Book Title: Anubhav Ras Part 01
Author(s): Jasubai Mahasati
Publisher: Akhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference

View full book text
Previous | Next

Page 12
________________ અનુભવ રસ ગહન પણ છે. એનું ઊંડાણ એ જ એનું સહજરૂપ છે, એ ઊંડાણને માપવા માટે તેની વિશદ્ વ્યાખ્યાની અપેક્ષા છે. પૂ. મહાસતીજીએ એમના સૂત્રધાર બની એ અપેક્ષાને પૂરી પાડી છે, ગહન માર્ગમાં આપણે અટકીએ નહીં એ રીતે આપણી મથામણને હળવી પાડવાનું કાર્ય કરેલ છે. પૂ. આનંદઘનજીના પદો એ કાંઈ સૂત્રગ્રંથ નથી પરંતુ આધ્યાત્મિક જીવનદર્શનના મહાન ધર્મકાવ્ય જાણે ગ્રંથરૂપ હોઈ પૂ. મહાસતીજીએ તેમાં આવતી દાર્શનિક પરિભાષાનો વિસ્તારથી વિશ અને સમ્યક સમજ આપી છે. તેમને સાંપ્રતયુગના પરિબળોના સંદર્ભમાં તે તે ભાવોનું શું મહત્ત્વ છે તે સમજાવેલ છે. આ પુસ્તકની અગત્યતા એટલે વધી જાય છે કે એક “અવધૂત યોગી' ના સંબંધમાં લખનાર દીક્ષા પામેલ એક યોગીની એવા મારા ગુણી મૈયા છે. કહે છે ને કેઃ “ખરેખર મહાવીર ને જાણવા હોય તો મહાવીર બની ને જાણે” – એમ પૂ. આનંદઘનજી ને જાણવા હોય તો આનંદઘન સ્વરૂપ બનવું પડે, એ જ ઊધ્વરોહણ છે, એ જ ચેતનાનું સાક્ષાત્કરણ છે, પૂ. આનંદઘનજીના સંબંધમાં વ્યાખ્યાયિત કરવું, હજી હું કહીશ કે સરળ છે, પણ તે જીવવું મુશ્કેલ છે. મુશ્કેલ ત્યાં સુધી છે જ્યાં સધી એને જીવવામાં ન આવે અને મારા ગુણીનો સમગ્ર પ્રયાસ એ પૂ. આનંદઘનજી ને જીવી જવામાં છે. એમનાં આ શોધ કાર્ય વખતે હું સતત સાથે રહી છું, આ ગ્રંથના ૧૫૦૦ પેઈજનું ફાઈનલ લખાણ મેં જ લખેલ છે, ત્યારે શબ્દ શબ્દ મેં એક અનૂઠી સંવેદના અનુભવી છે. એમની સાથે સાથે મને પણ આનંદઘન બનવાની દિશા સ્પષ્ટ થઈ છે. પૂ. મહાસતીજીની શ્રદ્ધાનો રણકાર એટલો બધો બુલંદ, શુદ્ધ, સૂરીલો છે તે મારા મન, પ્રાણ અને હૃદયને સ્પેશી લે છે, અને મારી શ્રદ્ધાને પણ મજબૂત કરે છે. . મને આશા છે કે એમનો આ પ્રયાસ જરૂર લોકોના હૃદયમાં પણ શ્રદ્ધાદીપને પ્રજ્વલિત કરશે, આપણને સહું ને અધ્યાત્મના રસમાં ડૂબાડી દેશે, અધ્યાત્મથી અભિમુખ રાખી પરમપંથે જવા માટેની પ્રામાણિક મથામણમાં માર્ગદર્શક બની રહેશે. એમની આ જ્ઞાનયાત્રામાં સહભાગી બનવાનો પુણ્યયોગ આ પુસ્તક દ્વારા આપણને થયો છે, તે બદલ ખરેખર આપણે, અને એમાં હું ખૂબ જ ઋણી છું. પોતાના જીવનનું એક મહાકાર્ય ઉત્તમ રીતે બજાવેલ છે અને મને ફક્ત આશા જ નહીં પણ ચોક્કસ

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 406