Book Title: Aptavani 13 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 254
________________ ૪૩૨ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) દાદા ભગવાન કોણ ? કેવળજ્ઞાનને જાણે ત્યારે બોલવાનું રહે નહીં. ખટપટિયા ના હોયને ? જાણે પણ ખટપટ કરે નહીં. જે જાણતા હોય નહીં, એ ખટપટ શી રીતે કરે ? અને હું તો જાણું અને ખટપટે ય કરું અને તાવે ય પૂછું, ક્યારનો તાવ આવે છે ? અને હું જાણું ય ખરો, કે પૂછનાર કોણ, તાવ કોને આવે છે. એ બધું જાણું ! બાવો સાંભળ્યો તમે ? આખું જ્ઞાન નીકળી ગયું મારું ! પ્રશ્નકર્તા : છેલ્લે બધાંને મળી ગયું! દાદાશ્રી : હા, મળી ગયું. એ કો'ક દહાડો નીકળી જાયને તે ખરેખર નીકળી જાય. એવો વરસાદ વરસે, એક જ વરસાદથી પાકે એવો બધો વરસાદ વરસે. ચારેય મહિના એક જ વરસાદથી પાકી જાય, નહીં તો ચારેય મહિના વરસાદ વરસેને તો ય પાક ના થાય, મીઠાં પાણી નહીંને ! મીઠો વરસાદ તો એક ફેરો વરસે, એવું આ પડ્યું. બાવાની વાત તમને સમજાઈ ? એક્ઝક્ટ ? તો બધાં શાસ્ત્રો ભણી ગયા. આ જે દાખલો આપ્યોને, તમામ શાસ્ત્રોનો સાર આવી જાય છે. આટલું જો સમજણ પડી જાયને, કે કેટલે, ક્યાં આગળ એની ડિમાર્કેશન લાઈન આવી ! ત્યારે કહેશે, જ્યાં આગળ, જ્યાં સુધી ફિઝીકલ છે ત્યાં સુધી મંગળદાસ છે. આ વાત દુનિયામાં બહાર પડેલી નથી. પહેલી વખત બહાર પડે છે. મારી ભાવના ખરી, પણ એને શી રીતે કહેવું? આવું કહેવાય શી રીતે ? સમજણ શી રીતે પડે તમને ? બાવો કોણ ને મંગળદાસ કોણ ને હું કોણ ? એટલે હું, બાવો, મંગળદાસમાં બધું ફીટ થઈ ગયું. પ્રગટ્યા “દાદા ભગવાન' ૧૯૫૮માં ! જૂન ૧૯૫૮ની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતું સુરતનું સ્ટેશન, પ્લેટફોર્મ નં.૩ પરનાં રેલ્વેનાં બાંકડા પર બેઠેલા અંબાલાલ મૂળજીભાઈ પટેલ રૂપી મંદિરમાં કુદરતી ક્રમે અક્રમ સ્વરૂપે કંઈક જન્મોથી વ્યક્ત થવા મથતા ‘દાદા ભગવાન’ સંપૂર્ણપણે પ્રગટ થયા! અને કુદરતે એ સમયે સર્યું અધ્યાત્મનું અદ્ભુત આશ્વર્ય! એક ક્લાકમાં વિશ્વદર્શન લાધ્યું! જગત શું છે? કેવી રીતે ચાલે છે? આપણે કોણ? ભગવાન કોણ? જગત કોણ ચલાવે છે? કર્મ શું? મુક્તિ શું? વિ.વિ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યા! આમ કુદરતે, જગતને ચરણે એક અજોડ પૂર્ણ દર્શન ધર્યું અને તેનું માધ્યમ બન્યા શ્રી અંબાલાલ મૂળજીભાઈ પટેલ, ચરોતરનાં ભાદરણ ગામનાં પાટીદાર, કંટ્રાક્ટનો ધંધો કરનાર, છતાં પૂર્ણ વીતરાગ પુરુષ ! અક્રમમાર્ગની અદ્ભુત કુદરતની ભેટ ! એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ કલાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અદ્ભૂત સિધ્ધ થયેલા જ્ઞાનપ્રયોગથી ! એને અક્રમ માર્ગ કહ્યો. અક્રમ એટલે ક્રમ વિનાનો અને ક્રમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનો ! અક્રમ એટલે લિફટ માર્ગ !શોર્ટકટ ! દાદા ભગવાત કોણ ?. તેઓશ્રી સ્વયં પ્રત્યેકને ‘દાદા ભગવાન કોણ'નો ફોડ પાડતા કહેતાં, આ દેખાય છે તે ‘દાદા ભગવાન' વ્હોય. દાદા ભગવાન તો ચૌદ લોકના નાથ છે, એ તમારામાં ય છે, બધામાં ય છે. પણ તમારામાં પ્રગટ નથી થયેલા , અવ્યક્તરૂપે રહેલા છે ને ‘ અહીં’ સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું નમસ્કાર કરું છું.” જ્ઞાનીનાં લક્ષણો પ્રકાશ્યાં બાળપણથી જ. પૂજ્યશ્રીનો જન્મ ૯ નવેમ્બર ૧૯oo , વડોદરા પાસેના તરસાળી ગામમાં. પિતાશ્રી મૂળજીભાઈ અને માતા ઝવેરબા, પત્ની હીરાબા. બાળપણથી જ દીવ્ય લક્ષણો. માતાએ કંઠી બાંધવાની કહીં તો પૂજ્યશ્રીએ ના પાડી!માતાએ કહ્યું કે “કંઠી બંધાવીશ નહીં તો નુગરો (ગુરુ વિનાનો) કહેવાઈશ.’ પૂજ્યશ્રીએ

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258