Book Title: Amari Palanna be Aprakat Aetihasik Lekho
Author(s): Nagkumar Makatai
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf
Catalog link: https://jainqq.org/explore/210108/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અમારિ પાલનના બે અપ્રકટ ઐતિહાસિક લેખો શ્રી નાગકુમાર મકાતી સડદું સર્વભૂતેષુ એ ગીતાનું વચન લો કે અહિંસા પરમો ધર્મ એ જૈન શાસ્ત્રનું વચન લો—આપણને સ્પષ્ટ જણાય છે કે સર્વ કાળમાં સર્વ ધર્મોએ અહિંસા ઉપર જ ભાર મૂક્યો છે. મનુષ્યો પોતાના સ્વાર્થ ખાતર હિંસા આચરે પરંતુ આદર્શ તો “અહિંસા"નો જ રહ્યો છે. પાંચ મહાવ્રતોમાં અહિંસાનું સ્થાન પહેલું રહ્યું છે. આ વ્રત કાયિક, વાચિક અને માનસિક એમ ત્રિવિધ સ્વરૂપે દરેક વ્યક્તિએ પાળવું જોઈએ એટલું જ નહિ, પરંતુ શકય તેટલું બીજા પાસે પળાવવું પણ જોઈએ. સાર્વવણિક ધર્મ અથવા સાધારણ ધર્મમાં પણ અહિંસાનું સ્થાન કદી બીજું આવ્યું નથી. ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ ઈસ્વીસન પૂર્વ લગભગ પાંચસો વર્ષ ઉપર “અહિંસા"નું પરમધર્મ' તરીકે પ્રતિપાદન કર્યું હતું. વચલા કાળમાં યજ્ઞહિંસા બંધ કરાવી શંકરાચાર્ય હિન્દુ ધર્મને ન સ્વરૂપે ઓળખાવ્યો હતો. લગભગ બારમા સૈકામાં ગુર્જરેશ્વર કુમારપાળે એ ભવ્ય પુરુષોને પગલે ચાલી અમારિ ઘોષણ” માળવા, મારવાડ, મેવાડ, સુરાષ્ટ્ર, કચ્છ, આનર્ત અને લાટમાં કરાવી હતી. એ બુદ્ધ, મહાવીર અને કુમારપાળ જેવાના અધ્યાત્મક્ષેત્રે સીધા વારસ જેવા મહાત્મા ગાંધીજીએ વીસમી સદીમાં આ “અહિંસાને વિશ્વવ્યાપી બનાવવા પ્રચ૭ પુરુષાર્થ કર્યો અને તે ખાતર પ્રાણ પણ આપ્યા. આમ પશ્ચિમ હિંદમાં, ખાસ કરીને અહિંસાનું પાલન કરવા અને કરાવવા અશોકના ગિરનાર ઉપરના શિલાલેખથી આરંભી અત્યાર લગીમાં ઠીકઠીક પ્રયત્નો થયા છે. આ લેખમાં પ્રાચીન કાળની વાતને બદલે સવંત ૧૫૦૭માં જૂનાગઢના ઉપરકોટ ઉપરના રા’ મંડળિકના શિલાલેખનો અને બીજો એક વડોદરામાં આજથી ૧૬૨ વર્ષ ઉપર વડોદરાના મહાજનને ખાટકીઓના પંચે લખી આપેલા દરતાવેજનો પરિચય કરાવવાનો છે. જે “અમારિના ઇતિહાસમાં જાણવા જેવો ઉમેરો કરે છે. મોગલ સમ્રાટો પાસેથી જૈન સાધુઓએ મેળવેલી સનદો અહીં સંભારવા જેવી છે. - બાણભટ્ટની ગદ્ય “કાદમ્બરી'નો પદ્ય અનુવાદ કરનાર ભાલણ રાજા તારાપીડની રાજધાનીનું વર્ણન પરિસંખ્યા અલંકારથી કરે છે. એના રાજ્યમાં સોગઠાબાજી(સારી, સં. શાર)ની રમતમાં જ મોંમાંથી માર” શબ્દ નીકળતો-વઢવાઢમાં નહિ: “સારી રમતાં મારિ.” “નળદમયંતી રાસમાં નયસુંદર પણ લખે છે કે નળના રાજ્યમાં “મારિ” શબ્દ તે સારિઈ ભણે! આમ મારિ” (સ્ત્રી.) હિંસા માત્ર સોગટી મારી નાખવામાં થતી; રાજ્યમાં નહિ. અને એમ એમનાં રાજયકાળમાં પ્રજા અહિંસા પાળતી અને પળાવતી હતી એમ જાણી શકાય છે. ૧. હેમચંદ્રાચાર્યે શ્રમિયાન મારામાં કુમારપાળના પર્યાય નીચે પ્રમાણે આપ્યા છે: "कुमारपालश्चोलुक्यो राजर्षिः परमार्हतः । मृतस्वमोक्ता, धर्मात्मा, मारिव्यसनवारकः ॥" Page #2 -------------------------------------------------------------------------- ________________ અમારિ” પાલનના બે અપ્રકટ ઐતિહાસિક લેખા :3: જૂનાગઢ ઉપરકોટનો સં. ૧૫૦૭નો શિલાલેખ સવંત ૧૫૦૭ના માઘ શુક્ર સપ્તમી દિને ગુરુવારે જૂનાગઢના રા' મંડળિકે બૃહત્ તપાગચ્છના રત્નસિંહસૂરિના પટ્ટાભિષેકના અવસરે, પંચમી, અષ્ટમી, ચતુર્દશી એટલા વિશેષ દિનોમાં સર્વ જીવની ‘અમારિ ' કરાવી. આ પહેલાં એકાદશી અને અમાવાસ્યામાં તેનું પાલન થતું હતું. આ સંબંધીનો મોટો શિલાલેખ જૂનાગઢના ઉપરકોટમાં છે. k "स्वस्ति श्री संवत १५०७ वर्षे माघसप्तमी दिने गुरुवार श्री राणाजी मेगलदे सुत राउल श्री महिपालदे सु श्री मंडलिकप्रभुणा सर्वजीव करुणाकरणतत्परेण औदार्य गांभीर्य चातुर्य शौर्यादि गुणरत्न रत्नसिंहरिणां पट्टाभिषेकावसरे स्तंभतीर्थवास्तव्य सा देवासुत हांसासुत राजकुलीन... समस्तजीव अभयदानकरण... कारकेण पंचमीअष्टमी - चतुर्दशीदिनेषु सर्वजीव अमारि कारिता । राजा... नंतर सिंहासनोपविष्टेन श्रीमंडलिकराजाधिपेन श्री अमारि प्राग् लिखित स्वहस्तलिखित श्रीकरिसहितं समर्थितं । पुरापि एकादशीअमावास्ये पाल्यमाने स्तः । संप्रति एतेषु पंचमी, अष्टमी, एकादशी, चतुर्दशी अमावास्यादिनेषु राजाधिराज श्रीमंडलिकेण सर्वश्रेयः कल्याणकारिणी सर्वदुरितदुर्गोपसर्ग निवारिणी सर्वजीवअमारि कार्य... चिरं विजयतां । ” આ પછીનો આ શિલાલેખનો ગુજરાતી ભાગ, સવંત ૧૫૦૭ના સમયના પ્રચલિત વ્યાવહારિક ગુજરાતી ગદ્યનો કીમતી નમૂનો પૂરો પાડે છે. એટલે જેટલું મહત્ત્વ એ ગદ્યના અર્થનું છે તેટલું જ તેના સ્વરૂપનું પણ છે તે ભૂલવા જેવું નથી. સવંત ૧૫૦૭ના રા' મંડળિકના ઉપરના સંસ્કૃત શિલાલેખમાંથી છેલ્લો ગુજરાતી ભાગ તે સમયના પ્રચલિત ગદ્યના દષ્ટાંતરૂપ છે. સંસ્કૃત લેખનો સાર એ છે કે માંડળિક (ત્રીજો) ગાદીએ બેઠો ત્યારે પાંચમ, આડમ, એકાદશી, ચતુર્દશી ને અમાવાસ્યાના દિવસોએ કોઈપણ જીવ ન મારવાની ‘અરિ’ની તેણે આજ્ઞા કરી હતી, આ આજ્ઞા ઉકત ફકરામાં આપી છે. પાછળના ભાગમાં મંડલિકના ગુણગાનના શ્લોકો સંસ્કૃતમાં છે. ૧૩૫ ગુજરાતી ભાગની પંદર પંક્તિઓ આ મુજબ છે : “ પ્રથમ શ્રેય ઈ જગતિ જીવ તર્પિવા સહી, ખીજા લોક સર્પત જીવ ન વિષ્ણુાસિવા, લાવકમાર અનિ ચિડીયાર સીંચાણુક રહિં વિ આહેડા ન કરિવા, મોર ન મારિવા, ખાવર ખાંટ તુરક એહે દહાડે જીવ કોઈ ન વિણાસઈ, જિ મારિસ વધન મલેસ, કુંભકાર પંચદિન નીમાડ ન કરઈ, જીકો ઇ દીહિ એણુવી આણા ભંગ કરઇ એ હણીઈ, રા' શ્રીમાંડળિક નાથણી આણા સવકઈ પાલિંવી, તેહનઈ શુળ ઘળા હોસિઈ, જિકો જન ચુકઈ એ દોષની તેહણુઈ અમારિ પ્રવર્તાવણુહાર શ્રીખંડળિક પ્રભુ કઈ આશાતણા ઈ. વર્તમાન છાયા : (૧) પ્રથમ શ્રેય આ જગતમાં જીવ જરૂર ( ́ સહી ’) તર્પવા; ખીજું (૨) લોક સમસ્તે જીવ ન હણુવા, લાવરાંમાર અને (૩) ચલ્લાંમાર ખાજ માટે (‘ રહિં ’) પણ શિકાર ન કરવો. મોર (૪) ન મારવા. વાવર ખાંટ તુરક એ દહાડે કોઈ જીવ (૫) ન હણે. જે મારશે, તે વધતે પામશે. કુંભાર (૬) એ પાંચ દિન નીમાડો ન કરે. જે કો એ દિવસે આ પ્રકારની આજ્ઞાનો (છ) ભંગ કરે તે મોતની શિક્ષા પામે. રા' શ્રીખંડળિક પૃથ્વીનાથની (૮) આજ્ઞા સહુ કોણે (= સહુ કોએ) પાળવી. તેણે (૯) ગુણ ઘણા થશે. જે કો જન ચૂકી જાય તેણે, (૧૦) અમારિ પ્રવર્તાવણહાર શ્રી મંડળિક ઇચ્છે છે કે પ્રભુને આશાતના કરવી. ર ૨. જૂનાગઢ કૉલેજના સંસ્કૃતના પ્રોફેસર શ્રી નર્મદાશંકર પૂરોહિતે આ આખો લેખ વાંચેલો; તેના ગુજરાતી ભાગનું સંશોધન-સંપાદન-ભાષાંતર દી. ખા. પ્રો. કેશવલાલ ધ્રુવે કરેલું. તે શ્રી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક ' ૧૯૫૨-૫૩ : (પ્રગટ તા. ૩૧-૬-૫૪)માં પ્રસિદ્ધ, પૃષ્ઠ ૩૭૬; સંસ્કૃત લેખની માહિતી માટે જુઓ ‘ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ’ શ્રી મોહનલાલ દેશાઈ કૃત (૧૯૩૩), પૃ. ૪૯૫, પાદનોંધ. "" Page #3 -------------------------------------------------------------------------- ________________ 136 આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ વડોદરાની નરસિંહજીની પોળમાં પ્રસિદ્ધ ઝવેરી કુટુંબના સંગ્રહસ્થો શ્રીયુત કુમારપાળ લાલભાઈ ઝવેરી તથા શ્રી સત્યેન્દ્ર અંબાલાલ ઝવેરી એમણે પોતાનો લેખભંડાર પ્રા. મંજુલાલ ર. મજમુદારને બતાવ્યો. તેમાંથી આ નીચેનો દસ્તાવેજ ઐતિહાસિક તેમ જ સામાજિક દૃષ્ટિએ ખૂબ અગત્યનો જણાતાં પ્રા. મજમુદારે પ્રસિદ્ધિમાં મૂકવા માટે માગી લીધો હતો અને તેમણે તે મને બતાવીને ખૂબ ઉપકાર કર્યો છે. એમના સૌજન્યથી જ આ લેખ પ્રસિદ્ધ થઈ શકે છે. વડોદરાનો સવંત ૧૮૪૮ને દસ્તાવેજ માનાજીરાવ ગાયકવાડનો સિક્કો સંવત ૧૮૪૮ના શ્રાવણ વદિ 11 વાર ભોમે દીને કએ વડોદરાના શેઠ મહાજન સમસ્ત જોગ તથા કસએ મજકુરનાં ખાટકીના મહેતર ફજીરતા૨જી તથા જમાલ લાલન તથા કમાલનુરણ તથા રહીયા રુ તથા એહમદ નસીર તથા મીઆજી કાસમ તથા રાજે મહમદજી વગેરે ખાટકી પંચ સમસ્ત. જત અમે સરવે મલીને રાજીરજાનંદ થઈને માહાજનને લખી આપીએ છીએ જે આજ પુઠી વરસ 1 મધે માસ 1 શ્રાવણનો તહેના દીન 30 તથા બારે માસની એકાદશી 24 તથા બારે માસના સોમવારે 48 તથા પચુસણના દિવસ તે શ્રાવણ સુદ-૧થી તે ભાદરવા સુદ-૧૨ લગી, તથા મોહોટી શીવરાત 1 તથા શમનોમી 1, એટલા દિવસ અમો વની હંસા કરીએ તથા અમારી કસબ કરીએ તો સરકારના તથા મહાજનના ગુનૈગાર, ને ખૂન 1 જનાવરનું કરીએ તો ગુર્નેગારી રૂ. 2701 અંકે સતાવીશે ને એક પુરા સરકારમાં ભરીએ ને કોઈને રૂ૫ઈઆ ન મલે તો તેનાં ઘરબાર ખાલસાઈથાએ તથા નાક કાન કપાએ—એ પરમાણે અમારી પેઢી દર પેઢી જાવો-અંદર દીવાકર પાલીએ એ પરમાણે અમો સરવે પંચ મલીને રાછરજાલંદ થઈને મહાજન સમસ્તને લખી આપુ છે, તથા ઈદનો દિવસ એટલા અણીજામાંહાં આવે તો સરકારનો હુકમ લેઈને દિવસ 2 બે કામ કરીએ, એ લખુ બાપના બોલ સાથે પાલીએ. - - -- સાખ અત્ર 1 મત 1 અત્ર [ ખાટકી પંચ સમસ્ત ] [ મહાજનની સહીઓ ] એકંદરે અહિંસાના દિવસ વર્ષમાંથી ત્રીજા ભાગના થવા જાય છે. ઉપર ગણાવેલા અણુંજાના દિવસોમાં જૈન અને હિંદુ જનતાના બન્ને વિભાગોના મુખ્ય મુખ્ય પવિત્ર ગણાતા દિવસોનો સમાવેશ થયેલો છે એ ધ્યાન ખેંચનારી બીના છે. એકંદરે આ બન્ને લેખનું સાંસ્કૃતિક મહત્વ પણ ધ્યાનમાં લેવા જેવું છે. પોક લાડના પાન allur g h telliotlily, imTITUTENT" " કરવા IItlal'A' Indian Filies III