Book Title: Aho Shruta gyanam Paripatra 41
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ જ્ઞાનભંડારોના સરળીકરણ માટે એક પરિકલ્પના JSBN પૂ. ભવ્યસુંદરવિજયજી મ. સા. આપણા જ્ઞાનભંડારોના અધૂરા અને અશુદ્ધ લિસ્ટ એક વ્યાપક સમસ્યા છે. તેના કારણો આ બધા છે. (૧) પુસ્તક/ગ્રંથની અંદર, જ્ઞાનભંડારના લિસ્ટમાં લખવા યોગ્ય માહિતીનો યોગ્ય રવરૂપમાં અભાવ. (જે અંગે અહો! શ્રુતજ્ઞાનમ માં એક લેખ છપાયેલો છે. ) (૨) લખવાની માહિતીની અનિયત પદ્ધતિ. દા.તઃ કોઇ દશવૈકાલિક સૂત્ર લખે; કોઇ દશવૈકાલિક સૂત્ર લખે; કોઇ દસવેચાલિચસુનં લખે; (૩) છાપવામાં તથા કોમ્પયુટર એન્ટ્રીમાં જોડણીની ભૂલો... (૪) કોમ્પયુટર એન્ટ્રી કરનારાનું અજ્ઞાન આ બધા કારણે ટેક્નોલોજીના યુગમાં પણ બધા જ્ઞાનભંડારોનું એક સ્ટાન્ડર્ડ ફોર્મેટ માં સંયુક્ત લિસ્ટ ઉપલબ્ધ થઇ શક્યું નથી. આવુ લિસ્ટ બને, તો તેના ફાયદા અપાર છે, કોઇપણ પુસ્તક જે પણ મહાત્માને જોઇતું હોય, તેમને ક્યાં ક્યાંથી મળી શકે, તેની માહિતી ખૂબ જ સરળતાથી મળી જાય. ઘણી વિરાધના, ખર્ચ અને સમય બચી જાય. | શ્રુત-સંગમ તથા શ્રમણોપાસક પરિવારના સોફ્ટવેર દ્વારા આ દિશામાં આંશિક કાર્ય થયું છે. આ બને સોફ્ટવેરનો કેટલાક જ્ઞાનભંડારો જ ઉપયોગ કરે છે. | બધા જ જ્ઞાનભંડારોના લિસ્ટને સાંકળવું હોય તો સૌથી મહત્ત્વની કડી છે. ગ્રંથની વિગત. એક સમાન ફોર્મેટમાં, સરખી વિગત સાથે, સમાન જોડણીપૂર્વક (સહેજ પણ ફેરફાર વિના) કોમ્યુટરમાં એન્ટ્રી થવી જોઇએ. જુદા જુદા સ્થળે, જુદી જુદી વ્યક્તિઓ એન્ટ્રી કરે, તો એ લગભગ અસંભવ છે. તેનો ઉપાય છે. પુસ્તકની કોડ નંબર દ્વારા એન્ટ્રી કરવી, જે દરેકને માટે સમાન રીતે એન્ટ્રી કરવી અત્યંત સરળ છે. - તે માટે દરેક પુસ્તકને પ્રકાશિત થતાં પૂર્વે જ કોડ નંબર આપવો પડે. અને એક કોડ નંબર, અનેક પુસ્તકોને ન અપાઇ જાય તે માટે કોડ નંબર નક્કી કરનાર કેન્દ્રવત માળખું જોઇએ. | સાહિત્ય જગતથી પરિચિત વ્યક્તિઓને ISBN નો ખ્યાલ હશે જ, દુનિયાભરના પુસ્તકોને Unique (અદ્વિતીય) નંબર અપાય છે. આપણે આવું માળખું ISBN ( Jain Standard Book Number) કેમ ઉભું ન કરી શકીએ? અહો ! શ્રુતજ્ઞાન - ૪૧ -

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8