Book Title: Amdavadno Shilalekh Author(s): Jinvijay Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf Catalog link: https://jainqq.org/explore/249645/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ અમદાબાદના શિલાલેખ. (૫૫૬ ) આ લેખ અમદાબાદમાં આવેલી સુપ્રસિદ્ધ હડીભાઇની વાડીના ધનાચ મદીરને છે. લેખની ઉ‘ચાઇ ૨ જ઼ીટ ૯ ઇંચ અને પહેાળાઈ ૧ કુટ છા ઈંચ છે. લેખની ૫ક્તિએ ૩૯ છે. ભાષા સંસ્કૃત અને શ્લોકમય છે. બ્લેક સખ્યા ૩૪ છે. સાર આ પ્રમાણેઃ— અમદામાદ નગરમાં, અંગરેજ ખહાદુર કંપની સરકારના રાજ્ય અમલ વખતે, ઉકેશ (આસવાલ) વંશમાં જીવદયા ધર્મ પાલનાર શાહુ શ્રીનિહાલચંદ્ર નામે એક પ્રસિદ્ધ પુરૂષ થયા. તેના પુત્ર શાહ શ્રીખુસાલ ચંદ્ર થયા. તેની માણકી નામા ધર્માત્મા પત્ની હતી. તેના ઉત્તરે કેશરી સિંહ નામે પુત્ર અવતર્યા. તેને સૂરજ નામે પત્નીથી સુપ્રસિદ્ધ શેઠ શ્રીહઠીસિંહ નામે મુતરત્ન થયે જેણે જાતેજ વિપુલ દ્રવ્ય મેળવ્યુ અને પેાતાને હાથે જ મુસ્તહસ્તે ખાધુ` મચ્યું. તે શેઠે અમદાબાદની ઉત્તર આજુએ એક ભવ્ય વાડી બનાવીને તેની અંદર સુંદર નવીન જિન મંદિર ખંધાવ્યું અને અનેક જિન પ્રતિમાઓ કરાવી, એ મરિ પર જિનાલયવાળું છે. અને ત્રણ માળ અને ત્રણ શિખર છે. એ ર`ગ મડપો છે. વા એ મનહર મદિરની અંદર શાંતિસાગગસૂરિના હાથે પ્રતિમાએ પ્રતિષ્ઠિત કરવામાં આવી. ( ãા. ૧-૮ ) - + આ ગચ્છમાં પણ ઉપરોકત ગચ્છ પ્રમાણે એક સરખાં નામવાળાં અનેક આચાર્યો થયા છે તેમજ સિદ્ધરુરિ અને કકકર જેવાં નામેા દર ત્રોજી ચેાથી વારે આવે છે ૭૫૨ Page #2 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદના શિલાલેખ નં. ૫૫૬ ] ( ૩૪૩) અવકન. ૯માંથી ૧૨ માં કલાક સુધી ગુજરાત દેશ અને અમદાવાદ શહેરનું વર્ણન આપ્યું છે. એજ શહેરમાં વ્યાપારિઓને આગેવાન અને અખૂટ ધનને સ્વામી એ એ પૂર્વે જણાવેલ હઠીસિંહ નામે શેઠ રહેતો હતો. તેને એક રુકિમણી અને બીજી હરકુંઅર નામે સુચતુર પત્ની હતી. જયસિંહ નામે તેમને સુપુત્ર હતું. જ્યારે હઠીસિંહ શેઠ સ્વર્ગે ગયા ત્યારે તેમના કથનાનુસાર તેમની શુશીલ સ્ત્રી હરકુંઅરે ઉપર વર્ણવેલું મંદિર વિગેરે સઘળું કામ પૂર્ણ કરાવ્યું હતું. શેઠાણી હરકુંઅર જે કે સ્ત્રી હતી પરંતુ તેણે પુરૂષ પણ ન કરી શકે એવા મહાન કામ કર્યા હતાં. (. ૧૬) તેણે ઉકત મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ગામે ગામ કુંકુમ પત્રિકાઓ અને દૂતો મોકલીને સઘળા ઠેકાણેના ચતુર્વિધ સંઘોને આમત્રણ આપ્યું હતું. તદનુસારે હજારે ગામોના લોકો અને સંઘે હર્ષભેર અમદાવાદ આવ્યા હતા. અનેક આચાર્યો અને સંઘપતિઓ સાથે સંઘ લઈને આવ્યા હતા. એકંદર, ચાર લાખ મનુષ્ય એ વખતે ભેગા થયા હતા. શેઠાણી હરકુંઅરે એ બધા સાધામભાઈઓનું ઘણું ધન ખર્ચા સ્વાગત કર્યું હતું. સંવત ૧૯૦૩ (શાકે ૧૭૬૮) ને માઘ માસની સુદ છઠના દિવસે પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત થઇ હતી અને આડંબરપૂર્વક જલયાત્રાને મેટો વરઘેડે એ દિવસે કાઢવામાં આવ્યો હતો. પછી, સાતમના દિવસે કુંભસ્થાપના કરવામાં આવી હતી. અને આઠમા-નવમના દિવસે નંદાવર્તનું પૂજન કરવામાં આવ્યું હતું. દશમીના દિવસે દિકપાલ, દેત્રપાલનું પૂજન અને એકાદશીના દિવસે વીસસ્થાનકની પૂજા ભણાવવામાં આવી હતી. બારસના દિવસે શ્રાવકોએ સિદ્ધ ચકાદિનું પૂજન કર્યું હતું અને તેરસના દિવસે ચ્યવન-મહોત્સવ ઉજવવામાં આવ્યું હતું. ચતુર્દશીના દિવસે જન્મ મહોત્સવ અને પૂનમના દિવસે સ્નાત્ર મહોત્સવ રચવામાં આવ્યો હતો. માઘ વદિ એકમના દિવસે અષ્ટાદશાભિષેક કરવામાં આવ્યું અને બીજના દિવસે પાઠશાળાગમનેત્સવ થયો. ત્રીજના દિવસે વિવાહ-મોત્સવ, ચેથના દિવસે દિક્ષા મહોત્સવ અને પાંચમના ૭૫૩ Page #3 -------------------------------------------------------------------------- ________________ ་་་གངས གསན ་ནར་ས་ར પ્રાચીન જેનલેખસંગ્રહ. (34) [ શત્રુંજયને શિલાલેખ નં. 557 દિવસે નેન્સીલન (અંજન શલાકા) ની ક્રિયા કરવામાં આવી. છઠથી લઈને દશમી સુધી, મંદિર ઉપર કલશ, ધ્વજ, દંડની રથાપના સાથે પ્રસાદ પ્રતિષ્ઠા કરવામાં આવી. એકાદશીના દિવસે મંદિરમાં બિંબ પ્રવેશ અને તેમની સ્થાપના કરવામાં આવી. મૂલનાયક તરીકે શ્રીધર્મનાથ તીર્થકરની પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવી. આ પ્રશસ્તિ, બૃહત્નરતર ગચ્છની ક્ષેમશાખાવાળા મહેપાધ્યાય હિતપ્રમોદના શિષ્ય પં. સરૂપે બનાવી, મોઢ ચાતુર્વેદી બ્રાહ્મણ વનમાલીદાસના પુત્ર વિયરામે લખી અને સલાટ રહેમાનના પુત્ર ઇસક્રે કોતરી હતી. (557) આ લેખ શત્રુંજય પર્વતના મૂળ શિખર ઉપર આદીનાથની ટુંકમાં, હાથી પિળ આગળ એક પત્થર ઉપર કેરેલો છે. સં. 1867 ના ચેત્રસુદી પૂર્ણમાના દિવસે સમરત સંઘે મળીને એ એક ઠરાવ કર્યો હતો કે હવે પછી કેઈએ હાથી પિળના ચેકમાં નવું મંદિર ન બંધાવવું. તે ઠરાવની નેંધ આ લેખમાં કરેલી છે. લેખ ગુજરાતી ભાષામાં જ લખાએલ ઈ સ્પષ્ટ સમજાય તેવો છે. શત્રુજ્ય ઉપર લેકે એટલાં બધાં મંદિર બંધાવવા લાગ્યા કે જેના લીધે લોકોને જવા આવવાના રસ્તાની પણ અડચણ પડવા લાગી. ત્યારે ઘણાક ગામના આગેવાને ભેગા થયા તેવા એક પ્રસંગે ઉપરને લેખ કરી એટલા ભાગમાં તે મંદિર બંધાવવાનું બંધ કરવામાં આવ્યું. = 954