Book Title: Aho Shruta gyanam Paripatra 41 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 1
________________ | || શ્રી ચિંતામણિ-શંખેશ્વર-આશાપૂરણ પાર્શ્વનાથાય નમઃ || પુરતક અહો ! શ્રધશાળી સંકલન શાહ બાબુલાલ સરેમલ ભાદરવા સુદ-૫ સં-૨૦૦૩ જિનશાસનના અણગાર, શાસનના શણગાર વિદ્વાન સંયમી ગીતાર્થ ગુરુભગવંતોના પાવન ચરણે સેવક બાબુલાલની વંદના... જિનાજ્ઞા સમારાધક શ્રેષ્ઠિવર્યશ્રી/પંડિતવર્યશ્રી આદિ ચોગ્યપ્રણામ! વિક્રમસંવત ૨૦૦૨, પાલીતાણા ખાતે યોજાયેલ વિરાટ ઐતિહાસિક શ્રમણ સંમેલનને અનુલક્ષીને શ્રીસંઘમાં ધીરે ધીરે જાગૃતિ આવી રહી છે. આ વર્ષે ઘણે સ્થાને ચાતુર્માસમાં આ ઠરાવોનું વાંચન પણ સમજણપૂર્વકં કરવામાં આવ્યું છે. સાધારણ ખાતાની સદ્ધરતા માટેના ઠરાવ નં-૪૮ અંતતિ અષ્ટમંગલ દર્શનની ઉછામણી અંગે પણ સકળ શ્રી સંઘમાં જબરજસ્ત એક મોજુ ફેલાયું છે... અનેક સંઘોમાં આ ઉછામણીઓ શરૂ થઇ છે, અને તેની આર્થિક સફળતાની સદ્ધરતા જોઇને અનેક શ્રી સંઘોએ, પોતાના સંઘોમાં શક્ય વહેલી તે શરૂ કરાવવા માટેના નિર્ણયો કર્યા છે. છે એ જ રીતે, શ્રુતજ્ઞાન ક્ષેત્રની સુચારુ વ્યવસ્થા માટેના ઠરાવ અંગે પણ મહાત્માઓ પ્રયત્નશીલ બન્યા છે. જે સકળ શ્રી સંઘનું સદભાગ્ય અને અહોભાગ્ય છે. હાલ તા.૧૭-૯-૨૦૧૭ના રોજ અમદાવાદમાં પ. પૂજ્ય શ્રુતસંશોધક આચાર્ય શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં પૂજ્ય વિદ્વાન મુનિરાજશ્રી ભવ્યસુંદરવિજયજી મ.સા.ના સંયુક્તપણામાં મર્ચન્ટ સોસાયટી જૈન સંઘ મધ્યે જ્ઞાનભંડારના સંચાલકકાર્યવાહકોનું એક મિલન યોજાઇ રહ્યું છે. એ સંદર્ભે જે કેટલાક કાર્યો કરવા જેવા જણાય છે, તેનો અહીં સામાન્ય દિશાનિદેશ છે જેથી આ દિશામાં કંઇક નક્કર પરિણામ શ્રીસંઘને મળી રહે. (૧) ઘણા સારા વિદ્વાન મહાત્માઓના શાસ્ત્રગ્રંથો પ્રકાશિત થયા બાદ, એકમાત્ર ચોક્કસ વિતરણ વ્યવસ્થાના અભાવે ઘણી વાર ગ્રંથો ની નકલો પડી રહેતી હોય છે. અમદાવાદ, સુરત, મુંબઇ જેવા સ્થાનોમાં દરેક જ્ઞાનભંડારોને ગ્રંથ પહોંચાડાય એવું માળખુ ઊભું કરાય..જેથી દરેક યોગ્ય સ્થાન સુધી પહોંચી શકાય. (૨) જ્ઞાનભંડારોમાં આવતા પુસ્તકોની એન્ટ્રી માટેનું એક ચોક્સ ફોર્મેટ નક્કી કરાય, દરેક ગ્રંથ એ જ રીતે એન્ટ્રી થાય. તથા એન્ટ્રી કોમ્યુટર જેવા માધ્યમથી જ થાય.દરેક ને કોમન સોફ્ટવેર સુલભતાથી અપાય, તથા જ્ઞાનભંડારો પરસ્પર સંપર્કમાં રહે એમ કરાય. મુંબઇમાં આવો સફળ પ્રયત્ન થયો છે, જે અમદાવાદ-સુરત વગેરે જેવા મોટા સેન્ટરોમાં પણ કરી શકાય. (૩) મેરેજબ્યુરો વગેરે જેવી સંસ્થાઓ હોય છે, એમ જ્ઞાનભંડાર ભુરો કરાય, એકદમ અનુભવી શ્રાવકની એક ટીમ હોય, જે કોઇ સંઘોને નૂતન જ્ઞાનભંડાર બનાવવો હોય, તેનું પ્રેક્ટીકલ સંપૂર્ણ માર્ગદર્શન આ શ્રાવકો દ્વારા પ્રત્યેક સંઘને મળી રહે, અધિકૃત ગુરુભગવંતો દ્વારા પ્રમાણિત આવા શ્રાવકોની ટીમ હોય અને પૂજ્યોના માર્ગદર્શનથી કાર્ય કરે. (૪) શ્રુતજ્ઞાન અન્ય ક્ષેત્રોની અપેક્ષાએ ઉપેક્ષિત ક્ષેત્ર છે, આ ક્ષેત્રે કાર્ય કરતા સાધુભગવંતો પણ પ્રમાણમાં ઓછા મળે, ત્યારે શ્રાવકો તો કેટલા મળે? એ સમયે શ્રુતજ્ઞાનક્ષેત્રે કાર્ય કરતા શ્રાવકોની શક્તિ અને અનુભવ શ્રીસંઘને ઉપયોગી બને, એ પ્રમાણેની કંઇક વિચારણા-આયોજન થાય તો અન્ય શ્રાવકોને પણ પ્રેરણા મળે. ' ઉપર કેટલાક જે વિચારો જણાવ્યા છે, એ દિશામાં છુટા છવાયા કાર્યો જે તે મહાત્મા કે વ્યક્તિ દ્વારા થાય પણ છે જ, પરંતુ તેને એક વ્યવસ્થિત પ્લેટફોર્મ મળે તો શ્રીસંઘમાં શ્રુતજ્ઞાન ક્ષેત્રનો પણ વિશેષ અભ્યદય થાય.. જિનાજ્ઞા વિરુદ્ધ કંઇ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.... " વાણોદ્દ સર્વનામ્ " જિનશાસનચરણસેવક શા. બાબુલાલ સોમલ જિનશાસનચરણસેવક શા.બાબલાલ સમલા અહો ! શ્રુતજ્ઞાનમ = ૪૧ લી.Page Navigation
1 2 3 4 5 6 7 8