Book Title: Aho Shruta gyanam Paripatra 36 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 4
________________ શ્રુતોપાસના પૂ.આ.શ્રી રાજરત્નસૂરિજીના શિષ્યરત્ન પૂ.શ્રી રશ્મિરત્નવિજયજી મ.સા.ની પ્રેરણાથી આલેખિત બાળકો માટેના અંગ્રેજી સચિત્ર પુસ્તકો મલ્ટીકલર, આકર્ષક ડીઝાઇનમાં શ્રી રત્નત્રયમ્ પાઠશાળા - - મુંબઇ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે. તેની યાદી નીચે મુજબ છે. જે રત્નત્રયમ્ ની બધી જ શાખાઓ પર ઉપલબ્ધ છે. (1) Bharat Chakravarti (2) Ilaichikumar (3) Bahubali (4) Chanda Rudracharya (5) Shree Dharm Suriji (6) Gaj Sukumal (7) A. Hirvijay Suriji (8) Kuragadu Muni (9) Meghkumar (10) Metaraj Muni (11) Samprati Maharaja આજ સંસ્થા દ્વારા બાળકો માટેના અંગ્રેજી પુસ્તકોની બીજી સીરીઝના દસ પુસ્તકો પણ ટૂંક સમયમાં પ્રકાશિત થશે. (૯) એક્સ્ટ્રા : - અનું.પાના નં - ૭ નું ચાલુ..... સંઘપ્રમુખને તિલક કરવાનો ચડાવો. જે તે અવસરે ઉપાશ્રયમાં કંકુ થાપા કરવાનો ચડાવો. ૭ મહા પૂજા વગેરે જે તે અવસરે શ્રીસંઘ સભ્યોના બહુમાન. સકળ શ્રીસંઘ ઉપર ગુલાબજળ છાંટવું વગેરેના ચડાવા. નૂતન ઉપાશ્રયના ભૂમિપૂજન-ખનન-શિલાન્યાસનો ચડાવો (રકમ ઉપાશ્રય ખાતે જાય તેમજ વધેલી રકમ સર્વસાધારણ ખાતે) (૧૦) દેવ-દેવી સંબંધી ચડાવા : સ્વદ્રવ્યના દેરાસરમાં અથવા તો સાધારણની જગ્યા તથા સાધારણમાંથી બનાવેલ દેરી વગેરેમાં જે તે ભગવાનના યક્ષ-યક્ષિણી તથા અન્ય શ્રી માણિભદ્ર દેવ વગેરે દેવ-દેવી વગેરેની (૧) પ્રતિમા ભરાવવાના ચડાવા (૨) પ્રતિષ્ઠા કરાવવાના ચડાવા (૩) તેમની સામે મૂકેલા ભંડારની આવક (૪) દેવને ખેસ અને દેવીને ચૂંદડી ઓઢાડવાના નકરા કે ચડાવા (૫) દેવ-દેવીની આરતીના ચડાવા. નોંધ :- (૧) દેવ-દેવીના મંદિર-દેરીના જગ્યા અને તેમની દેરી નિર્માણ, એ બંને સાધારણ દ્રવ્યના બનેલા હોવા જરૂરી છે બંને કે બેમાંથી એક પણ જો દેવદ્રવ્યના હોય તો તે આવક દેવદ્રવ્યમાં જાય. (૨) દેવ-દેવી સંબંધી સાધારણની આવકનો ઉપયોગ શ્રાવકોને પ્રભાવના આપવા કે સાધર્મિક વાત્સલ્યમાં કરવો ઉચિત જણાતો નથી. તેમજ આ રકમ જીવદયા કે અનુકંપામાં પણ વપરાય નહીં. (બહુમાન એટલે દૂધથી પગ ધોવા, તિલક-હાર-સાફો કે ચૂંદડી-શાલ-શ્રીફળ-સન્માન પત્ર અર્પણ) અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૩૬Page Navigation
1 2 3 4 5 6 7 8