Book Title: Aho Shruta gyanam Paripatra 49 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 8
________________ Reat 220p , 5 महा ग्रंथ विमोचन समारोह ચુતવિશ્વમાં નવલું નઝરાણું "चरम केवली नामक महानाय का लोकार्पण ઉ ચરમ કેવલી :- અધ્યાત્મયોગી પૂ.આ.શ્રી કલાપૂર્ણસૂરિજી મ.સા.ના સમુદાયવર્તિ પૂ.આ.શ્રી તીર્થભદ્રસૂરિજી મ.સા.દ્વારા અંતિમકેવલી શ્રી જંબુસ્વામીનું ચરિત્ર પાંચ ભાગમાં ચેન્નાઇમાં ભવ્ય સમારોહમાં લોકાર્પણ કરવામાં આવેલ છે. ખરતરગચ્છ, અચલગચ્છ અને તપાગચ્છના પૂર્વાચાર્યો દ્વારા રચિત આજ સુધી અપ્રગટ જુદા જુદા 46 રાસોની હસ્તપ્રતોના સંશોધન-સંપાદન કરવામાં આવેલ છે. અને કનકસૂરિજી પ્રાચીન ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે. જ્ઞાનભંડારોના સંચાલકો માટે - પ્રકાશકો માટે ઉપયોગી માહિતી શ્રમણ સંમેલન (સં-૨૦૦૨) ની પ્રવર સમિતિ દ્વારા પ.પૂ.આ.શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના નેતૃત્વમાં જ્ઞાનભંડાર માટે શ્રમણ ભગવંતોની સમિતિ બનાવવામાં આવી હતી. અને તેઓ દ્વારા પંડિતવર્ય શ્રી જીતેન્દ્રભાઇ શાહના નેતૃત્વમાં શ્રાવકોની સમિતિ પણ નિયુક્ત કરવામાં આવી હતી. પૂજ્ય ગુરુદેવોની નિશ્રામાં આ સમિતિ દ્વારા ઘણી બધી મીટીંગો અને ચર્ચા વિચારણાને અંતે પહેલાં તબક્કામાં બે કાર્યો કરવામાં આવ્યા છે. (1) પૂજ્ય ગુરુભગવંતના માર્ગદર્શન મુજબ અમદાવાદના બધા જ જ્ઞાનભંડારોમાં રહેલ પુસ્તકોપ્રતોની યાદીને એક જ સોફ્ટવેરમાં એન્ટ્રી કરીને ઉપલબ્ધ બનાવવામાં આવી છે. પૂજ્ય શ્રમણશ્રમણી ભગવંતોને તેમના સ્વાધ્યાય-અભ્યાસ-રેફરન્સ માટે જરૂરી પુસ્તકો ક્યા જ્ઞાનભંડારમાં છે તેની માહિતી સહેલાઇથી મળી શકે તે માટે શરૂઆતમાં અમદાવાદના 15 જ્ઞાનભંડારોમાં રહેલા 1,30,000 પુસ્તકોની માહિતી www.gyanbhandari.in ઉપર મુકવામાં આવી છે. જે પણ જ્ઞાનભંડારોને આમાં જોડાવું હોય તેમને પોતાનો ડેટા મોકલવા વિનંતી... (2) JSBN :- જેન પ્રકાશકો દ્વારા પ્રકાશિત બધા જ નૂતન પ્રકાશન માટે યુનિક આઇડેન્ટીટી નંબર ઇસ્યુ કરવા માટે JSBN ના માળખાનું સોફટવેર પણ બનાવવામાં આવેલ છે. જે www.jsbn.in ની વેબસાઇટ ઉપરથી ટુંક જ સમયમાં કાર્યરત થઇ જશે અને બધાં જ પ્રકાશકોને પોતાના પ્રકાશનમાં આ નંબર લઇને તેમના પુસ્તકની પાછળ છાપવા વિનંતી છે. જેના લીધે ગ્રંથની માહિતી એક સરખા ફોર્મેટમાં દરેક જ્ઞાનભંડારમાં નોંધવા માટે ઉપયોગી બનશે તેમજ પુસ્તક સહેલાઇથી web ઉપરથી સર્ચ કરી શકાશે. તપોવન સંસ્કાર પીઠ - અમદાવાદ અને તપોવન સંસ્કાર ધામ - નવસારી બંન્ને જ્ઞાનભંડારના પુસ્તકો મોબાઇલમાં Tapovangyan Bhandar ની Application ડાઉનલોડ કરીને સર્ચ કરી શકાશે અથવા www.liyNgyanbhandar ની વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ છે. Printed Matter BookPosted 1147) U/C, 5A P & T Guide hence not be taxed Rs. 1 Ticket અહો ! શ્રવશાળ પ્રકાશક : શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજેન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો : 9426585904 (ઓ) 22132543 E-mail : ahoshrut.bs@gmail.com Website : www.ahoshrut.org 'અહો ! શ્રુતજ્ઞાનમ્ - 49 (8)Page Navigation
1 ... 6 7 8