Book Title: Amdavadno Shilalekh
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf

View full book text
Previous | Next

Page 2
________________ અમદાવાદના શિલાલેખ નં. ૫૫૬ ] ( ૩૪૩) અવકન. ૯માંથી ૧૨ માં કલાક સુધી ગુજરાત દેશ અને અમદાવાદ શહેરનું વર્ણન આપ્યું છે. એજ શહેરમાં વ્યાપારિઓને આગેવાન અને અખૂટ ધનને સ્વામી એ એ પૂર્વે જણાવેલ હઠીસિંહ નામે શેઠ રહેતો હતો. તેને એક રુકિમણી અને બીજી હરકુંઅર નામે સુચતુર પત્ની હતી. જયસિંહ નામે તેમને સુપુત્ર હતું. જ્યારે હઠીસિંહ શેઠ સ્વર્ગે ગયા ત્યારે તેમના કથનાનુસાર તેમની શુશીલ સ્ત્રી હરકુંઅરે ઉપર વર્ણવેલું મંદિર વિગેરે સઘળું કામ પૂર્ણ કરાવ્યું હતું. શેઠાણી હરકુંઅર જે કે સ્ત્રી હતી પરંતુ તેણે પુરૂષ પણ ન કરી શકે એવા મહાન કામ કર્યા હતાં. (. ૧૬) તેણે ઉકત મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ગામે ગામ કુંકુમ પત્રિકાઓ અને દૂતો મોકલીને સઘળા ઠેકાણેના ચતુર્વિધ સંઘોને આમત્રણ આપ્યું હતું. તદનુસારે હજારે ગામોના લોકો અને સંઘે હર્ષભેર અમદાવાદ આવ્યા હતા. અનેક આચાર્યો અને સંઘપતિઓ સાથે સંઘ લઈને આવ્યા હતા. એકંદર, ચાર લાખ મનુષ્ય એ વખતે ભેગા થયા હતા. શેઠાણી હરકુંઅરે એ બધા સાધામભાઈઓનું ઘણું ધન ખર્ચા સ્વાગત કર્યું હતું. સંવત ૧૯૦૩ (શાકે ૧૭૬૮) ને માઘ માસની સુદ છઠના દિવસે પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત થઇ હતી અને આડંબરપૂર્વક જલયાત્રાને મેટો વરઘેડે એ દિવસે કાઢવામાં આવ્યો હતો. પછી, સાતમના દિવસે કુંભસ્થાપના કરવામાં આવી હતી. અને આઠમા-નવમના દિવસે નંદાવર્તનું પૂજન કરવામાં આવ્યું હતું. દશમીના દિવસે દિકપાલ, દેત્રપાલનું પૂજન અને એકાદશીના દિવસે વીસસ્થાનકની પૂજા ભણાવવામાં આવી હતી. બારસના દિવસે શ્રાવકોએ સિદ્ધ ચકાદિનું પૂજન કર્યું હતું અને તેરસના દિવસે ચ્યવન-મહોત્સવ ઉજવવામાં આવ્યું હતું. ચતુર્દશીના દિવસે જન્મ મહોત્સવ અને પૂનમના દિવસે સ્નાત્ર મહોત્સવ રચવામાં આવ્યો હતો. માઘ વદિ એકમના દિવસે અષ્ટાદશાભિષેક કરવામાં આવ્યું અને બીજના દિવસે પાઠશાળાગમનેત્સવ થયો. ત્રીજના દિવસે વિવાહ-મોત્સવ, ચેથના દિવસે દિક્ષા મહોત્સવ અને પાંચમના ૭૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3