Book Title: Aho Shruta gyanam Paripatra 49 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 6
________________ પુસ્તક લેખન અંગે વિચારણા પૂજ્ય ગુરુભગવંતો દ્વારા તેમના વ્યાખ્યાન અને તેમના વિહાર દરમ્યાન સંસ્મરણો, નોટો, લેખો બનાવાતા હોય છે. અને ઘણા ગુરુભગવંતો તેમના વિશિષ્ટ ચિંતનો કે વાંચેલા ગ્રંથોના ઉત્તમ પદાર્થોના સંગ્રહ તેમની નોટબુકમાં કરતા હોય છે. ખરેખર... આવી નોટબુકમાં રહેલ જ્ઞાન-ચિંતન-સંસ્મરણો ખૂબ જ ઉત્તમ હોય છે અને ભવિષ્યમાં તેમના શિષ્યો દ્વારા તેને મુદ્રિત કરીને પ્રકાશિત કરવામાં આવે છે. અને પ્રકાશક સંસ્થા દ્વારા ગુરુભગવંતો - જ્ઞાનભંડારોને ભેટ સ્વરુપે પણ મોકલવામાં આવે છે. છતાં પણ કાળના પ્રભાવે દરેકને સમયનો અભાવ હોવાથી આવા સાહિત્યનો વપરાશ ઉપયોગ દિવસે દિવસે ઘટતો જાય છે. સમર્થ પ્રવચનકાર, શાસનપ્રભાવક પૂજ્યોના પુસ્તકો પણ, આવા સુંદર સુવાક્ય સાથેના સારા વિચાર વ્યાખ્યાનના પુસ્તકો પણ મુદ્રિત કર્યા પછી સામાન્ય રીતે કોઇ ખરીદતું નથી, તેથી ભેટ સ્વરૂપે મોકલવામાં આવે છે. ભેટમાં આવેલ આવા પુસ્તક અથવા તો કાયમી મેમ્બરને મળતા આવા પુસ્તકો લાયબ્રેરીમાં | જ્ઞાનભંડારમાં મોકલી તેનો નિકાલ થતો હોય છે. પરંતુ જ્ઞાનભંડારમાં રાખેલ આવા પુસ્તકો ભાગ્યે જ ઇસ્યુ થતાં હોય છે. અને લાયબ્રેરીમાં ભેટમાં આવેલ ઘણાં પુસ્તકો ઉપર જે તે પુસ્તક જ્ઞાનખાતામાંથી ગુરુભગવંતને ભેટમાં મળેલ હોય છે. ત્યારે તેને સાચવવા તેમજ તેનો ઉપયોગ (યોગ્ય રીતે) કરવા અંગે મુંઝવણ થતી હોય છે. સમર્થ પ્રવચનકાર | લેખક જ્યારે લોકભોગ્ય ભાષામાં કોઇ પ્રકરણ ગ્રંથ આધારિત પુસ્તક લખે અથવા તો પૂર્વના ચરિત્ર આધારિત વાત કે ઉપદેશ સ્વરૂપે પુસ્તક લખે છે તેને ખૂબ જ સારી સફળતા મળે છે. માગનુસારીના કોઇ ગુણ કે સૂત્રોના વિવેચન, સ્તવન વિવેચન કે કોઇ પણ થીમ આધારિત જે પણ પુસ્તકો સરળ ભાષામાં લખેલાં હોય તો તેની શ્રાવક-શ્રાવિકાઓ તરફથી સારી ડીમાન્ડ રહે છે. ખરીદીને પણ લોકો વાંચે છે તેમ જ આવા થીમ આધારિત પુસ્તકો જ્ઞાનભંડારમાંથી સતત ઇશ્ય પણ ગુરુભગવંતોને થતાં રહે છે. અને સાચા અર્થમાં ઉપયોગી બને છે. જે અમારા અનુભવથી સમજાયું છે. -: ઓચિત્ય :જ્ઞાનખાતામાંથી પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને ઉપયોગી હોય તેવા સ્વાધ્યાયઅભ્યાસ વગેરેના જ પુસ્તકો છાપવા જોઇએ અને શ્રાવકો-શ્રાવિકાઓએ તેમજ બાળકોને ઉપયોગી હોય તેવા પુસ્તકો ફક્ત સાધારણમાંથી જ છાપવા જોઇએ. એવું પ્રાયઃ બધી જ સંસ્થાઓ માનતી હોય છે. અને તે પ્રમાણે વહીવટ પણ કરતાં હોય છે, ઘણી વખત સાધારણ ખાતામાંથી છપાયેલ પુસ્તક ગુરુભગવંતો અને જ્ઞાનભંડારો માટે ઉપયોગી હોય છે તો જેટલી સંખ્યામાં ગુરુભગવંતોને મોકલવાના હોય તેટલા પુસ્તકોની કિંમત પ્રમાણે જ્ઞાનખાતામાંથી રૂપિયા લઇને પૂજ્યોને અભ્યાસ માટે મોકલી શકાય છે. તેજ રીતે ભારતમાં આવેલ જ્ઞાનભંડારોને પણ મોકલી શકાય છે. દરેક પુસ્તક ઉપર જ્ઞાનખાતાનું સ્ટીકર કે રબ્બર સ્ટેમ્પ લગાવીને આ દોષમાંથી બચી શકાય છે. પરંતુ સાધારણમાંથી છપાયેલ શ્રાવકોપયોગી આવા પુસ્તકો જ્ઞાનખાતામાંથી મોકલાવતી વખતે વિવેક જરૂરી છે કે જે પણ પૂજ્યોને ઉપયોગી બનતા હોય તે મર્યાદિત સંખ્યામાં એટલે કે ૧૦ થી ૨૫% સુધી મોકલવા જોઇએ. અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૪૯ )Page Navigation
1 ... 4 5 6 7 8