SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ મહાત્સવપ્રથ ' “ શ્રેષ્ઠીએ ! મારે આપ સહુની માફી માગવાની છે....” ઋષભદત્ત શેઠ વિશેષ ખાલી શકયા નહિ. એમના ગળામાં શેાષ પડી ગયા, એમની આંખમાં અશ્રુએ ઊભરાઈ આવ્યાં. એવુ' શુ' અન્યુ` છે કે આપ આમ ભાંગી પડા છે? કહેા તેા કઈ ઉપાય થાય.” “ વાત એવી છે શેઠ, કે જેના કાઈ ઉપાય મને દેખાતા નથી! આપણા સૌના ઉત્સાહ ઉપર વપ્રહાર થયા છે. મારી આશાએ ભાંગીને ભુક્કો થઈ ગઈ છે.” ઋષભદત્ત એટલુ` ખેલીને અટકી પડયા. “ અમે આપના દુ:ખના સહભાગી છીએ શ્રેષ્ઠી ! જે હાય તે સ્વસ્થ થઈ ને કહા !” સમુદ્રપ્રિયનાં પત્ની પદ્માએ આવતાભર્યા સ્વરે કહ્યું. આખા દીવાનખાનાનું વાતાવરણુ વ્યગ્ર અની ગયું હતું, “ અમારા જમ્મૂ કહે છે કે · મારે ભગવાનના શ્રમણુ સંઘમાં સંમિલિત થઈ જવું છે; મને રજા આપે.” મારે શું કરવું તે મને સૂઝતું નથી. આટલા શબ્દો માંડ માંડ મેલીને ઋષભદત્ત ઢળી પડયા. એ સાંભળીને સૌ હતચેતન બની ગયાં. સૌનાં વદન બ્લાન થયાં. શ્રેષ્ઠિપત્નીએ હથેલીઓમાં માં છુપાવી ડૂસકાં ભરવા લાગી. “ એવું કેવી રીતે બની શકે, શેઠજી ? આવતી કાલનું તેા લગ્નનું મુહૂર્ત છે. આપ જ બૂકુમારને સમજાવે છ સાગરદત્ત શેઠે મૌન તાડતાં કહ્યું. કાંઈક સ્વસ્થ થતાં ઋષભદત્ત શ્રેષ્ઠીએ કહ્યું : “ શેઠજી ! તમે મને શું કહે। ? જમ્મૂ તા મારું રાંકનું એકનું એક રતન છે. મે એને સમજાવવામાં કાંઈ ખાકી રાખી હશે ? પણ એ તે હઠ લઈને બેઠા છે. એ કહે છે: “ મારા પગમાં જવાબદારીની સાંકળ પડે એ પહેલાં મને વિદાય આપે!! લગ્નનાં બંધનમાં નાંખી એ કોડભરી કન્યાઓનાં જીવન ન કરમાવે ! હું હવે ઘડીભર પણ ઘરમાં રોકાવાનો નથી. ’ પછી નિરુપાય ખની આપને નિમંત્ર્યા. એનાં લગ્ન માણવાના અમને કેટલા બધા આનંદ હતા! પણ યૌવનને આંગણે ઊભેલી મારી દીકરીઓ જેવી આ આશાભરી કન્યાઓ સાથે હું કેવી રીતે ઈંગે રમી શકું ?” આટલું સાંભળતાં શ્રેષ્ઠીપુત્રી સમુદ્રશ્રી દીવાનખાનામાંથી ઊઠી ગૃહઉદ્યાન તરફ ગઈ. એની પાછળ સંચની પૂતળી સમી ખીજી સાતે કન્યાએ ગઈ. આપે વાત તે સારી કરી શેઠ ! પણ પીઠીભરી કન્યાએનાં લગ્ન એમ કેવી રીતે અધ્ધર રાખી દેવાય? જમ્રકુમારને આજે લગ્નને આગલે દિવસે જ–આ શું સૂઝયું છે? આ તે। અમારા હૃદયને ભાંગી નાખે એવી વાત છે. આ નિરપરાધ કન્યાઓના તો કઈ વિચાર કર ! આપણાં ખાનદાન કુટુંબાની પ્રતિષ્ઠાનો વિચાર કર ! જબૂકુમારને સમજાવા ! એમને કહા, બેટા ! આ ઘડીએ હવે છટકી ન જવાય : લગ્ન કરી લે. માતપિતાના— અભિલાષ પૂરા કરશ, કોડભરી કન્યાઓના નિસાસા ન લે. પછી યથાઅવસરે ભલે ભગવાનના પંથે વિચરજો. કુમારે પણ વિચારવુ' ઘટે.” કુબેરદત્ત શેઠ વીનવી રહ્યા. “ જંબૂ કુમારને અહીં જ એલાવીએ. તમે એને સમજાવેા. હું તમારી સાથે જ છું, જાવ, ધારિણી, જમ્મૂને ખેલાવી લાવે !” પતિની આજ્ઞા થતાં લથડતે પગલે શેઠાણી પુત્રને મેલાવવા ગયાં. દીવાનખાનામાં મર્માઘાત જેવું મૌન પ્રસરી રહ્યું. * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230035
Book TitleArya Jambuswami
Original Sutra AuthorN/A
AuthorBapulal K Sadhani
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Ascetics
File Size614 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy