Book Title: Anubhav Sanjivani
Author(s): 
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 7
________________ સંપર્કમાં આવ્યા હોઈ, વર્તમાન જીવોની યોગ્યતાને અનુરૂપ નાની-મોટી મુંઝવણો અને દોષો સંબંધિત ઉકેલનું અનુભવ પદ્ધતિથી માર્ગદર્શન આ ગ્રંથમાં વિશેષતઃ છે. આ ગ્રંથ કોઈપણ સત્યના ખોજી જીવને આત્મશ્રેયસાધનામાં પ્રબળ સાધન થઈ પડશે, એ વાત નિસંશય લાગે છે. અનેક શાસ્ત્રોનું વાંચન, સપુરુષોનો સમાગમ અને સ્વયંની અનુભવ પ્રધાનતા આ ત્રણેનો ત્રિવેણી સંગમ આ ગ્રંથમાં જોવા મળે છે. સત્સંગ, સપુરુષના પ્રત્યક્ષ યોગનું મહત્ત્વનું પ્રયોજન-અપ્રોયજનભૂત વિષયોની છાંટણી, ભક્તિ, યથાર્થતા, ભેદજ્ઞાન, જ્ઞાનદશા, સપુરુષની ઓળખાણ ઇત્યાદિ અનેક વિષયનું આ ગ્રંથમાં પ્રતિપાદન થયેલું છે. આ વિસ્તૃત મહાકાય ગ્રંથમાં અનેક વિષયોનો સમાવેશ થયેલ છે પરંતુ મુમુક્ષુજીવને સરળતાથી પોતાને યોગ્ય પ્રયોજનભુત વિષય અધ્યયનાથે મળી રહે તે અર્થે વિષય અનુસાર વર્ગીકરણ પણ આપવામાં આવેલ છે. આ વર્ગીકરણ પણ પૂ. ભાઈશ્રીએ સ્વયં કરાવેલ છે. આ વર્ગીકરણ “સંતોએ માર્ગને સુગમ અને સરળ કર્યો છે' આ વચનામૃતની પ્રતીતિ કરાવે છે. આ ગ્રંથના પ્રકાશનાર્થ પ્રાપ્ત દાનરાશિનું સાભાર વિવરણ અન્યત્ર આપવામાં આવેલ છે. ગ્રંથનું ચીવટતા પૂર્વક પ્રુફ રીડીંગ કરી આપવા બદલ જે જે મુમુક્ષુઓએ સહકાર આપેલ છે તેમનો પણ અત્ર આભાર માનવામાં આવે છે. ગ્રંથના ટાઈપ સેટિંગ અને ડિઝાઈનીંગનું સુંદર કાર્ય કરી આપવા બદલ પૂજા ઇપ્રેશન્સ, ભાવનગરનો તથા ગ્રંથના સુંદર મુદ્રણ કાર્ય બદલ ભગવતી ઑફસેટ, અમદાવાદનો પણ આભાર માનવામાં આવે છે. અંતતઃ આ ગ્રંથનું અધ્યયન અનાદિકાળથી મરણતુલ્ય સુષુપ્ત થયેલી ચેતનાને અનુભવામૃતનું પાન કરાવી, સંજીવની જેમ નવજીવન પ્રાપ્ત કસવે તેમ, સમ્યકજ્ઞાનરૂપી દિવ્ય ચેતના પ્રાપ્ત કરાવે તેમ છે. મુમુક્ષજીવ આ સંજીવનીમાળામાં આલેખાયેલ સુખી થવાની કળાને પ્રાપ્ત કરી અખંડ મોક્ષમાર્ગને પ્રાપ્ત થાય એવી ભાવના સાથે, જેમનો ઉપકાર અવિસ્મરણિય છે તથા તેમના ગુણગ્રામ કરવા અશક્ત છીએ એવા પૂ. ભાઈશ્રીના ચરણોમાં ઉપકૃત હૃદયે કોટિ કોટિ વંદન કરીએ છીએ. સતુપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો ! “પરમ પુરુષ પ્રભુ સદ્દગુરુ, પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ કારતક સુદ-૧૧, વી. સં. ૨૫૨૬, તા. ૧૯-૧૧-૧૯૯૯ (પૂ. ભાઈશ્રી સ્મૃતિ ભવનનો શિલાન્યાસ દિવસ) ટ્રસ્ટીગણ શ્રી વીતરાગ સત્સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ ભાવનગર

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 572