Book Title: Aho Shruta gyanam Paripatra 47
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ શાસન હીલના - અપભ્રાજના સિંહ સત્ત્વ સાથે સંસારનો ત્યાગ કરીને પ્રભુના પંથે પ્રચંડપરાક્રમથી પ્રયાણ કરનાર સર્વે સંયમી ભગવંતોની ભાવપૂર્વક અનુમોદના કરીએ છીએ. ગીચ શહેરીકરણ, સ્વચ્છતા અભિયાન અને લોકોની બદલાયેલી માનસિકતાને લીધે પંચમસમિતિના પાલનમાં પ્રતિકૂળતા વધતી જાય છે. ૩૫૦ ગાથાના સ્તવનમાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે. નિંદિત આચારે જિનશાસન, જેહને હીલે લોક, "1 માયા પહેલી તસ અજ્ઞાને, સર્વ અહિંસા ફોક લોકોમાં જે આચાર નિંદનીય છે, જેનાથી લોકો જિનશાસનની હીલના કરે છે. તે આચાર નથી પણ અજ્ઞાન છે. તેને સંયમ માનવું કે મનાવવું તે પોતાને અને બીજાને છેતરવાની પ્રવૃતિ છે. તેવું કરનારની બધી જ જીવદયા ફોગટ છે. "1 આગમગ્રંથો અને શાસ્ત્ર ગ્રંથોના પંચમસમિતિના પાલન અંગેના પૂર્વાચાર્યોના પાઠો અને તેના વિસ્તૃત વિવેચન સાથેના પાંચ પુસ્તકો એક મુનિરાજ દ્વારા સ્વહસ્તાક્ષરમાં લખેલા તે આ પાંચ નામથી અમોએ પ્રકાશિત કર્યા છે. (૧) પરઠવતાં પહેલાં (૩) બસ હવે બહું થયું (૫) હવે તો નહીં જ (૨) પંચમસમિતિ પ્રભુની દૃષ્ટિમાં (૪) આખરે ક્યાં સુધી ? ઉપરોક્ત શાસ્ત્ર વચનોને લક્ષ્યમાં રાખીને અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, નડિયાદ, જોધપુર, મુંબઇ વગેરે શહેરોમાં ઘણા સંઘોમાં ઉદારદિલ ટ્રસ્ટીઓએ આનો અમલ પણ કરેલ છે. જેની અનુમોદના કરીએ છીએ. શાસનહીલના ન થાય અને કોઇ પણ જીવ બોધિ-દુર્લભ ન બને તે માટે ઉપાય સ્વરૂપ પારિષ્ઠાપનિકા સોલ્યુશન, પંચમસમિતિ પાલન અને ઉપાય તેમજ વંદે શાસનમ્ ના લેખ પ્રકાશિત કર્યા હતાં. ભારતના લાખો ગામોમાં પ્રચલિત પદ્ધતિ જ સંયમી ગુરુભગવંતોને પરઠવવા માટે ઓછી વિરાધના અને કાળોચિત જયણાસ્વરૂપ શુષ્કકૂપ પદ્ધતિ છે જે ઉપાશ્રયમાં બનાવવા માટે અમોએ સૂચન કરેલ છે. આ બદલ ગચ્છાધિપતિઓ અને શાસન પ્રભાવક આચાર્ય ભગવંતોએ પ્રતિસાદરૂપે સુંદર આશિર્વચન પત્રો પાઠવ્યાં. અનુમોદના અને પ્રોત્સાહનથી અમારા પ્રયાસમાં પ્રાણ પૂર્યા અને આશિર્વાદથી રીતસર અમને નવડાવી દીધા. અમને પણ ખરેખર એમ લાગ્યું કે પૂજ્ય ગચ્છાધિપતિશ્રીઓથી માંડીને સેંકડો વિશિષ્ટ વિદ્વાનો અને વિશિષ્ટ સંયમીઓ પણ જે વસ્તુ ઇચ્છતા હતા, જે સમજુતી ફેલાય એવી ઝંખના કરતા હતા એમાં અમે નિમિત્ત બન્યાં. શાસનહીલના અને અપભ્રાજના નિવારણ માટે પૂજ્ય ગુરુભગવંતોએ પોતાની વેદના રજુ કરતાં જે પત્રો અમોને મોકલ્યાં તે બધાં જ આશિર્વચનોના પત્રો અમો નૂતન પુસ્તકમાં પ્રકાશિત કરીશું, ઉપાશ્રયના ટ્રસ્ટીઓ અને સંચાલકોને આ અંગેની વિગતવાર માહિતીની જરૂર હોય તો અમારો સંપર્ક કરશો. વર્કીંગ. ડ્રોઇંગ અને ફોટા સાથેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે તેમજ જરૂર હોય તો આ કાર્ય માટે કારીગરની પણ વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે. પૂજ્ય ગુરુભગવંતોને નમ્ર અરજ છે કે જેમણે આશિર્વાદનો પત્ર હજુ સુધી ન મોકલ્યો હોય તો યથાશીઘ્ર મોકલશો. જેથી આગામી પ્રકાશનમાં સમાવેશ પામી શકે. અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૪૦ ૫

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8