Book Title: Aptavani 13 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 237
________________ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) પોતાના ક્ષેત્રમાં જ છીએ. એ ખેતરમાં આપણે નથી, આપણા પોતાના ખેતરમાં છીએ. ચંદુભાઈ એ પારકાના ક્ષેત્રમાં જાય. ભય છે તે એમને છે. બાવો કોણ એ સમજી ગયા ? ૩૯૮ એક બેન શું કહેતાં હતાં ? હું બેન ખરી, પણ આપણે બાવા નહીંને ? એ ઓછાં બાવા છે ? એવું પૂછે ત્યારે મારે શું કહેવું પડે ? બાવા ન હોય તો બાવી છો ? છો તો બાવી ને, પણ ઓછાં ત્રેવીસ થઈ જાય ? ના થઈ જાય, નહીં ? બાવી ત્રેવીસ થાય નહીં ! (બાવી ને બાવીસ, ગમ્મતમાં બોલ્યા છે.) પ્રશ્નકર્તા : હવે દાદા, હું, બાવો ને મંગળદાસ એ ત્રણેવ, ત્રણેવની જગ્યાએ સેટ થઈ ગયા. એકબીજાની ડિમાર્કેશન લાઈન પડી ગઈ. દાદાશ્રી : બસ, કોનું ખેતર એ ? વાડ-બાડ સમજી લીધું, જોઈ લીધું. અંતે બાવો, ત રહે બાવી ! કોઈ કહેશે, ‘હું આવો શુદ્ધાત્મા છું, મને કશું અડે નહીં.’ એ બોલનાર છે તે બાવો. અમે તો શુદ્ધાત્મા જ છીએ, બાવો થઈને શુદ્ધાત્મા રહેતું હશે ? ગૂંચાઈશ વધારે ! એક ભઈ કહે છે, હું તો શુદ્ધાત્મા થયેલો છું દાદા પાસે. મને કશું અડે નહીં. પછી એ વાત જાણીને બોલાવ્યા. મેં કહ્યું, બાવો મટી ગયો હજુ ? એ શુદ્ધાત્મા નથી થયો એ ય બાવો છે, પણ તું બાવો મટી ગયો ? પ્રશ્નકર્તા ઃ નહીં. દાદાશ્રી : હું હઉ બાવો કહેવાઉંને ! ચાર ડિગ્રી ખૂટતી હોય, એક ખૂટે તો ‘હું’ ચોખ્ખું થાય નહીં. એટલે એ બાવો ઉતરી ગયો એટલે પેલો ભાઇ કહે છે, ફરી નહીં કહું, કારણ કે બાવો મટી ગયો ? પ્રશ્નકર્તા ઃ નહીં. દાદાશ્રી : એટલે અહંકાર ના ચડે. અહંકાર ઉતારવા માટે તો બાવો હું, બાવો, મંગળદાસ મટાડવાનું છે. એટલે કેવો સુંદર રસ્તો !! એનું પુસ્તક લખે તો કામ થઈ જાયને ? ૩૯૯ પ્રશ્નકર્તા : થઈ જાય, દાદા. દાદાશ્રી : સંસાર એટલે હું બાવો ને મંગળદાસ. હું ય બાવો કહેવાઉં ને તમે ય બાવી કહેવાઓ. તમારે બાવીપણું છૂટ્યું નથી ને મારે બાવાપણું છૂટ્યું નથી. જ્યારે બાવો ત્રણસો સાઠ ડિગ્રી થાય ત્યારે ‘હું’ છૂટ્યો, છૂટકો થયો ! ત્રણસો છપ્પન હોય ત્યાં સુધી મારે કહેવું પડે ને, હું જુદો છું. તમને નથી કહેતો ? એટલે બાવો જ ! એ કોઈને કહેવાનું નહીં. લોકો પાછા બાવો કેમ ? અણસમજણવાળા લોકો ઊલ્ટાં દોષ બાંધે છે. આપણે સમજી લેવાનું આપણી જાતને કે હું બાવો છું, છેવટે ! પ્રશ્નકર્તા : અને હવે બાવો છે તે બાવો જ થાય છે, બાવી નથી થવા જતી. એ બહુ સરસ થઈ ગયું. બાવો રહે છે, બાવી નહીં. બાવી થવા જાય તો પ્રજ્ઞા કહેશે ‘ચલ, બાવો રહે' બાવી એ જ સ્ત્રી બને છેને ! બાવો છે તે બાવી થઈ જાય એટલે સ્ત્રીપણું આવે છે. એટલે હવે ચાવી મળી ગઈ દાદા, સ્ત્રીઓને મોટી, અહીંયા મૂળ પોઈન્ટે જ પકડવાનું ! દાદાશ્રી : બધી સ્ત્રીઓ સમજી ગઈ, આ બાવો. આ બાવો તમારી જોડે બહુ કડક રાખે છે. બહુ કડક, છતાં તમને એ વઢે ત્યારે અમે બધું બોલીએ, ‘આ તમે ડોસા આવાં છે, આમ છે તેમ.’ એ અમને જુદું દેખાય, એ ચોખ્ખું દેખાય, મોઢું–બોઢું બધું ય ક્લીયર.... પ્રશ્નકર્તા : દાદા, બધું બોલજો પણ ડોસા ના બોલશો. દાદાશ્રી : નહીં બોલીએ, એવું. પ્રશ્નકર્તા : નહીં બોલશો, તમે લાગતાં જ નથી પછી. દાદાશ્રી : એ તો ગમ્મત કરું છું.

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258