Book Title: Aho Shruta gyanam Paripatra 47
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ શ્રુતવિશ્વમાં નવલું નઝરાણું ગૂઢાર્થ તત્ત્વાલોક :- યશોલતા ટીકા પ.પૂ.આ.શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાયના પૂજ્ય આ.શ્રી યશોવિજયસૂરિજી મ.સા.ના શિષ્યરત્ન પૂજ્ય ભક્તિયશવિજયજી મ.સા. (21 વર્ષની ઉંમર-૧૪ વર્ષનો દીક્ષા પર્યાય) દ્વારા ન્યાયમાં ખૂબ જ અઘરો અને જટીલ ગ્રંથ, ગૂઢાર્થ તવાલોક ઉપર 90,000 શ્લોક પ્રમાણ સંસ્કૃતમાં ટીકાની રચના કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા આ નૂતન યશોલતા ટીકા ઉપર એક 14 દિવસના વર્કશોપનું આયોજન પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નેજા હેઠળ કરવામાં આવેલ અને તેમાં દેશભરમાંથી સંસ્કૃત અને ન્યાયના વિદ્વાનોએ ભાગ લીધો હતો. પંચ કપ ભાસં (પંચ કલ્પ ભાષ્યમ્ ): સિદ્ધાંત મહોદધિ પૂજ્ય આ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન આ. શ્રી કુલચંદ્રસૂરિજી મ.સા.દ્વારા આગમગ્રંથ પંચકલ્યભાષ્ય ઉપર વિશાળ સંસ્કૃત નૂતન ટીકાનું પ્રથમવાર સર્જન કરેલ છે. પૂજ્યશ્રી 88 વર્ષની ઉંમરે પણ સતત શાસ્ત્રાભ્યાસ અને લેખનમાં રત હોય છે. છ છેદસૂત્રો પૈકી એક એવા અભ્યાસમાં ખૂબ જ અઘરા આગમગ્રંથ ઉપર ટીકા રચીને ગ્રંથનો અભ્યાસ સરળ બનાવેલ છે. ઉત્તમ કક્ષાના ટકાઉ કાગળ ઉપર વજનમાં ખૂબ જ હલકા આકર્ષક પ્રિન્ટીંગ સાથે દિવ્યદર્શન ટ્રસ્ટ દ્વારા બે ભાગમાં પ્રકાશિત કરવામાં આવેલ છે. સુન્દરેકાક્ષરકોષ :- પ.પૂ.આ.શ્રી રાજેન્દ્રસૂરિજી મ.સા. ના પ્રશિષ્ય પૂ.રાજસુન્દરવિજયજી (ઉંમર વર્ષ-૨૩, દીક્ષા પર્યાય 8 વર્ષ ) દ્વારા જુદા જુદા જ્ઞાનભંડારોમાંથી હસ્તપ્રતો મેળવીને સંશોધન-સંપાદન કરીને સંસ્કૃત વિશ્વના ઇતિહાસમાં પ્રથમ વખત સવિસ્તૃત એકાક્ષરકોષની પૂણ્યસૌમ્યા નામની સ્વોપજ્ઞ ટીકા સાથે બનાવેલ છે. આની સાથે એકાક્ષર નામકોષ સંગ્રહનું પણ સંપાદન કરી બન્ને ગ્રંથો શ્રુતજ્ઞાન સંસ્કાર પીઠ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે. જેનીઝમ કોર્સ:- પ.પૂ.આ. શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાયના દીક્ષાદાનેશ્વરી પ.પૂ.આ.શ્રી ગુણરત્નસૂરિજી મ.સા.ની પ્રેરણાથી જેનીઝમના ત્રણ વર્ષના કોર્ષ પૈકી પ્રથમ વર્ષના કોર્ષના બાર પુસ્તકોનું ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષામાં સુરતમાં ભવ્ય સમારોહમાં પ્રકાશિત કરવામાં આવ્યા. આ પુસ્તકો સાત વિદ્વાનો દ્વારા જુદા જુદા વિષયોની તલસ્પર્શી માહિતી રૂપે લિખિત છે. ખૂબ જ ઉત્તમ પ્રિન્ટીંગ અને સચિત્ર મલ્ટીકલરમાં બનાવેલ છે. આ સમગ્ર કોર્ષનું સંપાદન વિદ્વવર્ય મુનિરાજ શ્રી યશરત્નવિજયજી દ્વારા કરવામાં આવેલ છે. આ કોર્ષમાં દરેક ઉંમરની વ્યક્તિ ભાગ લઇ શકે છે. ચૈતન્યગુણ જેન એકેડમી (મુંબઇ-સુરત) ઉપર 1 થી 12 પુસ્તકોનો પ્રથમ વર્ષના અભ્યાસ માટેનો સેટ ઉપલબ્ધ છે. પરીક્ષામાં ઉત્તર્ણ થનારને પ્રમાણપત્ર આપવામાં આવશે. M. 9987999299, 7874110008 Printed Matter BookPosted 1147) Rs. 1 U/C, 5A P & T Guide hence not be taxed Ticket અહો ! શ્રવશાળ પ્રકાશક : શ્રી આશાપૂરણ પાનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હિરાજેન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૧. Mob. : 9426585904 (O) 22132543 E-mail: ahoshrut.bs@gmail.com અહ ! શ્રુતજ્ઞાનમ - 40 8

Loading...

Page Navigation
1 ... 6 7 8