દિવ્ય તિ છે. તે પરાધીન કે પરાશ્રિત નથી. જીવને જે સતાવે કે પરાધીન બનાવે છે તે સંસાર વ્યવહારનાં બંધન છે. જે ઘડીએ જીવ-સ્ત્રી કે પુરુષ-આ વાત સમજી લેશે ત્યારે એ વિશ્વની મહાશક્તિ બની રહેશે; પછી એને કોઈ દીનતા-હીનતા અનુભવવાની નહીં રહે. આતપુરુષની એ વાણીમાં મારે વિશ્વાસ છે” જ બૂકુમાર હૃદયસ્થ વાણી સંભળાવી રહ્યા. બસ નાથ! બસ ! અમે હવે આત્મનિર્ભર બની વિચરીશું, અમારી પરમાનંદપ્રાપ્તિને કઈ બાહ્ય બંધન હવે રૂંધી શકશે નહિ.” આઠે નવવધૂઓનાં વદન પુલકિત બની ગયાં. “જબૂ કુમાર! દ્વાર ખેલ” નીસરણીના દ્વાર પાસેથી અપરિચિત અવાજ આવ્યો. કે એ?” “હું પ્રભવ ચોર; આપનાં દર્શન ઈચ્છું છું.” . જંબૂ કુમારે દ્વાર ખોલી નાંખ્યાં : “ભાઈ પ્રભવ! તમે?” જયપુર નરેશને હું પુત્ર. પિતાની અવમાનનાથી જંગલમાં ગયે, ચોર લુંટારુ બન્ય. આપના લગ્નોત્સવે લેભા. નિદ્રાપ્રસારણ અને તાલેદ્દઘાટિની કળાઓથી દ્વાર સમીપ આવ્યું. મધુરજનીની રાત્રીએ જ્ઞાનવિલાસ સાંભળીને હું થંભી ગયે. મારાં આંતરચક્ષુ ખૂલી ગયાં. ચોરી કરવા આવેલા મને આપે જ લૂંટી લીધો ! આપ મારી સેવા સ્વીકારે. મારા શિરે આપને પુનિત હાથ સ્થાપ!” પ્રભવ દીન બની વીનવી રહ્યો. પ્રભવ! તારા હૃદયમાં નવલ પ્રભાત ઊગી ચૂકયું છે ! તારું કલ્યાણ થાઓ. હું તે હમણાં જ સ્વામી સુધર્માજીના ચરણોમાં ચાલ્યા જઈશ.” જંબૂ કુમાર ! જ્યાં આપે ત્યાં હું એ મારો નિર્ણય છે. હું મારા પાંચસો સાથીઓ સાથે આપને અંતેવાસ સ્વીકારીશ.” પ્રભવે જંબૂકુમારના ચરણ પકડી લીધા. તો ચાલે આપણે સૌ ઉદ્યાનમાં બિરાજેલા આર્ય સુધર્માસ્વામીના ચરણમાં પહોંચી જઈએ.” અને ધર્માગારમાં એક જ ધર્મનાદ ગુંજી રહ્યો :- अरिहंते सरणं पवज्जामि / सिद्धे सरणं पवज्जामि / साहू सरणं पवज्जामि / केवलिपन्नत्तं धम्म सरणं पवज्जामि /