Book Title: Amari Ahimsa
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf
Catalog link: https://jainqq.org/explore/249627/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અમારિ–અહિંસા અહિંસાને બેધ સર્વ ધર્મમાં અપાય છે. હિંદુધર્મ, જૈનધર્મ અને બૌધ ધર્મ તો અહિંસાને સ્વીકારે છે, એટલું જ નહિ પણ બાઇબલ પણ જણાવે છે Thou shall not kill “તારે કોઈને મારી નાખવું નહિ.” અહિંસા એ કેવળ નિષેધાત્મક નથી, પણ તેનું વિધાયક સ્વરૂપ પણ છે અને તેના વિધાયક અથવા નિશ્ચયાત્મક સ્વરૂપને વિશ્વપ્રેમ કહે છે. આપણે અહિંસાને ચાર વિભાગમાં વહેંચી નાખીશું. સામાન્ય હિંસા, સામાજિકહિંસા, ધાર્મિક હિંસા, અને આત્મિકહિંસા. સામાન્ય રીતે કેઈપણ જીવને ઘાત કરો, તેને પ્રાણથી છૂટો કરવો તે હિંસા ગણાય છે. ખોરાકનિમિત્તે, ક્રીડાનિમિત્તે, શિકારનિમિત્તે, મનુષ્યો પશુઓની હિંસા કરે છે. શરીરથી મનુષ્ય જે હિંસાદ્વારા પાપ કરે છે, તેના કરતાં વચનોથી વધારે પાપ કરે છે. જીભનાં પાપ શરીરનાં પાપ જેવાં સ્પષ્ટ દેખાય નહિ. પણ તલવારના ઘા કરતાં વચનને ઘા ઘણે વિશેષ કારી હોય છે. પરનિંદા સાંભળવામાં તથા કરવામાં આપણને રસ પડે છે. જ્યારે કોઈના સંબંધી નિંદાની વાત અથવા ઘસાતું વચન આપણે સાંભળીએ ત્યારે આપણે બેધડક કહેવું કે “કદાચ એ વાત સાચી ન પણ હોય અને હોય તો પણ તે વિષે બોલીને તેને વધારવી એ દયાભર્યું નથી–એ હિંસા છે.” કેઈએ મૂર્ખતા કરી. પણ તેની વાત કરીને બીજાને કહેવામાં આપણે પણ મૂખ ઠરીએ છીએ. એક કવિએ કહ્યું છે કે: પરાઈ મૂર્ખતા કાજે, મુખે ના ઝેર તું લેજે. આપણે આપણું કાર્યો તથા વચને વાસ્તે જવાબદાર છીએ, તેના કરતાં પણ આપણું વિચારે વાતે વધારે જવાબદાર છીએ. કાર્યો અને વચનોની અસર પરિમિત છે, પણ આપણું વિચારે સૂમ હોવાથી ઘણે દૂર સુધી પહોંચે છે. અને વાતાવરણને કાંતે Page #2 -------------------------------------------------------------------------- ________________ અમારિ–અહિંસા ૧૧૭ અગાડે છે કે સુધારે છે. પ્રસાદ્ર રાજાષનું દૃષ્ટાંત જૈન આલમને સુવિદિત છે. તેમણે પેાતાના જ વિચારવડે દેવગતિને યાગ્ય કર્મ ખાંધ્યું, નરકગતિને ચોગ્ય કર્મ બાંધ્યું અને કેવળ પણ થયા, માટે મનુષ્યના બંધ અને મેાક્ષનું કારણ તેના વિચારે છે. વિચાર એ તેના વચનેાના તથા કાર્યાના પિતા છે. દાન, શીલ, અને તપ એ ત્રણેની મહત્તા તેની પાછળ રહેલા ભાવ-વિચાર ઉપર રહેલી છે. આપણા સમાજમાં પણ અનેક પ્રકારે હિંસા થઈ રહેલી છે. જો કે આપણે કાઈ ને શસ્ત્રથી મારતા નથી, પણ બાળલગ્ન, કન્યાવિક્રય, ગૃહલગ્ન, એક પત્ની હાવા છતાં ખીજાં લગ્ન કરવું–આ બધાં રૂઢિનાં શસ્ત્ર છે. તે સમાજના જીવનને, અને સમાજમાં રહેલી વ્યક્તિઓનાં જીવનને કચરી નાખે છે, દાબી રાખે છે, રીખાવી રીબાવીને મારે છે, તે કાઈવાર તા સાઈના છરા કરતાં પણ ભારે દુઃખ ઉત્પન્ન કરે છે. સમાજમાં રહેલા ક્રૂર રીવાજોને આપણે ફેરવાવીએ નહિ, પણ તે સંબંધી આંખમીચામણાં કરી તે રીવાજોને ચાલવા દઈએ તેા આપણે પણ હિંસામાં ભાગ લીધેા છે. Inaction in an act of mercy is an act in a deadly sin યાના કામમાં છતી શક્તિએ ભાગ ન લેવા તે નિર્દયતાના કાર્યમાં ભાગ લીધા સમાન છે. ધાર્મિકહિંસા, યજ્ઞનિમિત્તે પશુના વધ કરવા તે ધાર્મિકહિંસાના એક પ્રકાર છે. બીજા ધર્મોની નિંદા કરવી, ખીજા ૫થાપર આક્ષેપે કરવા, એ પણ ધાર્મિક હિંસા. ધણા ખરા ધાર્મિક મનુષ્યા પેાતાના સત્યસિદ્ધાંતા પ્રતિપાદન કરવાનું રચનાત્મક કાર્ય કરવાને બદલે બીજા પથ કે ધર્મોના દોષો નિરૂપણ કરવાનું ખંડનાત્મક કા કરે છે, અને આમ કરવા જતાં સિદ્ધાંતાની ચર્ચા દૂર રાખી જુદા વિચારાને માનનારાઓ ઉપર અંગત આક્ષેપો કરે છે; આ પણ એક પ્રકારની પ્રબલ હિંસા છે. કાઈપણ ધર્મનું અર્ધું વાક્ય કે અર્ધી શ્લાક લઈને, તેનું દૂષણુ ખતાવવું અને તેનું ખંડન કરવું એ મહાન દોષ છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ 118 પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને મનુસ્મૃતિમાં એક ગ્લૅક છે, તેની પ્રથમની લીંટી આ પ્રમાણે છે न मांसभक्षणे दोषो न मद्ये न च मैथुने / માંસભક્ષણમાં, દારૂમાં, અને મૈથુનમાં દોષ નથી–આટલું જે કંઈ વાંચે તો મનુસ્મૃતિ અને તેના લખનાર તથા માનનાર ઉપર તિરસ્કાર પ્રકટે. પણ તે બ્લેકની બીજી લીંટી જણાવે છે કે प्रवृत्तिरेषा भूतानां निवृत्तिस्तु महाफला // લકાની ઉપર પ્રમાણે પ્રવૃત્તિ છે. પણ તે ત્રણ દોષોથી મુક્ત થવું તે મહા ફળદાયી છે. માટે અર્ધા ઉતારાઓ કરી બીજા ધર્મની નિંદા કરવી, કરાવવી તે ધાર્મિક હિંસા છે. અંત્યજો તરફનું લેકેનું વર્તન એ પણ ધર્મ સંબંધીના અધુરા જ્ઞાનને આભારી છે. સર્વ ભૂત પ્રાણમાં પ્રભુ રહેલો છે-એમ માનવું, અને તે સાથે અંત્યજમાં રહેલા પ્રભુને તિરસ્કાર કરવો એ કેમ યોગ્ય ગણાય ? છતાં ધર્મને નામે જ અંત્યજે અત્યાર સુધી કચરાયા છે. હવે ચોથી અને મહત્ત્વની હિંસા તે આત્મિક હિંસા છે. જ્યાં રાગ, દ્વેષ અને મેહ છે, ત્યાં આત્માની સ્વાભાવિક સ્થિતિનો નાશ થાય છે. કોઈ વસ્તુ અથવા મનુષ્ય ઉપર આપણને રાગ થાય, પછી તે વસ્તુની પ્રાપ્તિમાં કોઈ અંતરાય નાંખે, અથવા તે મનુષ્ય પ્રત્યેના આપણા પ્રેમમાં કોઈ ખલેલ નાખે, તે તરત જ ઠેષ પેદા થાય છે. એટલે વસ્તુતઃ રાગ જ દ્વેષનું કારણ છે. પણ આ રાગ અને દ્વેષનું ખરું કારણું અજ્ઞાન છે. અજ્ઞાનને લીધે મનુષ્ય જે વસ્તુઓ પોતાની નથી તેના પર રાગ ધરે છે, અને તેમાંથી ઠેષ જન્મે છે. માટે જ્યાં સુધી જીવનની એકતાનું જ્ઞાન ન થાય, ત્યાં સુધી આમિક હિંસા સર્વથા નાશ ન પામે. કેવળ અહિંસક મનુષ્ય જ જીવનપ્રેમી બને છે. તેનો પ્રેમ વિશ્વવ્યાપી બને છે, અને તેના વિચારો, વચનો, અને કાર્યો સમગ્ર જગતને આનંદદાતા નીવડે છે. 23-8-30 મણિલાલ નથુભાઈ દેશી