Book Title: Anakentwad Author(s): Malukchand R Shah Publisher: Z_Nanchandji_Maharaj_Janma_Shatabdi_Smruti_Granth_012031.pdf View full book textPage 1
________________ પૂજય ગુરૂદેવ કવિવર્ય પ. નાનચદ્રજી મહારાજ જન્મશતાકિદ સ્મૃતિગ્રંથ ક્રાન્તદ્રષ્ટા મહાવીરનું અમૂલ્ય પ્રદાન અનેકાન્તવાદ લેખક:- પ્રાધ્યાપક મલકચંદ રતીલાલ શાહ, અમદાવાદ. મનુષ્યસમાજમાં ઉપસ્થિત થતી કાન્તિ બે પ્રકારની હોય છે. (૧) બાલ્દા જીવનને લગતી. (૨) આંતરજીવનને સ્પર્શતી. કૃષિવિદ્યા, વરાળયંત્ર વિદ્યુત વ.ની શેધે માનવજીવનની બાદાજીવનને લગતી ચાલુ પરિસ્થિતિમાં અસાધારણ ફેરફારો કર્યો તેથી તે તે શેના સર્જક કાન્તિકાર કહી શકાય. મનુષ્યના આંતરિક જીવનને લગતી પરિસ્થિતિમાં કાન્તિ સર્જનાર વ્યક્તિઓ પણ યુગથી દરેક દેશમાં જન્મતી આવી છે કે જેમના અસાધારણ પુરુષાર્થના પરિણામરૂપ આજને વિકાસશીલ માનવ છે. પેલેસ્ટાઈનના કાઈટ, અરબસ્તાનના મહંમદ, ગ્રીસના સેક્રેટિસ, ચીનના કન્ફયુસીયસ, જર્મનીના માર્ટિન લ્યુથર, રશિયાના લેનિન, તુર્કના કમાલપાશા, ભારતના બુદ્ધ, મહાવી૨, ગાંધી વ. આ પ્રકારના કાન્તિકારી મહાપુરુષો કહી શકાય. આવા કાન્તિકારના સર્જનમાં જે તે દેશનાં પ્રજા-સમાજ અને સંગોનો પણ ચેકકસ ફાળો હોય છે. ભગવાન મહાવીરનું કાતિકારિત્વ સમજવા માટે તેમના સમયની પરિસ્થિતિ જાણવી જોઈએ. તે સમયે ઉચનીચના ભેદ પ્રબળ હતા. સર્વજ્ઞાન માત્ર વેદમાં જ છે અને એ વેદાધ્યયનનો અધિકાર કેવળ બ્રાહ્મણને જ છે એમ બ્રાહ્મણવર્ગની શિરોરી સાથે બૌદ્ધિક ગુલામી પ્રવર્તતી હતી. યજ્ઞ અને બાહ્ય કર્મકાંડમાંજ મોક્ષની ઉપાસના સમાઈ જતી હતી. માંસાહાર વધતો જતો હતો અને ધર્મને નામે યજ્ઞમાં પશુહિંસા વધતી જતી હતી. સ્ત્રીને કોઈ હકક ન હતા. આવી પરિસ્થિતિ સામે બળવો પોકારનાર બે મહાપુરુષે પાયા તે બદ્ધ અને મહાવીર. બુદ્ધ વહેમ, અજ્ઞાન અને હિંસાને પષતા યજ્ઞો સામે વિરોધ કર્યો, અને જે વેદ તેવા યાને ટેકો આપતા હોય તો તેનું પ્રામાણ્ય માનવાની સ્પષ્ટ ના પાડી દીધી. બાહ્ય કર્મકાંડ અને યજ્ઞોની સામે તેમણે તપશ્ચર્યા અને અંગત . ચારિત્ર્યશુદ્ધિને મંત્ર આપે. વર્ણાશ્રમની ઉચ્ચનીચના ભેદની કૃત્રિમ દીવાલ તોડી નાખીને મહાવીરે બ્રાહ્મણ અને શદ્રને એક સરખું સ્થાન આપ્યું. पिता रक्षति कौमारे भर्ता रक्षति यौवने । ક્ષત્તિ સ્થવરે પુત્રા ન દત્રો સ્વાતચમતિ . મનુસ્મૃતિ. એમ અવહેલના પામેલી નારીજાતિને પુરુષ જાતિ જેટલું જ ગૌરવ અપ્યું. જેનસંઘના ચાર અંગોમાં પુરુષ સમોવડી તેને સ્થાયી અને ભગવાન બુદ્ધ પણ સ્ત્રીને જે સ્વતંત્રતા આપતા અચકાતા હતા તે “સાવી સંસ્થા શરૂ કરવાની પહેલ મહાવીરે કરી અને ચંદનબાળાને પ્રથમ સાધવી બનાવી. લેકોની ભાષામાં જ - અર્ધમાગધી ભાષામાં જ પિતાનો ઉપદેશ આપીને જનતા જનાર્દનનું ગૌરવ કર્યું. તેથીયે વિશેષ તો આજની લેકશાહીને અનુરૂપ તીર્થકરોનું અને મહાવીરનું સહુથી મોટું સમાજવાદી કાર્ય તે તેમની ઘોષણા–કે મનુષ્યમાત્ર સમાન છે એટલે કે દરેક મનુષ્ય પરમાત્મા થઈ શકે છે જેની દે પણ પૂજા કરે છે. धम्मो मंगलमुक्किटुं अहिंसा संजमो तवो। देवा वि तं नमसंति जस्स धम्मे सया मणो॥ આમ “મનુષ્યથી કાંઈ શ્રેષ્ઠ નથી” નાનુઘતિ શ્રેષ્ઠતાં ફિ વિશ્વત (શાન્તિપર્વ ૨૯-૨૦) એ મહાભારતના સૂત્રવાકયને ચરિતાર્થ કરવાનું શ્રેય તો આ રીતે મહાવીરને જ જાય છે. સામવત સર્વભૂતેષુ ની દષ્ટિવાળા મહાવીરે જગત અને જીવ પ્રત્યે સામ્યદષ્ટિ-સમન્વવૃત્તિ કેળવવાનો પોતાના વર્તન અને વાણીથી ઉપદેશ આપે. મહાવીરની આ સામ્યદૃષ્ટિના આગ્રહમાંથી આચારક્ષેત્રે અહિંસા જન્મી અને વિચારક્ષેત્રે તેના પરિણામસ્વરૂપ અનેકાન્તવાદ તેમને પ્રાપ્ત થયો. બધા ધાર્મિક સંપ્રદાય વધતા ઓછા અંશે અહિંસાની શીખ આપે છે તે ખરા પરંતુ માનવ, પશુ, વનસ્પતિ ઉપરાંત પૃથ્વી, પાણી, અગ્નિ વ. ના સૂક્ષ્મજીવોની હિંસાથી પણ બચવાની સૂક્ષમ અહિંસાની વાત તે અનેકાતવાદ Jain Education International For Private & Personal Use Only ૩૩૧ www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5