Book Title: Aho Shruta gyanam Paripatra 35
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ ' જયવંતુ જિનશાસન - શુતોપાસના ના (1) સરરવતી લબ્ધ પ્રસાદ પૂ.આ.શ્રી રત્નસુંદરસૂરિજી મ. સા. લેખિત 300 મા પુસ્તક મારૂં ભારત-સારૂં ભારતનું વિમોચન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વીડીઓ કોન્ફરન્સથી કરવામાં આવ્યું. ભારતના આર્થિક પાટનગર મુંબઇમાં દસ દિવસના સાહિત્ય સત્કાર મહોત્સવમાં તપ, જપ અને સાહિત્યના વિશિષ્ટ પ્રોગ્રામોની સાથે સાથે પાઠશાળાના શિક્ષકો, પંડિતોનું વિશિષ્ટ બહુમાન દ્વારા અનેકવિધ અનુષ્ઠાનો દ્વારા શાસન પ્રભાવના. (2) પૂ.આ.શ્રી શીલચંદ્રસૂરિજી મ.સા.ની નિશ્રામાં શેઠ હઠીસિંહની વાડીમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ચંદ્રક પારિતોષિક પેરિસ ફ્રાન્સના વિદુષી વિદ્વાન ડૉ.નલીની બલવીરને અર્પણ કરવામાં આવ્યો. (3) જ્ઞાનપંચમી વિશિષ્ટ રૂપે ઉજવવા અંગેના અંક-૩૪ આસો સુદ-૧૫ ના લેખના પ્રતિસાદ રૂપે શ્રી શાંતિનગર જૈન સંઘ પાઠશાળા શ્રી પ્રેમભુવનભાનુસૂરિજી સમુદાયના પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિજીની નિશ્રામાં અને શ્રી ઘાટલોડીયા શ્રી સિમંઘરસવામી જૈન સંધમાં પં.ભદ્રેશ્વરવિજયજી મ.સા.ની નિશ્રામાં 45 આગમોના છોડ, 45 આગમની રચના, અને તેની શ્રત પૂજા રાખવામાં આવી હતી, તેમજ પ્રદક્ષિણા, ખમાસણા, કાઉસગ્ગ અને સાથિયા કરીને જ્ઞાનપંચમીની વિધિવત આરાધના કરનાર બાળકોનું બહુમાન કરવામાં આવ્યું તેમજ 45 આગમના નામ ગોખનાર નાના બાળકોનું પણ સંઘ તરફથી વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું. શ્રુતના વિશિષ્ટ બહુમાન માટે અનુમોદના.. (4) શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર દ્વારા પ્રકાશિત જુદા જુદા યુવા નેજરવી, પ્રતિભાસંપન્ન ગુરુભગવંતો દ્વારા અંગ્રેજી ભાષામાં લેખિત વાતા ની પ્રથમ બે (ચંદનબાળા) (જંજૂરવામી-થુલીભદ્ર) પુસ્તકોની જ્ઞાનપંચમીના દિવસે ભારતભરમાં આવેલ 108 જૈન સંઘોમાં પૂજ્ય ગુરુભગવંતોની નિશ્રામાં વિમોચન કરવામાં આવ્યું, બાળકોને જીવન ઘડતરમાં ઉપયોગી આકર્ષક મલ્ટીકલર આર્ટ પેપર ઉપર સચિત્ર મહાપુરુષોના જીવન ચરિત્રો પ્રભાવના અને પાઠશાળા માટે ડીસ્કાઉન્ટથી ઉપલબ્ધ કરવામાં આવ્યા છે તો જરૂર હોય તેઓએ સંપર્ક કરવા વિનંતિ છે. (5) પ્રભાવના માટે યોગ્ય સારો અને ઉપયોગી અને આકર્ષક વિકલ્પ છે. જ્ઞાનદાન, અન્નદાન અને અભયદાન કરતા પણ જ્ઞાનદાનનું મહત્વ આપણે ત્યાં વધારે છે, "પ્રિયમ” ના ઉપનામથી ગુરુભગવંત દ્વારા લેખિત 5 પુસ્તકો નાની બુક લેટ અને સી અને ડી સાઈઝ માં જુદા જુદા વિષયોની આ વર્ષે પ્રકાશિત કરવમાં આવેલ છે. જેની પ્રભાવનામાટે ફક્ત રૂા. 2, 5 અને 10 ની કિંમતની છે. તો જરૂર હોય તેઓ અક્ષયભાઇ - મુંબઇ (મો) ૯૫૯૪પપપપ૦૫ અને યોગેશભાઇ - અમદાવાદ (મો) 9904589809 ઉપર સંપર્ક કરી શકે છે. જેમાં ટાઇટલ - 4 ઉપર સૌજન્ય દાતાના નામ પ્રિન્ટ થઇ શકે છે. Printed Matter BookPosted 11417) U/C, 5A P & T Guide hence not be taxed Rs. 1 Ticket અહો ! શ્રવશાળ પ્રકાશક : શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હિરાન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો : 9426585904 (ઓ) 22132543 E-mail : ahoshrut.bs@gmail.com Website : www.ahoshrut.org અહો ! શ્રુSિાન ઉg 9

Loading...

Page Navigation
1 ... 6 7 8