Book Title: Amari Ahimsa Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf View full book textPage 1
________________ અમારિ–અહિંસા અહિંસાને બેધ સર્વ ધર્મમાં અપાય છે. હિંદુધર્મ, જૈનધર્મ અને બૌધ ધર્મ તો અહિંસાને સ્વીકારે છે, એટલું જ નહિ પણ બાઇબલ પણ જણાવે છે Thou shall not kill “તારે કોઈને મારી નાખવું નહિ.” અહિંસા એ કેવળ નિષેધાત્મક નથી, પણ તેનું વિધાયક સ્વરૂપ પણ છે અને તેના વિધાયક અથવા નિશ્ચયાત્મક સ્વરૂપને વિશ્વપ્રેમ કહે છે. આપણે અહિંસાને ચાર વિભાગમાં વહેંચી નાખીશું. સામાન્ય હિંસા, સામાજિકહિંસા, ધાર્મિક હિંસા, અને આત્મિકહિંસા. સામાન્ય રીતે કેઈપણ જીવને ઘાત કરો, તેને પ્રાણથી છૂટો કરવો તે હિંસા ગણાય છે. ખોરાકનિમિત્તે, ક્રીડાનિમિત્તે, શિકારનિમિત્તે, મનુષ્યો પશુઓની હિંસા કરે છે. શરીરથી મનુષ્ય જે હિંસાદ્વારા પાપ કરે છે, તેના કરતાં વચનોથી વધારે પાપ કરે છે. જીભનાં પાપ શરીરનાં પાપ જેવાં સ્પષ્ટ દેખાય નહિ. પણ તલવારના ઘા કરતાં વચનને ઘા ઘણે વિશેષ કારી હોય છે. પરનિંદા સાંભળવામાં તથા કરવામાં આપણને રસ પડે છે. જ્યારે કોઈના સંબંધી નિંદાની વાત અથવા ઘસાતું વચન આપણે સાંભળીએ ત્યારે આપણે બેધડક કહેવું કે “કદાચ એ વાત સાચી ન પણ હોય અને હોય તો પણ તે વિષે બોલીને તેને વધારવી એ દયાભર્યું નથી–એ હિંસા છે.” કેઈએ મૂર્ખતા કરી. પણ તેની વાત કરીને બીજાને કહેવામાં આપણે પણ મૂખ ઠરીએ છીએ. એક કવિએ કહ્યું છે કે: પરાઈ મૂર્ખતા કાજે, મુખે ના ઝેર તું લેજે. આપણે આપણું કાર્યો તથા વચને વાસ્તે જવાબદાર છીએ, તેના કરતાં પણ આપણું વિચારે વાતે વધારે જવાબદાર છીએ. કાર્યો અને વચનોની અસર પરિમિત છે, પણ આપણું વિચારે સૂમ હોવાથી ઘણે દૂર સુધી પહોંચે છે. અને વાતાવરણને કાંતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3