Book Title: Amari Palanna be Aprakat Aetihasik Lekho Author(s): Nagkumar Makatai Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf View full book textPage 1
________________ અમારિ પાલનના બે અપ્રકટ ઐતિહાસિક લેખો શ્રી નાગકુમાર મકાતી સડદું સર્વભૂતેષુ એ ગીતાનું વચન લો કે અહિંસા પરમો ધર્મ એ જૈન શાસ્ત્રનું વચન લો—આપણને સ્પષ્ટ જણાય છે કે સર્વ કાળમાં સર્વ ધર્મોએ અહિંસા ઉપર જ ભાર મૂક્યો છે. મનુષ્યો પોતાના સ્વાર્થ ખાતર હિંસા આચરે પરંતુ આદર્શ તો “અહિંસા"નો જ રહ્યો છે. પાંચ મહાવ્રતોમાં અહિંસાનું સ્થાન પહેલું રહ્યું છે. આ વ્રત કાયિક, વાચિક અને માનસિક એમ ત્રિવિધ સ્વરૂપે દરેક વ્યક્તિએ પાળવું જોઈએ એટલું જ નહિ, પરંતુ શકય તેટલું બીજા પાસે પળાવવું પણ જોઈએ. સાર્વવણિક ધર્મ અથવા સાધારણ ધર્મમાં પણ અહિંસાનું સ્થાન કદી બીજું આવ્યું નથી. ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ ઈસ્વીસન પૂર્વ લગભગ પાંચસો વર્ષ ઉપર “અહિંસા"નું પરમધર્મ' તરીકે પ્રતિપાદન કર્યું હતું. વચલા કાળમાં યજ્ઞહિંસા બંધ કરાવી શંકરાચાર્ય હિન્દુ ધર્મને ન સ્વરૂપે ઓળખાવ્યો હતો. લગભગ બારમા સૈકામાં ગુર્જરેશ્વર કુમારપાળે એ ભવ્ય પુરુષોને પગલે ચાલી અમારિ ઘોષણ” માળવા, મારવાડ, મેવાડ, સુરાષ્ટ્ર, કચ્છ, આનર્ત અને લાટમાં કરાવી હતી. એ બુદ્ધ, મહાવીર અને કુમારપાળ જેવાના અધ્યાત્મક્ષેત્રે સીધા વારસ જેવા મહાત્મા ગાંધીજીએ વીસમી સદીમાં આ “અહિંસાને વિશ્વવ્યાપી બનાવવા પ્રચ૭ પુરુષાર્થ કર્યો અને તે ખાતર પ્રાણ પણ આપ્યા. આમ પશ્ચિમ હિંદમાં, ખાસ કરીને અહિંસાનું પાલન કરવા અને કરાવવા અશોકના ગિરનાર ઉપરના શિલાલેખથી આરંભી અત્યાર લગીમાં ઠીકઠીક પ્રયત્નો થયા છે. આ લેખમાં પ્રાચીન કાળની વાતને બદલે સવંત ૧૫૦૭માં જૂનાગઢના ઉપરકોટ ઉપરના રા’ મંડળિકના શિલાલેખનો અને બીજો એક વડોદરામાં આજથી ૧૬૨ વર્ષ ઉપર વડોદરાના મહાજનને ખાટકીઓના પંચે લખી આપેલા દરતાવેજનો પરિચય કરાવવાનો છે. જે “અમારિના ઇતિહાસમાં જાણવા જેવો ઉમેરો કરે છે. મોગલ સમ્રાટો પાસેથી જૈન સાધુઓએ મેળવેલી સનદો અહીં સંભારવા જેવી છે. - બાણભટ્ટની ગદ્ય “કાદમ્બરી'નો પદ્ય અનુવાદ કરનાર ભાલણ રાજા તારાપીડની રાજધાનીનું વર્ણન પરિસંખ્યા અલંકારથી કરે છે. એના રાજ્યમાં સોગઠાબાજી(સારી, સં. શાર)ની રમતમાં જ મોંમાંથી માર” શબ્દ નીકળતો-વઢવાઢમાં નહિ: “સારી રમતાં મારિ.” “નળદમયંતી રાસમાં નયસુંદર પણ લખે છે કે નળના રાજ્યમાં “મારિ” શબ્દ તે સારિઈ ભણે! આમ મારિ” (સ્ત્રી.) હિંસા માત્ર સોગટી મારી નાખવામાં થતી; રાજ્યમાં નહિ. અને એમ એમનાં રાજયકાળમાં પ્રજા અહિંસા પાળતી અને પળાવતી હતી એમ જાણી શકાય છે. ૧. હેમચંદ્રાચાર્યે શ્રમિયાન મારામાં કુમારપાળના પર્યાય નીચે પ્રમાણે આપ્યા છે: "कुमारपालश्चोलुक्यो राजर्षिः परमार्हतः । मृतस्वमोक्ता, धर्मात्मा, मारिव्यसनवारकः ॥" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3