Book Title: Amari Palanna be Aprakat Aetihasik Lekho
Author(s): Nagkumar Makatai
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf

View full book text
Previous | Next

Page 2
________________ અમારિ” પાલનના બે અપ્રકટ ઐતિહાસિક લેખા :3: જૂનાગઢ ઉપરકોટનો સં. ૧૫૦૭નો શિલાલેખ સવંત ૧૫૦૭ના માઘ શુક્ર સપ્તમી દિને ગુરુવારે જૂનાગઢના રા' મંડળિકે બૃહત્ તપાગચ્છના રત્નસિંહસૂરિના પટ્ટાભિષેકના અવસરે, પંચમી, અષ્ટમી, ચતુર્દશી એટલા વિશેષ દિનોમાં સર્વ જીવની ‘અમારિ ' કરાવી. આ પહેલાં એકાદશી અને અમાવાસ્યામાં તેનું પાલન થતું હતું. આ સંબંધીનો મોટો શિલાલેખ જૂનાગઢના ઉપરકોટમાં છે. k "स्वस्ति श्री संवत १५०७ वर्षे माघसप्तमी दिने गुरुवार श्री राणाजी मेगलदे सुत राउल श्री महिपालदे सु श्री मंडलिकप्रभुणा सर्वजीव करुणाकरणतत्परेण औदार्य गांभीर्य चातुर्य शौर्यादि गुणरत्न रत्नसिंहरिणां पट्टाभिषेकावसरे स्तंभतीर्थवास्तव्य सा देवासुत हांसासुत राजकुलीन... समस्तजीव अभयदानकरण... कारकेण पंचमीअष्टमी - चतुर्दशीदिनेषु सर्वजीव अमारि कारिता । राजा... नंतर सिंहासनोपविष्टेन श्रीमंडलिकराजाधिपेन श्री अमारि प्राग् लिखित स्वहस्तलिखित श्रीकरिसहितं समर्थितं । पुरापि एकादशीअमावास्ये पाल्यमाने स्तः । संप्रति एतेषु पंचमी, अष्टमी, एकादशी, चतुर्दशी अमावास्यादिनेषु राजाधिराज श्रीमंडलिकेण सर्वश्रेयः कल्याणकारिणी सर्वदुरितदुर्गोपसर्ग निवारिणी सर्वजीवअमारि कार्य... चिरं विजयतां । ” આ પછીનો આ શિલાલેખનો ગુજરાતી ભાગ, સવંત ૧૫૦૭ના સમયના પ્રચલિત વ્યાવહારિક ગુજરાતી ગદ્યનો કીમતી નમૂનો પૂરો પાડે છે. એટલે જેટલું મહત્ત્વ એ ગદ્યના અર્થનું છે તેટલું જ તેના સ્વરૂપનું પણ છે તે ભૂલવા જેવું નથી. સવંત ૧૫૦૭ના રા' મંડળિકના ઉપરના સંસ્કૃત શિલાલેખમાંથી છેલ્લો ગુજરાતી ભાગ તે સમયના પ્રચલિત ગદ્યના દષ્ટાંતરૂપ છે. સંસ્કૃત લેખનો સાર એ છે કે માંડળિક (ત્રીજો) ગાદીએ બેઠો ત્યારે પાંચમ, આડમ, એકાદશી, ચતુર્દશી ને અમાવાસ્યાના દિવસોએ કોઈપણ જીવ ન મારવાની ‘અરિ’ની તેણે આજ્ઞા કરી હતી, આ આજ્ઞા ઉકત ફકરામાં આપી છે. પાછળના ભાગમાં મંડલિકના ગુણગાનના શ્લોકો સંસ્કૃતમાં છે. ૧૩૫ ગુજરાતી ભાગની પંદર પંક્તિઓ આ મુજબ છે : “ પ્રથમ શ્રેય ઈ જગતિ જીવ તર્પિવા સહી, ખીજા લોક સર્પત જીવ ન વિષ્ણુાસિવા, લાવકમાર અનિ ચિડીયાર સીંચાણુક રહિં વિ આહેડા ન કરિવા, મોર ન મારિવા, ખાવર ખાંટ તુરક એહે દહાડે જીવ કોઈ ન વિણાસઈ, જિ મારિસ વધન મલેસ, કુંભકાર પંચદિન નીમાડ ન કરઈ, જીકો ઇ દીહિ એણુવી આણા ભંગ કરઇ એ હણીઈ, રા' શ્રીમાંડળિક નાથણી આણા સવકઈ પાલિંવી, તેહનઈ શુળ ઘળા હોસિઈ, જિકો જન ચુકઈ એ દોષની તેહણુઈ અમારિ પ્રવર્તાવણુહાર શ્રીખંડળિક પ્રભુ કઈ આશાતણા ઈ. વર્તમાન છાયા : (૧) પ્રથમ શ્રેય આ જગતમાં જીવ જરૂર ( ́ સહી ’) તર્પવા; ખીજું (૨) લોક સમસ્તે જીવ ન હણુવા, લાવરાંમાર અને (૩) ચલ્લાંમાર ખાજ માટે (‘ રહિં ’) પણ શિકાર ન કરવો. મોર (૪) ન મારવા. વાવર ખાંટ તુરક એ દહાડે કોઈ જીવ (૫) ન હણે. જે મારશે, તે વધતે પામશે. કુંભાર (૬) એ પાંચ દિન નીમાડો ન કરે. જે કો એ દિવસે આ પ્રકારની આજ્ઞાનો (છ) ભંગ કરે તે મોતની શિક્ષા પામે. રા' શ્રીખંડળિક પૃથ્વીનાથની (૮) આજ્ઞા સહુ કોણે (= સહુ કોએ) પાળવી. તેણે (૯) ગુણ ઘણા થશે. જે કો જન ચૂકી જાય તેણે, (૧૦) અમારિ પ્રવર્તાવણહાર શ્રી મંડળિક ઇચ્છે છે કે પ્રભુને આશાતના કરવી. ર Jain Education International ૨. જૂનાગઢ કૉલેજના સંસ્કૃતના પ્રોફેસર શ્રી નર્મદાશંકર પૂરોહિતે આ આખો લેખ વાંચેલો; તેના ગુજરાતી ભાગનું સંશોધન-સંપાદન-ભાષાંતર દી. ખા. પ્રો. કેશવલાલ ધ્રુવે કરેલું. તે શ્રી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક ' ૧૯૫૨-૫૩ : (પ્રગટ તા. ૩૧-૬-૫૪)માં પ્રસિદ્ધ, પૃષ્ઠ ૩૭૬; સંસ્કૃત લેખની માહિતી માટે જુઓ ‘ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ’ શ્રી મોહનલાલ દેશાઈ કૃત (૧૯૩૩), પૃ. ૪૯૫, પાદનોંધ. For Private & Personal Use Only "" www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3