________________
3
.
અનુભવ રસ
************************************
અજ્ઞાનના અંધકારને અજવાળતું પ્રકાશનું એક કિરણ)
પૂ. જસુબઈ મહાસતીજીનો પરિચય પ. પૂ. જશુબાઈ મહાસતીજીના પરિચયે મારા જીવન માટે નવી જ ક્ષિતિજો ખૂલી કરી. એમના થકી હું અધ્યાત્મના યાત્રી તરીકે, એ વિસ્તરતી ક્ષિતિજો ભણી મીટ માંડી આગળ વધવા ડગ માંડી રહી છું. આજે જ્યારે એમનો પરિચય આપવાનું મારા ભાગે આવ્યું છે ત્યારે મને થાય છે કે ક્યાંથી હું શરૂ કર્યું અને ક્યાં પૂરું કરું?
સોરઠની ધીંગી ધરા ધારીના વતની શેઠ શ્રી દુર્લભજીભાઈ કામદાર તથા મણીબેન ને ત્યાં સવંત ૧૯૩૯ના આસો સુદ ૧૦ ના વિજય દિવસે મારા ગુસણી મૈયાનો જન્મ થયેલ. સુખી અને સમૃદ્ધ પરિવાર હતો. સંસાર રથના રથો અવિરતપણે ચાલ્યા જાય છે. તરૂણાવસ્થામાં જ વિરક્તિના ભાવો જાગ્યા, સૌરાષ્ટ્ર કેસરી બ્રા. બ. પૂ. પ્રાણલાલજી મહારાજ તથા તપ સમ્રાટ પૂ. રતિલાલજી મ. સા. નો સંગ થયો. નવી દિશા તરફ ડગ મંડાયા. ઘણાં શાસ્ત્રો, થોકડાઓ, સ્તોત્રો કંઠસ્થ કર્યા, સમય વીતે દીક્ષાની અનુમતિ થોડીક આનાકાની પછી મળી અને તેમણે પૂ. ગુરુદેવની પ્રેરણાથી પ.પૂ. લલિતાબાઈ સ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા પહેલાં તેઓ ગુજરાતી સાત ચોપડી ભણેલા, દીક્ષા પછી પણ જ્ઞાનાભ્યાસમાં મન રત હતું તેથી આગળ અભ્યાસ ચલાવ્યો. વિહારની સાથે સાથે એસ. એસ. સી. પછી બી. એ., એમ. એ. આદિ કરી ને ૧૯૯૧માં મુંબઈમાં ડો. રમણભાઈ શાહના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. નો અભ્યાસ શરૂ કર્યો અને ૧૯૯૪માં મુલુંડ ચાર્તુમાસમાં એમને પીએચ.ડી. ની ડિગ્રી એનાયત થઈ. એમણે લખેલ શોધ-પ્રબંધ જ આજે એક પુસ્તકનો આકાર લઈ આપની સમક્ષ આવી રહ્યું છે. જો કે એમને પુસ્તક છપાવવાનો મોહ ન હોવાથી આજે દસ વર્ષ પછી એનું પ્રકાશન ઘણાં લોકોના આગ્રહને વશ થઈને થવા પામી રહ્યું છે.
પૂ. આનંદઘનજીના પદો જેટલા સહજ અને સરળ છે એટલા જ