Book Title: Aho Shruta gyanam Paripatra 47 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 7
________________ જ્ઞાન - સ્વામિવાત્સલ્ય રહો સવાલ - શું લખવું એનો, તો તે માટે જિનાલય, ઉપાશ્રય, આયંબિલ ખાતું, તીર્થ વગેરે માટે ઘણા બધા જુદા જુદા વધારે બીજા સુલખાણ અમારી પાસે ઉપલબ્ધ છે. દા.તઃ બહારની દીવાલોમાં લખવાના વાક્યો (૧) તું જે પોતાના માટે ઇચ્છે છે એ બીજા માટે પણ ઇચ્છ, તું જે પોતાના માટે નથી ઇચ્છતો, એ બીજા માટે પણ ન ઇચ્છ, આનું જ નામ છે જેન ધર્મ - ભગવાન શ્રી મહાવીર સ્વામી (બૃહત્કલ્પ આગમ) (૨) જો આકાશનો અંત આવી શકે તો જ ઇચ્છાનો અંત આવી શકે, છોડી દે ને ઇચ્છા એનાથી તું કદી સુખી થવાનો નથી. - ભગવાન શ્રી મહાવીર સ્વામી ( ઉત્તરાધ્યયન આગમ) ઉપર મુજબના બોર્ડ- પેઇન્ટીંગ્સ આખા તીર્થમાં ગોઠવી દેવાય. ખરેખર, તીર્થના દેદાર ફરી જશે. ખૂબ સારું કામ કર્યાનો સંતોષ થશે અને જબરજસ્ત પુણ્યનું ઉપાર્જન થશે. તીર્થની અતિ ઉચ્ચ ભક્તિનો આ એક ઉચ્ચ પ્રકાર છે. જિનાલય વગેરેમાં આ પેઇન્ટીંગ્સ કર્યા પછી નિયત સમયે અઠવાડીયે પંદર દિવસે | મહિને / છ મહિને / વર્ષે તે લખાણો ચેન્જ કરવાથી વધુ ઇફેક્ટીવ બને. તીર્થમાં ચેન્જ ન કરો તો ચાલે, લોકલ પ્લેસમાં પોસિબલ હોય તેટલા શોર્ટ પિરિયડમાં વિદ્વાનોના માર્ગદર્શન અનુસાર ચેન્જ કરતા રહેવા વિનંતી છે. જ્ઞાન-સ્વામિવાત્સલ્ય માટે પેઇન્ટીંગ ગ્રુપના જે સભ્યો બનશે તેઓ સહજ રીતે આ નિમિત્તે જ્ઞાની અને જ્ઞાનના સંપર્કમાં આવતા રહેશે. સો આઇટમનો જમણવાર કરવામાં જે પુણ્ય છે, તેના કરતા પણ આ જ્ઞાન સ્વામિવાત્સલ્ય કરવામાં એક અપેક્ષાએ અનેકગણું પુણ્ય છે. ભોજન એક ટંક માટે હોય છે, જ્ઞાન ભવોભવ માટે હોય છે. એકવાર તમે ચાલુ કરો. આ સત્કાર્યનું પરિણામ અને તેનો આત્મસંતોષ જ તમને આ કાર્ય માટે વારંવાર પ્રેરિત કર્યા કરશે. અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૪o ૦Page Navigation
1 ... 5 6 7 8