Book Title: Aho Shruta gyanam Paripatra 35
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ શ્રુતયજ્ઞ માટે વિજ્ઞપ્તિ તેજરવી, પ્રતિભાસંપન્ન, કાર્યકુશળ શ્રમણ-શ્રમણી ભગવંતોના સમય, શક્તિ અને વિદ્વતાના ઉપયોગ દ્વારા ઝડપથી ધારેલું પરિણામ મળે, પૂર્વાચાર્યો દ્વારા રચાયેલા અદ્ભુત ગ્રંથોના શ્રુતસાગરમાંથી અમૃતરૂપી જ્ઞાન પ્રકાશમાન બને, જ્ઞાનપૂર્વકની ક્રિયાઓ દ્વારા જિનશાસનની સભ્યજ્ઞાનની પ્રભાવકતામાં વધારો થાય તે માટે જ શ્રુતભક્તિની લાગણી થી પ્રેરાઇને શ્રુત વિષયક કેટલીક વિજ્ઞપ્તિ રજુ કરુ છું. અપ્રગટ કૃતિઓ દેશ વિદેશમાં ઉપલબ્ધ સર્વ હસ્તપ્રત ભંડારોમાં રહેલ શાસ્ત્ર ગ્રંથોના નામોને પ્રકાશિત ગ્રંથો સાથે સરખાવવા અને જે ગ્રંથો અપ્રગટ હોય તેની યાદી બનાવવી આ કાર્ય કરવું જરૂરી બન્યું છે. ચાર પૂજ્યોનું ગ્રુપ હોય તે એક મહિનામાં ૫૦૦૦ હસ્તપ્રતોના લિસ્ટનું નિરીક્ષણ કરે, તો વર્ષમાં ૬૦,૦૦૦ હસ્તપ્રતોનું લિસ્ટ તપાસી શકાય અને આવા દશ ગ્રુપો કાર્યરત થાય, તો એક જ વર્ષમાં ૬ લાખ હસ્તપ્રતોમાં રહેલી અપ્રકાશિત કૃતિઓની માહિતી મળી શકે અને તે તે કૃતિઓ પર સંશોધન કરવા ઇચ્છુક પૂજ્યોને તે તે આલંબન મળી શકે. વર્તમાનમાં શ્રી સંઘની માલિકીમાં નથી તેવી શ્રુતસંપત્તિ બ્રિટનમાં રહેલી બ્રિટીશ લાઇબ્રેરીથી માંડીને જોધપુરમાં રહેલી ઓરીએન્ટલ લાઇબ્રેરી સુધી હજારો કે લાખો હસ્તપ્રત એવી છે કે જે વર્તમાનમાં શ્રીસંઘની માલિકીમાં નથી. તેમનું લિસ્ટ પ્રાપ્ત કરવામાં આવે અને તપાસવામાં આવે, તો અનેક લુપ્ત પ્રાયઃ અથવા જેની પ્રતિલિપિ શ્રીસંઘના સંગ્રહમાં ન હોય તેવા ગ્રંથોને જે તે સંસ્થાના નિયમ મુજબ પ્રયત્ન કરીને ડીજીટલ કે ઝેરોક્ષ નકલ મેળવવાનું અભિયાન પણ આ શ્રુતયજ્ઞમાં સાંકળી લેવાય. વિદ્વાનોની ટીપ શ્રુતયજ્ઞ માટે વિદ્વાનોની અનિવાર્ય જરૂર છે. વડીલ આચાર્ય ભગવંતો પોતાના આશ્રિત તેજરવી યુવા શ્રમણ-શ્રમણી ભગવંતોને એક વર્ષ માટે બીજા કાર્યો ગૌણ કરી આ યજ્ઞમાં જોડે, તો આ કાર્ય સરળ બની જાય,આ ટીપ કરવી એ વિદ્વાન આજ્ઞાદાતા ગુરુભગવંતો દ્વારા જ શક્ય છે. સંશોધન ક્ષેત્ર પ્રભુની મૂળ પરંપરા સ્વરૂપ આપણો શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ આજે જ્ઞાનથી અળગો થઇને ઓચ્છવ મહોત્સવમાં જ મશગૂલ થઇ ગયો છે. આવી વાતો જયારે અમે સાંભળીએ ત્યારે ખરેખર વેદના થાય છે. ત્યારે અન્ય સંપ્રદાયો સંશોધન ક્ષેત્રે જે કાર્ય કરે છે, તેના કરતાં અનેકગણું કાર્ય આપણે કરી શકીએ તે શક્ય છે. હજી પણ પૂર્વાચાર્યોના ઘણા ગ્રંથો સંશોધિત થવાની પ્રતીક્ષા કરી રહ્યા છે. જરૂર છે આપના સૌના સાથ અને સહકારની... માત્ર પાંચ વર્ષ તેજસ્વી શ્રમણ-શ્રમણી ભગવંતો પૈકી થોડાક ગુરુ ભગવંતો અન્ય કાર્યોને ગૌણ કરે અને શ્રુતસંબંધી પણ છુટક કાર્યોને ગૌણ કરે, અને એક સુવ્યવસ્થિત આયોજન બદ્ધ શ્રુતયજ્ઞના મંડાણ થાય. જેના ફળ જિનશાસનની આવનારી પેઢીઓને સેંકડો વર્ષ સુધી મળતા રહે તે માટે પાંચ વર્ષ માટે શ્રુતયજ્ઞમાં જોડાય એવી અમારી ભાવભરી વિનંતી છે. અહો ! શ્રુતમ્ = 30 -

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8