Book Title: Aho Shruta gyanam Paripatra 41 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 8
________________ 'જ્ઞાનભંડારોના સંચાલકો / ટ્રસ્ટીઓનું સંમેલન તપાગચ્છીય શ્રમણ સંમેલનમાં જ્ઞાનભંડાર માટેની સમિતિમાં નિયુક્ત | થયેલ શાસન પ્રભાવક વિદ્દવર્ય પૂજ્ય આ.શ્રી મુનિચંદ્રસૂરિજી અને પૂ. શ્રી ભવ્યસંદરવિજયજી મ. સા.ની નિશ્રામાં અમદાવાદ તથા આસપાસના જ્ઞાનભંડારોના ટ્રસ્ટીઓ-વ્યવસ્થાપકો-કાર્યકરોનું મિલન શ્રી મર્ચન્ટ સોસાયટી જૈન સંઘ તરફથી રાખવામાં આવેલ છે. શ્રુતજ્ઞાનની ભક્તિ કરવા માટે, સહુ વચ્ચે સહાયતાનો સેતુ બંધાય તે માટે રસ ધરાવતા સંઘોના ટ્રસ્ટીઓ-જ્ઞાનભંડારના સંચાલકો વગેરેને આ મિલનમાં અચૂક પધારવા વિનંતી છે. - સ્થળ : 30, જૈન મર્ચન્ટ સોસાયટી, પાલડી, અમદાવાદ. | ભાદરવા વદ-૧૨, રવિવાર તા.૧૭-૯-૨૦૧૦ સવારે 9.00 કલાકે અગાઉ થી રજીસ્ટ્રેશન માટે સંપર્ક : વિપુલભાઇ (મો) 9998882222 'એક પાત્રીય પ્રસ્તુતિ પાહિણીદેવી ઇન્સ્ટીટયુટ ઓફ જૈનોલોજી દ્વારા ગુજરાત વિશ્વકોશ ભવનમાં જૈન ઇતિહાસના ભવ્યવારસાની એક ઝલકના કાર્યક્રમમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીના માતા પાહિણીદેવીના ભાવવિશ્વની હૃદયસ્પર્શી રજુઆત સાથે જહોની શાહના લેખનદિગ્દર્શન અને કલાકાર શ્રીમતી અર્ચના જહોની શાહના અભિનય દ્વારા એક પાત્રીય પ્રસ્તુતિ ખૂબ જ સુંદર રીતે કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં પદ્મશ્રી ડૉ. કુમારપાળભાઇ દેસાઇની અધ્યક્ષતામાં ઇન્સ્ટીટયુટના ટ્રસ્ટીઓ, અગ્રણીઓ અને વિદ્વાનો હાજર રહ્યા હતા. તેમ જ શૈક્ષણિક ક્ષેત્રમાં આગવું પ્રદાન કરનાર શ્રીમતી જયશ્રીબેન લાલભાઇ તેમજ પ્રીતિબેન અદાણી પણ વિશેષ અતિથિ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. ખરેખર ખૂબ જ સચોટ અને અસરકારક એવા એક પાત્રીય અભિનય દ્વારા શ્રુતરક્ષાનો ખૂબ જ સુંદર સંદેશો આપવામાં આવ્યો હતા. પૂજ્ય ગુરુભગવંતોની પ્રેરણા અને આશીર્વાદથી અમોને મળેલ માહિતી આ વર્ષે અંક નં૩૯ + 40 તેમજ 41 માં પ્રકાશિત કરી છે. પૂજ્ય ગુરુભગવંતોને વિનંતી કે પ્રકાશિત પુસ્તકોની વિગતો અમોને તુર્ત જ મોકલે તથા પૂજ્યોની પ્રેરણાથી થઇ રહેલ સંશોધનસંપાદન કાર્યની વિગત પણ તુર્ત જ મોકલશો જેથી આ વર્ષનો છેલ્લો અંક જે આસો સુદ-૫ માં પ્રકાશિત થશે તેમાં સમાવેશ કરી શકાય. શ્રુતજ્ઞાનને લગતી માહિતી અથવા તો લેખ પણ મોકલી શકાશે, જે ક્રમશઃ પ્રકાશિત કરીશું. Printed Matter BookPosted 1147) U/C, 5A P&T Guide hence not be taxed Rs. 1 Ticket અહો ! શ્રવજ્ઞાન પ્રકાશક : શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવના હિરાજેન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો : 9426585904 (ઓ) 22132543 E-mail : ahoshrut.bs@gmail.com અહો ! શ્રુતડાનH(= 0Page Navigation
1 ... 6 7 8