Book Title: Aptavani 13 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 249
________________ ૪૨૨ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) એટલું એની સમજણમાં. કેવળદર્શન છે, એટલે એકદમ પ્યૉર દર્શન આપ્યું બાવાને મળી ગયું છે. તેથી મંગળદાસની કોઈ અસર આપને અડે જ નહીં. દાદાશ્રી : હા. તે જોયેલો બાવો ? પ્રશ્નકર્તા : મંગળદાસનો ફોટો તો એક્કેક્ટ પડી શકે એવો છે જ. બાવો પણ દેખાય એવો છે ને ? દાદાશ્રી : તે આમ સ્થળ ના દેખાય. પ્રશ્નકર્તા એટલે સમજાય એવો છે. સમજણ પડી જાય બાવાનું પદ, એવો છે? દાદાશ્રી : એટલે કેવળજ્ઞાનમાં દેખાય અને ત્રણસો છપ્પન સુધી સમજણ પડે, ત્રણસો ઓગણસાઇઠ સુધી, ત્રણસો છપ્પન અમુક સમજે, ત્રણસો સત્તાવન થાય ત્યારે થોડુંક વધારે સમજે, ત્રણસો અઠ્ઠાવને વધે, ત્રણસો ઓગણસાઠ થાય થોડું વધારે થાય અને સાઇઠમાં પૂરું થઈ જાય. હું, બાવો, મંગળદાસ ૪૨૩ પ્રશ્નકર્તા : આ મંગળદાસનું પદ છે, આ બાવાનું પદ છે એવું કોણ સમજે છે ? દાદાશ્રી: ‘હું.’ પ્રશ્નકર્તા : પ્રજ્ઞા સ્વરૂપે ? દાદાશ્રી : હં. પ્રશ્નકર્તા : આ બહારની વ્યવહારની અવસ્થાઓ એ બધું જુએ છે કોણ ? એ બધું મંગળદાસ જુએ છે કે બાવો ? દાદાશ્રી : મંગળદાસ જુએ છે, પણ જોનાર બાવાની ઇચ્છા હોય તો દેખાય, નહીં તો ના દેખાય. પ્રશ્નકર્તા : એ બાવાને જેમાં ઇચ્છા છે, ઇન્ટરેસ્ટ છે. દાદાશ્રી : જોનાર (બાવો)હોવો જોઈએ. આ તો ચશ્મા છે. મંગળદાસ ચશ્મા જેવો છે. પ્રશ્નકર્તા : એટલે બાવો જોનારો છે? દાદાશ્રી : હા, બાવો જોનારો. પ્રશ્નકર્તા તો પછી સારું-ખોટું ય બાવો કરનારો ? સારું-ખોટું કરે એ બાવો ? દાદાશ્રી : બસ, બીજું કોણ ત્યારે ?! પ્રશ્નકર્તા અને બાવાને જ્યારે જાણે કે આ બધું બાવાએ કર્યું, તે આપણે પોતે “હું. દાદાશ્રી : “” એ બધું જ જાણે. ‘હું મંગળદાસને ય જાણે અને આ બાવાને ય જાણે, બધાને જાણે. પ્રશ્નકર્તા: જગતના લોકોને એટલે કે જ્ઞાન ના લીધું હોય એને કેવી પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : બાકી બારસ, તેરસ, ચૌદસ, પૂનમને દહાડે પૂનમ થઈ જાય. પૂનમ ત્રણસો સાઇઠ, ચૌદસથી આગળ. પ્રશ્નકર્તા: આ કેમેરાથી મંગળદાસનો ફોટો પડે એવો છે, દેખાય એવો જ છે, તો બાવો દેખાય એવો છે ? દાદાશ્રી : મંગળદાસ એ ફિઝિકલ છે. બાવો ફિઝિકલ નથી. છતાં ફિઝિકલ છે, પણ દેખાય નહીં એવો ફિઝિકલ છે. પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન કરીને સમજાય કે આ બાવાનું જ પદ . દાદાશ્રી : એ સમજાય ખરું. એ દર્શનમાં આવે, સમજમાં આવ્યું એ દર્શન કહેવાય. દર્શનમાં ના આવ્યું હોય તેને અદર્શન કહેવાય.

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258